________________
મહાનંદ મુનિકૃત નેમ-રાજુલ બાર માસ સુંદર સહજ ગમે નહી, સૂતાં રે નિંદ ન આય; તેહિ વિના પ્રભુ! માહરે, ઇણપરિ દિન કિમ જાય? ૧૭
દુહા એમ ન કીજીઈ સુણ પ્રાણનાથ, પાલીએ પ્રીતડી તેં ગ્રહીએ હાથ; નયણને વાશ(સ) તે માસ ફાગ, સાં(શ્યા)મ! સંભારી એહ જ લાગ. ૧૮
૪ :
ઢાલ, ફાગુણના દિન કુટરા, આકરા લાગે રે મુઝ; વિરહ તપે તન માહરે, મન ભાવે નહી તુઝ. કે ખેલે લાલ ગુલાલસું, અબીર અરગજા ખ્યાલ; હું રહી એક દુભાગ, આવ્યા નિ(ન) નેમ મયાલ. કે જન પૂજે રે પદમણું, ભાંમની આપદ દૂર કે નૃત્ય નાચે રે નવનવા, પાયે પખાલે જે કુર. કે પ્રીલ સંગે રે રંગે રે, ઢંગે ખેલે બહુ ખ્યાલ. કે ગોપી ગજગતિ જેહવી, ઠારે અનંગ સાલ.
ચિહુ દિશ તરવર ચીતરા, નીતર્યા ચૈત્ર સુવાસ; જાઈ જૂઈ નવ માલતી, મોગરા મર જે ખાસ. દમણે ચંબલી રે ચંપકે, ષટપદ લાગી રે ચિત્ત, નેમતણી હું વાટડી, એણ રીતે જોઉં રે નિત. વિરહણી વિરહની વાતડી, રાતડી ગમી રે કેમ ? નીર વિના જિમ માછલી, નેમ વિના નિશ એમ. કે મનમેં ઘડી સાહિબા! ખિણ વરસાસો થાઈ; તે પિહરની સી વાતડી, માસ વરસ કિમ જાય ? મંદિર સૂને મહિલાતણું, મેહન! કિમ રહે મન? કેફિલ કલકુંજિત કરે, તિમ દહે વિરહિણી તન. નયણે રે નિંદ આવે નહી, અતિ તીખી ચંદ્રની રાત; ઝંખી રહી પ્રિઉ જીભડી, વાલ્હા-વિરહની વાત.
* ૧૭૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org