________________
પંડિત શ્રી સુખલાલજી
રહ્યું છે. મારા આ મંતવ્યની પુષ્ટિમાં હું અત્રે માત્ર ટૂંકમાં આચાર, ઉપાસના અને શાસ્ત્રએ ત્રણ અશા ઉપર વિચારકાનું ધ્યાન ખેંચીશ.
દિગંબર, શ્વેતામ્બર કે સ્થાનકવાસી કાઇ પણ ફ્રિકાની ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રચારનેા ઇતિહાસ તપાસીશુ તે। આપણે એમ નહિ કહી શકીએ કે અમુક ફ્રકાએ વીરપરંપરાના પ્રાણુસ્વરૂપ અહિંસાના સિદ્ધાંતને માળા કર્યા છે કે તે સિદ્ધાંતના સમન અને પ્રચારમાં પાતાથી ખનતું કરવામાં જરા ય મચક આપી છે. આપણે એ સગૈારવ કબૂલ કરવું જોઇએ કે અહિંસાના સમર્થન અને તેના વ્યાવહારિક પ્રચારમાં ત્રણે ક્રિકાના અનુયાયીઓએ પેાતપેાતાની ઢબે એક જ સરખા ફાળા આપ્યા છે. તેથી અહિંસા સિદ્ધાન્તની ષ્ટિએ મારા ઉપર્યુક્ત મંતવ્યનું સમર્થન હું નથી કરતા, પણ એ જ અહિંસા તત્ત્વના પ્રાણ અને કલેવર–સ્વરૂપ અનેકાંત સિદ્ધાન્તની દૃષ્ટિએ મેં પ્રસ્તુત પ્રશ્નની છાણવીણ કરી છે. એ તા હરકાઇ અભ્યાસી જાણે છે કે ત્રણે ફ્રિકાના દરેક અનુગામી અનેકાંત કે સ્યાદ્વાદ વાસ્તે એક જ સરખું અભિમાન, મમત્વ કે આદર ધરાવે છે; તેમ છતાં પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જોવાનુ પ્રાપ્ત એ થાય છે કે એ અનેકાંતષ્ટિ કયા ક્રિકાના આચારામાં, ઉપાસનામાં અગર શાસ્ત્રોમાં વધારે પૂર્ણ પણે સચવાયેલી છે અગર સચવાય છે. જયાં લગી વાદવિવાદ, દાર્શનિક ચર્ચાઓ, દાનિક ખંડન-મંડન અને કલ્પના-જાળને સંબંધ છે ત્યાં લગી તા અનેકાંતની ચર્ચા અને તેની પ્રતિષ્ઠા ત્રણે ફિકાઓમાં એક જ સરખી ઇષ્ટ અને માન્ય છે. દા. ત. જડ કે ચેતન, સ્થૂલ કે સૂક્ષ્મ કાઇ પણ વસ્તુના સ્વરૂપના પ્રશ્ન આવે તે ત્રણે ફ્રિકાના અભિન્ન અનુયાયીએ બીજા દાનિકા સામે પેાતાનું મંતવ્ય નિત્યાનિત્ય, ભેદાભેદ, એકાનેક આદિ રૂપે એક જ સરખી રીતે અનેકાંત-ષ્ટિએ સ્થાપવાના; અથવા જગત્કર્તાના પ્રશ્ન આવે કે કર્મ-પુનર્જન્મનેા પ્રશ્ન આવે તેા પણ ત્રણે ફ્રિકાના અભિન અનુગામી એક જ સરખી રીતે પેાતાની અનેકાંતષ્ટિ મૂકે. આ રીતે જૈનેતર દર્શના સાથેના વિચારપ્રદેશમાં વીરપરંપરાના દરેક અનુગામીનું કાર્ય અનેકાંતાષ્ટિ-સ્થાપના પૂરતું ભિન્ન નથી, અધુરું નથી કે આછું-વધતું પણ નથી. તેમ છતાં વીરપરંપરાના એ ત્રણે ફ્રિકાએમાં આચાર, ખાસ કરી મુનિ આચાર અને તેમાં ય મુનિ સંબંધી માત્ર વજ્રાચારની બાબતમાં અનેકાંતષ્ટિના ઉપયાગ કરી તપાસીશુ તે આપણને સ્પષ્ટ જણાશે કે કઇ પરંપરામાં વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ સચવાઇ રહ્યું છે. ઉપાસના, ખાસ કરી મૂર્તિ-ઉપાસનાને લઇ અનેકાંતષ્ટિએ તપાસીશું તેા પણ આપણને સમજાશે કે કઇ પરપરામાં અનેકાંતષ્ટિના વારસા જાણે કે અજાણે વધારે અખડપણે સચવાઈ રહ્યો છે. છેવટે આપણે શાસ્ત્રોના ત્રણે ય ફિકાગત વારસાની દૃષ્ટિએ પણ પ્રસ્તુત પ્રશ્ન વિષે વિચારીશું.
(૧) આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાઓને સ્પર્શ કરતા જૈનત્વની સાધનાના સ્વતંત્ર વિચારથી તપાસતાં અગર ત્રણે ફિકાના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યનુ એકદર તાલન શતાબ્દિ ગ્રંથ ]
* ૧૬૧ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org