SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૦] આવિનદનસૂરિ સ્મારક તથા અમદાવાદના આગેવાન શ્રાવકોના સૂચનને માન આપીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ શ્રીસંઘ વતી આ પ્રશ્નની જવાબદારી લીધી. તેઓ બાર તિથિ અને સંવત્સરી, બને પ્રશ્નનું એકીસાથે સમાધાન થાય એ હેતુથી દરેક આચાર્યોને મલ્યા, વિનંતિ કરી. પણ છેવટે બાર તિથિની વાત ભવિષ્ય ઉપર છોડીને સંવત્સરીની એકતા કરવાને એમણે નિર્ણય કર્યો. એ માટે સંઘમાન્ય ચંડૂ પંચાંગના પરિવર્તનનો વિચાર બધા આચાર્યો પાસે મૂક્યું. સામા પક્ષને તે “ભાવતું તું ને વૈદે કહ્યા જેવું જ હતું! પણ આ પક્ષના આચાર્યોએ પણ “શેઠે ઉપાડયું છે, અને સંઘની એકતા ખાતર થાય છે એમ વિચારીને એ વિચારને સંમતિ આપી. સૂરિસમ્રાટના સમુદાય વતી શ્રી વિજયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનદનસૂરિજીએ પણ, પિતાની સચોટ માન્યતાને આગ્રહ ન રાખતાં, સમ્મતિ આપી. આ બાબતમાં સમ્મતિ મંગાવતો શેઠને પત્ર આવ્યા, ત્યારે તેના જવાબમાં શ્રી વિજ્યનંદનસૂરિજીએ લખ્યું: શ્રી પર્યુષણ પર્વના પ્રશ્નને પૂ. આચાર્ય મહારાજાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાની અને સકલ શ્રીસંઘમાં એકસાથે પર્યુષણ પર્વની આરાધના કરાવવાની તમારી ઉત્તમ ભાવના જાણી ખૂબ જ અનુમોદના સાથે સંતોષ થયો છે. અને તે કાર્યની સફલતા માટે અમારા સહકાર અને આશીર્વચનની અપેક્ષા જણવી, તે ત્યાં અમદાવાદ બિરાજતા પરમ પૂજ્ય પરમોપકારી પૂજ્યપાદ અમારા ગુરુમહારાજશ્રીજી વિજયદયસૂરીશ્વરજી મહારાજ સાહેબને જે સહકાર અને તેઓશ્રીજીનું જે આશીર્વચન, તેમાં જ સંપૂર્ણ રીતે અમારે સમાવેશ આવી જાય છે. છતાં તમે તમારા પૂર્ણ વિવેકભર્યા વલણને અનુસરી અમારી ઉપર પણ પત્ર લખ્યો છે, તેના જવાબમાં – : - “ જ્યારે ભારતના તમામ તપગચ્છ શ્રી ચતુર્વિધ સંઘને આ સંવત્સરી મહાપર્વની આરાધનાને પ્રશ્ન છે, અને આખાય તપાગચ્છીય શ્રીસંઘમાં એક જ દિવસે એક જ સરખી સંવછરીની આરાધનાની વિચારણા કરાય છે, અને એ રીતે આખાય તપાગચ્છ શ્રીસંઘમાં એકતા અને શાંતિ સ્થાપવા તમે તથા અમદાવાદને શ્રીસંઘ આ પ્રશ્ન હાથ ધરે છે, ત્યારે તે બાબતમાં અમદાવાદને શ્રીસંઘ જે નિર્ણય જાહેર કરશે, તેમાં અમારે પૂરો સહકાર છે, અને અમારી સમ્મતિ છે.” આ પછી દ્વિતીય શ્રાવણ વદિ ૭ ને ગુરુવારે (તા. ૭-૮-૫૮) શ્રીસંઘ ભેગે કરીને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે— શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રીસંઘે અત્યાર સુધી પંચાંગ તરીકે ચંડાશુ ચંડુ પંચાંગનો ઉપયોગ કર્યો છે. પણ આજથી એ પંચાંગની જગ્યાએ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગને ઉપયોગ કરવા આપણુ શ્રી તપાગરછીય આચાર્ય મહારાજે આદિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy