________________
શ્રેષ્ઠીવર્ય માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા મહાતીર્થાધિરાજ શ્રી શત્રુંજય તેમ જ ગિરનારના સંઘમાં તેઓશ્રીએ ચતુર્વિધ સંઘની એવી તે અનુપમ ભક્તિ કરી હતી કે, શેઠશ્રીએ તેમના સેવાકાર્યની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી. ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકના પાંચ વરઘોડા પૈકી જન્મકલ્યાણકનો વરઘોડે એમના તરફથી જ નીકળે છે; તથા પાંચ વરઘોડાનો વહીવટ તેઓ કરતા હતા. શ્રી શત્રુંજય તીર્થની નવાણુ યાત્રા તથા ચાતુર્માસનો લાભ પણ તેઓશ્રીએ લીધે હતો. તેમણે શ્રી સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી આદિ તીર્થોની વારંવાર યાત્રા કરી હતી.
તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને એટલો બધો પ્રેમ અને શ્રદ્ધા હતી કે તેઓશ્રી વારંવાર તીર્થાધિરાજનાં દર્શને જતા હતા. તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જેશિગભાઈ એ એક ટૂટ કર્યું છે. સાધુ-સાધ્વીની ભક્તિ વગેરે તેઓ, તેમના ભાઈ શ્રી મનુભાઈ તથા તેમનાં કુટુંબીજનો ઘણી સુંદર રીતે કરતા હતા. સારાભાઈને લક થયે હતો, તેમાં નમસ્કાર મહામંત્રના જાપની જડીબુટ્ટી મળી ગઈ અને ચૌદ પૂર્વના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ સં. ૨૦૧૯ ભાદરવા સુદ ૭ ને સેમવારથી શરૂ કર્યો અને તે જાપ જીવનના અંત સુધી, રાત-દિવસ, સૂતાં-બેસતાં ચાલુ રાખે. તેથી એવો ચમત્કાર થયો કે લકવો ચાલ્યો ગયે અને મહામંત્રના પ્રભાવથી કદી કદી શ્રી શત્રુંજય તીર્થ તથા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનાં દર્શન કરીને તેઓ પોતાની જાતને ધન્ય માનતા હતા.
મહામંત્રનો જાપ તેમણે જીવનકાળ દરમિયાન ૪,૦૦,૦૧,૫૮૩ (ચાર કરેડ, પંદરસો ત્યાસી કુલ ) જેટલો કરી વિક્રમ સાધ્યો હતો. આ મહાન પ્રભાવશાળી મહામંત્રનો જાપ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવાની એમની ભાવના સફળ થઈ હતી. તેઓ પુણ્યશાળી પુરુષ હતા. એમની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. તે સુવાસ કાયમ રહે તે માટે તેમના પુત્ર શ્રી ચીનુભાઈ તેમ જ શ્રી બુદ્ધિધનભાઈ, એમનાં પત્ની અ.સૌ. ભાનુમતીબહેન અને એમના સુપુત્ર શ્રીધન, સમીર, કનક શ્રી જેસિંગભાઈ શેઠના ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં, ઉમંગથી, ઊછળતા હૈયે સાથ અને સહકાર આપી રહ્યાં છે.
શ્રી સારાભાઈ રાજનગર ધમંપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ પિતાની મધુર ફોરમ મૂકી ગયા, અને પોતાના જીવનને ધન્ય ધન્ય બનાવી ગયા. તેઓ ભલે દિવંગત થયા, પરંતુ તેઓનાં ધર્મકાર્યોની દિવ્ય જ્યોત આજે પણ જળહળી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org