________________
વ્યાપક અહિંસા ઉપરાંત વાણી અને મનથી પણ અહિંસા સેવવી; પણ સર્વોત્તમ અહિંસા તા એ છે કે જેમાં મનુષ્યને પ્રેમધ વિશ્વના પ્રેમધની સાથે સંવાદી બની જાય છે.
એવા પ્રેમધર્મ એ જ અહિંસાનું ખરું રહસ્ય છે. એવા વિશ્વવ્યાપી પ્રેમધર્મ સ્વીકાર્યા વિના કોઈ પણ મનુષ્ય પેાતાને, માત્ર જીવમાત્રની હિંસાથી દૂર રહે છે એટલા કારણે, સાચા અહિંસક ગણી શકે નહિં. ખરી વાત એ છે કે અહિંસા એ પ્રેમ-સરણીનું છેલ્લામાં છેલ્લુ પણ અનિવાર્ય પગથિયુ છે. એ પગથિયા ઉપર ચડતાં ચડતાં છેવટે મનુષ્ય • હિંસા પરમો ધર્મઃ ’-એવી વિશ્વવ્યાપી પ્રેમધની ભૂમિકા મેળવે છે. એ ભૂમિકાને મેળવવાનું મંથન કર્યા વિના કેવળ પહેલા પગથિયા ઉપર જ મનુષ્ય સ્થિર થઇ એના વિકાસ રૂ ંધાઈ જાય છે.
જાય તેા
અહિંસામાં એક બીજો પણ અર્થ છે. અહિંસા નિયમવડે મનુષ્ય વિશ્વ સાથેના પેાતાના સંબંધોના વધારે ઝીણવટથી અભ્યાસ કરી શકે છે. એ અભ્યાસને પરિણામે એ જોઇ શકે છે કે જેને એ વ્યવહાર માને છે તે ખરી રીતે હિંસા છે. એ હિંસાથી ખચવા માટે એણે પ્રયત્ન કરવા હાય તા એણે એના વ્યવહારના અર્થ પણ ફેરવવા રહ્યો. વ્યાજ લેવું એ વ્યવહાર છે; ભાઇએ ભાગ પડતાં ભાઇની વિધવાને રાવરાવી મૂકવી એ વ્યવહાર છે. કદાચ એ જ હાંશિયારી કે ચાલાકી છે; પરંતુ એ સર્વ ઓછાવત્તા હિંસાના જ પ્રકારે છે. પેાતાને અહિંસક કહેનારા માણસ આવા હિંસક સંબધા વિષે ઊંડા વિચાર કરી જાતનિર્ણય કર્યા વિના રહી શકે જ નહિ. એ ઊંડા વિચાર અને એવા નિ ય પર લાવશે કે જરૂરિયાત કરતાં વધારે સ ંગ્રહ કરવાની લાલસામાં જ હિંસા માત્રનું મૂળ રહ્યું છે. અને તેથી વ્યવહારનુ શુદ્ધિકરણ કર્યા વિના અહિંસામાનું સાચું પાલન કરવાના કોઇ માણસ દાવેા કરે તેા એ તદ્દન જૂઠાણું છે.
વ્યવહારનું શુદ્ધિકરણ, માનવ માનવ સાથેના-અને ખીજા સઘળા સબધામાં પ્રેમધર્મ ને મહત્ત્વને સ્થાન આપી, બીજા બધા લાભને ગાણુ સ્થાન આપશે. અહિંસામાં વિશ્વવ્યાપી ધર્મ અનવાનું બળ રહ્યું છે તે આવી સાચી ઉપાસના હોય ત્યારે જ શકય બને છે. ધર્મનાં બે સ્વરૂપે આચાર-અને વિચાર–એ અને ત્રાજવાને સ્થિર ને સમ રાખવા માટે માનવદેહ દાંડીરૂપ ગણાવા જોઇએ. માનવદેહની એ જ વિશિષ્ટતા છે. અહિંસા એ હરેક મનુષ્યના ને હરેક પળના ધર્મ છે. પછી એની ઝીણવટભરેલી સમાલેાચના કર્યા વિના કે સમયા વિના કેવળ શબ્દાર્થ ને જ વળગી રહી, એના નકારાત્મક ભાગને પ્રધાન રૂપ આપવામાં આવે તા એના ખરેખરા મહત્ત્વના અર્થ-વિશ્વવ્યાપી પ્રેમ-એ ગાણુ ખની જઈ અહિંસાધર્મીની ભવ્યતાને ખંડિત કરે છે. એટલા માટે અહિંસા શબ્દ ખૂબ વ્યાપક અમાં અને નિત્યજીવનના વણાટમાં લેવાની જરૂરિયાત છે. ત્યારે જ એ શબ્દમાં જે વિશ્વવ્યાપી સજીવન ખળ રહ્યુ છે તે બહાર પ્રગટ થાય અને આ વિશ્વને પ્રેમમય કરી મૂકે.
* ૧૨૬
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org