SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક જ્યોતિધર જૈનાચાર્યો કાયાદ્વારા પાપકારી પ્રવૃત્તિને આજીવન પરિહરનારા, શુભ પ્રવૃત્તિને સમાચરનારા, પરોપકાર–પરાયણ વિશ્વ-બંધુઓ, કષાયકલુષિતતાથી દૂર રહેનારા કરુણ-સાગર કલ્યાણ મિત્રો, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિપરિગ્રહતા જેવાં મહાવ્રતોનું પરિપાલન કરનારા, સદાચારમાં સ્વયં પ્રવૃત્ત થઈ, સદાચાર દર્શાવી અન્ય જનોને સદાચારમાં પ્રવર્તાવનારા, તીર્થકરના ગંભીર જવાબદારીભર્યા માનવંતા પ્રતિનિધિત્વને ખરી વફાદારીથી દીપાવનારા, શ્રમણ ભગવાન મહાવીરના વિશ્વ-વાત્સલ્યભર્યા સનાતન સિદ્ધ ધર્મ–અહિંસામંત્ર–સંદેશનો વિશ્વમાં પ્રચાર કરનારા, વૈર-વિરોધનો વિછેદ-વિનાશ કરી-કરાવી વિશ્વમાં શાંતિ વિસ્તારનારા, વિશિષ્ટ સદ્દગુણોથી વિભૂષિત થઈ, ગચ્છ-ગણ-સાધુસમુદાયને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ-કર્તવ્યજ્ઞાન આપી તેની સાર-સંભાળ-સંરક્ષા-વ્યવસ્થા કરી, મહાવીરની પરમપવિત્ર પટ્ટ-પરંપરાને દીપાવનારા, વિવિધ વાડમય, વિવિધદેશ-ભાષા, વિવિધ દેશ ચાર વિચારમાં વિજ્ઞ બની વિશ્વ-હિત માટે વિવિધ દેશોમાં વિચરનારા, પ્રશસ્ત મનોયોગથી, માધુર્યભરી હૃદયાલાદક હિતકર વાણીથી અને પ્રભાવક શક્તિથી પ્રબોધ આપી જનસમાજને જૈન-પ્રવચનનું પીયૂષપાન કરાવનારા અને એ તરફ આકર્ષનારા મહાપુરુષો હોય છેજેમના સગુણેનું વર્ણન અનેક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. નમન કરવા યોગ્ય, પંચ પરમેષ્ઠીઓમાં મહામાન્ય સદામરણીય મંગલમય નમસ્કાર મંત્રમાં અને સિદ્ધચક્રમંડલમાં જેમનું પ્રતિષ્ઠિત સ્થાન અને શાશ્વત સંસ્મરણ છે; તે, રાગ-દ્વેષાદિ દેષરહિત જિનદેવના પવિત્ર શાસનને શોભાવનારા આચાર્યો શ્રીસંઘ પર પોતાની અમૃતમય મંગલમય દિવ્ય જ્યોતિને પ્રકાશ પ્રકટા. પ્રભાવનાનાં સાધનો જેન–શાસનરૂપી ગગનાંગણમાં પ્રકટેલી પ્રકાશમાન જળહળતી એ દિવ્યજ્યોતિર્મય વિભૂતિએ પરસિદ્ધાંતના તાત્વિક બધ સાથે ઉત્કૃષ્ટ પ્રવચન-જ્ઞાન દ્વારા, સંવેગ-નિર્વેદજનક ધર્મપ્રેરક પ્રશસ્ત ધર્મકથાઓદ્વારા, પ્રશંસનીય વિજયદાયિની વાદશક્તિદ્વારા, સુનિશ્ચિત અદભુત નિમિત્તજ્ઞાનના પ્રસંગનુસાર પ્રકાશન દ્વારા, પ્રશંસાપાત્ર ઉચ્ચ પ્રકારની તપ:શક્તિથી, વંદનીય વિવિધ વિદ્યાઓ અને સિદ્ધિઓથી તથા સદ્ભાવજનક ઉત્કૃષ્ટ કવિત્વશક્તિથી પિતાની પ્રભાવકતાનો પરિચય કરાવી, ગણ–સંમત, રાજ-સંમત અને લેક–સંમત થઈ જૈનશાસનને પ્રભાવિત કર્યું છે–પ્રભાવશાલિ–ઉજવલ કીર્તિશાલિ તરીકે ઉદ્યોતિત કર્યું છે. વિજયના પ્રસંગે વિશ્વહિતકારક પરમ પવિત્ર કર્તવ્ય ધર્મ બજાવતાં, આવી પડતાં વિહ્વોને ઝીલતાં, અસહિષ્ણુ, અજ્ઞાની, વિદ્વેષી પ્રતિપક્ષીઓ તરફથી કરાતા મિથ્યા આક્ષેપો અને વિવિધ પ્રકારનાં આક્રમણોના વિષમ પ્રસંગે પણ જેઓએ અદ્ભુત વૈર્યથી, દીર્ઘદશી ડહાપણથી, સમયસૂચકતાથી, પ્રબલ યુક્તિ અને પ્રમાણેનાં સાધનોથી, નિષ્પક્ષપાત નિરીક્ષણથી અને ઉચ્ચ પ્રકારની કર્તવ્ય નિષ્ઠતાથી અવિચલ રહેતાં પરિણામે વિજય પ્રવર્તાવ્યું છે. નિર્દોષ જેન–શાસનને * ૮૨ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy