________________
શ્રી મંજુલાલ રણછોડલાલ એમના ત્યાગને-પ્રજ્યાને આજે પ૭ વર્ષો વીતી ગયાં છે. પાટણના જ્ઞાનભંડારો ઉદ્ધાર અને પદ્ધતિસરની વ્યવસ્થા એઓશ્રીના પિતાના વિદ્વાન શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી અને પ્રશિષ્ય પુણ્યવિજયજીના સહકારથી પ્રશંસાપાત્ર થવા પામી છે. ભંડારોની સમગ્ર પરિચયાત્મક યાદીઓ, તૈયાર કરી-કરાવી જ્ઞાન-મંદિરમાં રહેલું જ્ઞાનધન લેકગમ્ય કરવામાં તેમને ફાળે અદ્વિતીય છે. - પ્રવર્તકજી મહારાજ તેમની જ્ઞાનોપાસનાની સેવામાં તેમને સવા સહકાર આપે એવા “શ્રી જેન આત્માનંદ ગ્રંથ રત્નમાલા” નામની પોતાના ગુરુના સ્મરણમાં શરૂ થયેલી ગ્રંથમાલાનું સંપાદન કરી શકે એવા વિદ્વાન શિષ્ય મેળવવા ભાગ્યશાળી થયા છે એ એક સુભાગ્ય છે. લીંબડી, છાણી વગેરેનાં જ્ઞાનમંદિરે તેમના સંયુક્ત પરિશ્રમનાં જ ફલ છે. એ વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં મુનિશ્રી પુણ્યવિજયજીએ અનેક શાસ્ત્રીય સંપાદને કરીને તથા જેન ચિત્રકલ્પદ્રુમમાં પ્રકટ થયેલા “ભારતીય શ્રમણ લેખનકળા” જેવા અપૂર્વ શેખેળભરેલા લેખ લખીને ગુરુ અને દાદાગુરુનું ગૌરવ વધાર્યું છે.
વડોદરાના જ્ઞાનમંદિરમાં કાંતિવિજયજી મહારાજનો સંગ્રહ, તેમાંની તાડપત્રની પોથી. ઓને લીધે ખૂબ સમૃદ્ધ છે. એકંદર ૮૬ પોથીઓમાં થઈને સો સવાસો ગ્રંથ ઊતારેલા છે. તે ઉપરાંત ૨૧૯૨ કાગળ ઉપરની પોથીઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના ગ્રંથની છે, અને ૭ જૂની ગુજરાતી તથા હિંદી શેની છે. આ સંગ્રહમાં ખાસ કરીને પાટણના તથા પૂનાના ભંડારમાંની દુમિળ પોથીઓની નકલે પ્રવર્તકજી મહારાજે મેળવીને રખાવી છે.
પ્રવર્તક મહારાજની દીક્ષાના સહયોગી શ્રી હંસવિજયજીની જન્મભૂમિ પણ વડેદરા છે. પૂર્વાશ્રમમાં એ છોટાલાલ નામધારીના પિતાનું નામ જગજીવનદાસ, માતાનું માણેકબાઈ અને ભાઈઓનાં નામ દલપતભાઈ અને નાનાભાઈ હતા. એમનો જન્મ સં. ૧૯૧૪ ના . અષાઢ વદિ અમાસ–દીવાસાને દિવસે થયે હતો. સોળ વર્ષની વયે સુરજબાઈ સાથે લગ્ન થતાં, એ ગૃહસ્થાશ્રમી થયા હતા અને ઝવેરાતને ધંધો કરતા.
એ અને પ્રવર્તક મહારાજ અને મિત્ર હતા. લગ્ન પછી પાંચ વર્ષે છોટાલાલ છગનલાલ સાથે અંબાલા જેટલે દૂર સ્થળે ઘર છોડી ચાલી નીકળ્યા. ‘હું સવિજયજી” નામથી દીક્ષા લેનાર છટાલાલના પિતા પુત્રને ને લીધે પાછળ આવી પહોંચ્યા, સંસાર ન છોડવા તેમને વારંવાર સમજાવ્યા પરંતુ તેમનો નિશ્ચય અડગ રહ્યો. મહારાજશ્રીએ જેનશાસ્ત્રોને સારે અભ્યાસ કર્યો હતો. પોતે પ્રકૃતિએ શાંત અને ઉગ્રવિહારી હતા. તેમણે ઘણું ગ્રંથ અને સ્તવને રહ્યાં છે. વિક્રમ સં. ૧૯૦ ના ફાગણ શુદિ ૧૦ રવિવારે પાટણમાં એ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા હતા.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org