________________
શ્રી. મનસુખલાલ કીરચંદ મહેતા
ભકિતથી સ્વધર્મપોષણ ન થતાં ઊલટું સ્વધર્મદૂષણ થાય છે—જે સર્વ સંઘને લાગે છે. તે એ સ્વધર્મવાત્સલ્ય કે અવાત્સલ્ય ? અમે અહીં એ પ્રીતિભોજનને નિષેધતા નથી પણ યતનારહિતપણાને તથા બેદરકારીપણાને દોષ કાઢીએ છીએ. એવા દેષ દૂર ન થાય ત્યાં લગી હાનિ સંભવે છે. લાભ મળે છે કે નહિ એ વિવાદાસ્પદ છે. કઈ પ્રશ્ન કરે કે એ દેષ તે જમનારને છે તેમાં જમાડનારને શું ? જમાડનાર તો ભક્તિભાવથી જમાડે છે. અહીં સમાધાન એ છે કે જમાડનાર ધર્મરુચિ ભાઈએ સ્વામીવાત્સલ્યના સાધનનાં વિવેકપૂર્વક ભેદ કરવા જોઈએ છે. તેણે સમજવું જોઈએ કે જમણથી જ સ્વામીભક્તિ થતી નથી. સ્વામીભક્તિનાં ઘણાં સાધનોમાંથી એ પણ એક સાધન છે, તો તેના ઘણા પ્રકાર માંથી કયા પ્રકારથી અધિકાધિક લાભ છે તે તેણે દેશ, કાળ આદિ જોઈને વિવેકથી વિચા. રવું ઘટે છે, તેમજ વૃતાદિ વિગયની સંભાળ રાખવી ઘટે છે. સ્વામીવચ્છળ ઇંદ્રિયને બહેકાવવા કિંવા રસેંદ્રિયને વશ થઈ અકરાંતીઆ થઈ ખાવા માટે નહિં અને તેથી ધર્મ હારવા માટે નહિં, પણ સમસ્વભાવીઓના એકત્ર ભેજનને પ્રસંગે એક બીજાના ગુણગ્રામ કરવા, એક બીજાની શુભ પ્રવૃત્તિનું અનુકરણ કરવા, વસ્તુત: અનાહારી આત્માની વિભાવજનિત આહાર-મૂછ ઉતારવા અને અન્ય પ્રીતિ દાખવવા કરવામાં આવે છે. આ પ્રમાણે જાણવું ઘટે છે, એમાં વિવેક રાખ ઘટે છે, યતના રાખવી ઘટે છે; નહિં તે જમનારને તે દોષ છે જ, પણ તેમાં ભક્તિ સમજનાર જમાડનારને પણ છે જ.
જમણવાર એ જ ધર્મભક્તિનું સાધન છે એમ સમજી ઘણા ભાઈઓ પર્યુષણાદિ પર્વના દિવસોમાં પારણું, અતરવારણાનાં જમણ કરવાના, તેને લાહો લેવાના વિચારમાં હોય છે. આ ખોટું છે એમ અત્ર કહેવું નથી, પણ એ લાહો ગણતમ છે. ખરું કર્તવ્ય જુદું છે. તેવા વખતમાં જ્યારે જ્યારે આત્મસાધન કરવાને તે અમૂલ્ય અવસર છે ત્યારે ઊલટું પર્યુષણના દિવસોમાં બહુ આરંભમાં રોકાવું એ ખરેખર મેહનું સામ્રાજ્ય સૂચવે છે. એ મેહ-વિડંબના અજાણને મારે છે (મેહરાજા કોને નથી નચાવતે ! જ્ઞાનીને જ નથી નચાવત, જ્ઞાનીથી એ ડરે છે; માટે ભાઈઓ ! જ્ઞાન સે, એની ભકિત કરે, જ્ઞાનીની ભક્તિ કરો ! ) પરમપુણ્ય-પવિત્ર પયુર્ષણ વ્યતીત થયે કઈ શ્રાવકને (3) સદ્દગુરુ પૂછે કે “કયું શ્રાવકજી ! પર્યુષણરાધના તો અચ્છી હઈ ? ” ત્યારે શ્રાવકજી ઉત્તર આપે–“ મહારાજ ! સત્તર આના કામ સુધરી ગયું. લાડુમાં શેરેશર થી પાયું હતું; ગ૭ સુધરી ગયો. ” જુઓ ! શ્રાવકજીને મન શેરેશર ઘીવાળા લચપચતા લાડુ જમાડવા એમાં જ પર્યુષણની આરાધના થઈ. આ શું બતાવે છે ? અજ્ઞાનતા ! અજ્ઞાનતા !! અજ્ઞાનતા !!! અહો અજ્ઞાન! તારું પ્રબળ જેર છે ! તું હવે કેડ મેલ અને અનુપમ જિનશાસનને ઝળકવા દે. આ ઉપરથી પારણાના જમણવાર(સ્વામીવાત્સલ્ય)ને અકર્તવ્ય સમજવું નહીં, કેમકે તે તો પર્યુષણને અંતે કર્તવ્ય છે, પરંતુ લાભ હાનિ જોયા વિના એકાંત જમણવારમાં જ સ્વધર્મભક્તિ માની બેસવી એ ખરેખર દુરાગ્રહ અને શતાબ્દિ ગ્રંથ ]
* ૧૫૭ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org