________________
પંડિત લાલચંદ ગાંધી ગોપાલ ગિરિ] (ગવાલિયર) અને ત્રિભુવનગિરિ (તિડુણગિર) વિગેરે દેશોના રાજાએને ૮૪ વાદ-વિજયદ્વારા રંજિત કરનાર રાજગચ્છના પ્રદ્યુમ્નસૂરિ. ધનેશ્વરસૂરિ વિગેરે
માલવાના મહીશ મુંજરાજ અને મહારાજા ભેજની રાજસભામાં વાદમાં જયલક્ષમી વરનાર, ત્રિભુવનગિરિના નરેશ કર્દમ ભૂપતિ-રાજગછની નાયક રાજર્ષિ ધનેશ્વરસૂરિ તથા ભેજના મનમાં વાસ કરનાર દેવભદ્ર વિગેરે.
ગૂર્જરેશ્વર ભીમદેવથી સન્માનિત અને માલવેશ્વર ભેજની વિદ્વત્સભાને પ્રતિભાથી પરાભૂત કરનાર ગેવિદાચાર્ય, સૂરાચાર્ય, વાદિવેતાલ શાંતિસૂરિ, મહેન્દ્રસૂરિ વિગેરે. વિજયસિહાચાર્ય
શીઘ્રકવિત્વશક્તિથી પરમ પ્રકર્ષ પામેલા જે કવિને તેના અર્થકાવ્યથી પરિતુષ્ટ થઈ મહારાજા નાગાર્જુનરાજે “ખદ્ગાચાર્ય' બિરૂદ આપ્યું હતું અને લાટેશ્વર વત્સરાજના મિત્ર કવિ સેલે ઉદયસુંદરીકથા ( ગા. એ, સિ. પૃ. ૧૫૫) માં મિત્ર તરીકે જેમનું સંસ્મરણ કર્યું છે, તે વિજયશીલ વિજયસિંહાચાર્ય. જિનેશ્વરસૂરિ
અણહિલવાડ પાટણ (ગુજરાત) માં ગૂર્જરેશ્વર સોલંકી દુર્લભરાજની વિચક્ષણ પંડિતવાળી રાજસભામાં ચૈત્યવાસીઓ સાથેના વાદમાં વિજયશાલી થનાર જિનેશ્વરસૂરિ.
વિક્રમની ૧૨મી સદીમાં માલધારી અભયદેવસૂરિ
જેમના સદુપદેશથી પ્રતાપી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે પોતાના સમસ્ત દેશમાં એકાદશી અને પર્યુષણા જેવા દિવસમાં શાસનદાનપૂર્વક અમારિ (અહિંસા) કરાવી હતી.
જેમના સંદેશ(લેખ)થી પણ શાકંભરીધર પૃથ્વીરાજ રાજાએ રણથંભોરમાં જિનાલય પર સોનાને કળશ ચડાવ્યા હતા.
ગે પગિરિ (ગવાલિયર )ના શિખર પર રહેલ ચરમજિન (મહાવીર)ના મંદિરના (કુત્સિત રાજદ્વારીઓએ ચિરકાલ અવરુદ્ધ કરેલા ) દ્વારને જેણે ત્યાં જઈ ભુવનપાલ નામના રાજાને કહી અતિશય પ્રયત્નપૂર્વક ખુલ્લું કરાવ્યું હતું.
જેમને સ્વર્ગગમન-સમયની સ્મશાનયાત્રા-વિભૂતિને રાજા જયસિહ (સિદ્ધરાજે ) પરિજન સાથે પ્રાકાર (કેટ) ના પશ્ચિમ અટ્ટાલક પર રહીને જોઈ હતી અને જે નિર્ચન્થના
શતાબ્દિ ગ્રંથ ]
* ૮૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org