SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ ૩૩ સં. ર૦૧૪નું મુનિસમેલન : નિષ્ફળતા એ જ સફળતા આ મુનિસમેલનનું ધ્યેય હતું ઃ શ્રીસંઘમાં એકતા અને શાંતિની પુનઃ પ્રતિષ્ઠા. છેલ્લા કેટલાય સમયથી સંઘમાં છવાયેલા કલેશમય વાતાવરણને દૂર કરવું જરૂરી હતું. અને એ વાતાવરણ ત્યારે જ દૂર થઈ શકે એમ હતું, જ્યારે એની જન્મદાતા તિથિચર્ચાના પ્રશ્નને ઉકેલ આવે. આ પ્રશ્નને ઘણું ઘણું કલેશ-કલહ જન્માવ્યા હતા. એટલે એ એક પ્રશ્નના નિકાલમાં જ અનેક પ્રશ્નોના નિકાલ સાથે લેશને પણ નિકાલ થઈ જવાનો હતો. અને એટલા માટે જ આ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શું બન્યું, તેની વિસ્તૃત નોંધ એક પુસ્તકરૂપે છપાયેલી છે. (“રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી”...લેખક : આચાર્ય શ્રી હંસસાગરસૂરિજી, પ્રકાશક : શાસનકટદ્વારક જ્ઞાનમંદિર, મુ. ઠળિયા.) એમાં કે ઘણી વસ્તુ અધૂરી હોય એવું લાગે છે, છતાં એ દિવસેની કાર્યવાહીની મોટા ભાગની માહિતી એમાંથી આપણને મળી જ રહે છે. એટલે અહીં સમેલનની કાર્યવાહીની વિગત નહિ આપતાં, તેમાં શ્રી વિજયનંદસૂરિજીના અને એકતિથિપક્ષના વલણ તેમ જ દષ્ટિબિન્દુનું વિહંગાવલોકન કરીશું. ઉપર કહ્યું તેમ, સમેલનનાં ધ્યેય “એકતા અને શાતિ” હતાં. પણ એ ધ્યેયની સફળતા સરળતા અને અકદાગ્રહી મનોદશા ઉપર અવલંબતી હતી. એ બંને વસ્તુને અભાવ સામા પક્ષમાં પૂરા પ્રમાણમાં હતો. અને એને લીધે સમેલનનું પરિણામ નિષ્ફળતામાં આવ્યું. જેકે તિથિચર્ચા એક એવો મુદ્દા છે કે જેમાં બંને પક્ષ એકબીજાને દોષિત અને ખટપટી ઠરાવતા જ આવ્યા છે. સમેલનની નિષ્ફળતામાં પણ બંને પક્ષ એકબીજાને જ જવાબદાર ગણાવતા રહ્યા છે, આમ છતાં, જે વાસ્તવિક છે, જે બન્યું છે, તે તે તેના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપે રજૂ કરવું જ રહ્યું. સામા પક્ષની એક મુરાદ એ હતી કે ૧૯૨ના વર્ષથી ચલાવેલી નવી તિથિ-પ્રણલિકાને એકતિથિપક્ષના આચાર્યો પણ માન્ય કરે, અને સાચી ઠેરવે, એ રીતે સમેલનના પ્રવાહને વળાંક આપો. આમ કરવામાં એમને બે રીતે લાભ હસ્તે : એક તો, જે પિતાની નવી માન્યતાને બધા સ્વીકારે, તે તે માટે લાભ હતો જ; અને, એમ ન થાય તોય, સામા પક્ષની સરળતાનો ગેરલાભ ઉઠાવીને એમાં પણ તડાઓ પડાવવા, એ પણ કંઈ જે તે લાભ ન હતો. અને આ લાભ લેવાની ઉત્તમ તકનો પૂરેપૂરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy