________________
પંડિત ભાલચંદ્ર ગાંધી
મુહસ્તી
જેમના ચરણ-કમલની સેવાથી સુસમૃદ્ધ સામ્રાજ્ય પ્રાપ્ત થતાં મહારાજા સંપ્રતિએ અર્ધભારતનાં પ્રત્યેક નગર, ગામ વિગેરેને જિનચૈત્યેથી વિભૂષિત કર્યા–તે દીર્ધદશી આર્ય સુહસ્તી. પાલિત્તસૂરિ
પ્રતિષ્ઠાનપત્તન (પૈઠણ, દક્ષિણ)ના સમ્રાટ હાલ (શાલિવાહન)થી સારી રીતે સન્માનિત થયેલા તથા પાટલિપુત્ર (પટણા ) ના પૃથ્વી પતિ મુરુંડરાજ વિગેરેના પ્રીતિપાત્ર, વ્યોમવિહારી તરંગવતીકથાકાર પ્રખ્યાત પાલિત્ત ( પાદલિપ્ત ) સૂરિ. કાલકાચાર્ય
શાલિવાહનની પ્રાર્થનાથી પ્રતિષ્ઠાનપત્તનમાં સંઘના આદેશપૂર્વક પર્યુષણ પર્વને પંચમીના સ્થાને ચતુથીમાં પ્રવર્તાવનાર તથા ઉજજયિની (માળવા)ના ઉન્મત્ત અનીતિમાન રાજા ગર્દભિલ્લને પારસકૂલના ભક્ત શકશાહિરાજાઓ દ્વારા પદભ્રષ્ટ-રાજ્યભ્રષ્ટ કરાવનાર પ્રસિદ્ધ ક્ષત્રિય કાલકાચાર્ય. સિદ્ધસેન દિવાકર
ઉજજયિની (માળવા )ના સંવત-પ્રવર્તક સુપ્રખ્યાત વિક્રમાદિત્યથી વિશિષ્ટ સત્કાર પ્રાપ્ત કરનાર દક્ષિણાપથમાં દિવંગત થયેલા સુપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકર. વસ્વામી
અનેક પ્રકારે જેન–શાસનની પ્રભાવના કરનાર, દુભિક્ષના વિષમ સમયમાં શ્રી સંઘને સુભિક્ષ પુરીમાં લઈ જઈ સુરક્ષા કરનાર આકાશમાર્ગે વિચરનાર, પુરીના બદ્ધ રાજાને પ્રજા સાથે જેન બનાવનાર આર્યવજા. ખપુટાચાર્ય
ગુડસલ્ય ( ગુડશસ્ત્ર ) પુરના વેણિવત્સરાજ રાજાએ જેની વિદ્યાનું અદ્ભુત માહામ્ય જોઈ વીતરાગ ( જિન ) મત સ્વીકાર્યો અને સમીપના પર્વત પર પોતે પૂર્વે કરાવેલા બુદ્ધદેવી તારાના મંદિરને લીધે તારાપુર નામથી ઓળખાતા સ્થાન (તારંગા)માં પાછળથી તેણે જ સિદ્ધાયિકાનું ભવન કરાવ્યું, ( જે સ્થાનને કાલવશાત્ દિગંબરોએ ગ્રહણ કર્યું હતું, પરંતુ પાછળથી જ્યાં કુમારપાલ ભૂપાલે જસદેવના પુત્ર અભય દંડનાયક દ્વારા અજિત જિતેંદ્રનું ઉંચું મંદિર કરાવ્યું હતું ) તે રાજ–પ્રતિબોધક વિદ્યાસદ્ધિ આર્ય ખપૂટાચાય શતાબ્દિ ગ્રંથ ]
* ૮૫ %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org