________________
વડોદરાનું શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર આવું એક પ્રસિદ્ધ જ્ઞાનમંદિર વડોદરા શહેરમાં લહેરીપુરા દરવાજા અને માંડવીની વચમાં આવેલી નરસિંહજીની પિળમાં સ્થાપન થયેલું છે.
એના સંસ્થાપક બે સબ્રહ્મચારી મુનિ મહારાજ હતા. તેમના દીક્ષાગુરુ શ્રીમદ્ વિજયાનંદસૂરિ–પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી હતા. એ યુગપ્રધાન જેવા પ્રભાવક આચાર્યશ્રીની જન્મ શતાબ્દિ પ્રસંગે, તેમના એ પ્રભાવક શિષ્યોના ચિરસ્થાયી ગુરુ સ્મારકરૂપી કાર્યને પરિચય આપવાનું સમાચિત ગયું છે, જેથી પરંપરાએ એ ગુરુનું જ નૈરવ થયું કહેવાય.
જ્ઞાનમંદિરની યોજના અને તે માટેનો પ્રેત્સાહક ઉપદેશ પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીનો હતો. એ પહેલાં એ માટે ઉપદેશની શરૂઆત સંવત ૧૯૫૨ માં થઈ હતી. તે સમયે શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણીખાતા તરફથી પાટણ ભંડારોના ગ્રંથમાંથી કેટલાકને ગુજરાતી અનુવાદ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીદ્વારા તૈયાર થઈ પ્રકટ થતા હતા. આ પ્રવૃત્તિને અગે શ્રી. મગનલાલ ચુનીલાલ વૈધે કુમારપામવષનું ગુજરાતી ભાષાંતર કરી આપ્યું હતું. તેના પુરસ્કાર તરીકે તેમને રૂા. ૫૦૦) સરકારમાંથી મળેલા..
એ પુરસ્કાર, જ્ઞાને પાસના કરનાર સાચા શ્રાવક તરીકે શ્રી વૈદ્ય જ્ઞાનમંદિરની સ્થાપનાખાતે પહેલા ફાળામાં આપ્યા. (જેમની છબી જ્ઞાનમંદિરના ઉપરના ખંડમાં એક સ્થળે મૂકવામાં આવેલી છે. ) તે પછી તેમના પિતાશ્રી ચુનીલાલ વૈદ્ય ઉદ્યાપન નિમિત્તે આશરે ત્રણેક હજારની રકમ કાઢી અને તે પછી જુદા જુદા ગામોના ગૃહસ્થની આર્થિક મદદથી આજના જ્ઞાનમંદિરની રચના થવા પામી છે. જ્ઞાનની પરબ જેવા જ્ઞાનમંદિરની સ્થાપના કરવા માટે પ્રવર્તકજી મહારાજ તથા કઈક અંશે શ્રી હંસવિજયજી મહારાજનો ઉપદેશ કારણભૂત હતો. અને તે માટેનું આવશ્યક દ્રવ્ય ભેગું કરવામાં વડોદરાના શેઠ ગોકળભાઈ દુર્લભજી ઝવેરીને તનતોડ પ્રયત્ન હતો. એકંદરે આખું મંદિર નિર્માણ કરવામાં લગભગ ચાલીસ હજારનું ખર્ચ થયેલું છે.
મંદિરની રચના સરસ્વતી દેવીને વસાવવા યોગ્ય ભવ્ય તથા સુંદર છે. આ સરસ્વતી પ્રાસાદ પથ્થરથી બાંધવામાં આવ્યો છે. ઉત્તરાભિમુખ આવેલા મંદિરને પૂર્વ-પશ્ચિમ પગથિયાં છે. ત્યાંથી અંદર જતાં વિશાળ ખંડ આવે છે. તેને મેટો ભાગ મુદ્રિત પુસ્તકોનાં કબાટથી ભરેલી છે. બાકીના ભાગમાં ત્યાં પાઠશાળા બેસે છે. સવારે ૮ થી ૧૦ અને સાંજે ૭ થી ૯ ત્યાં જેન બાલકોને આવશ્યક ધર્મજ્ઞાન તથા સંસ્કૃત-પ્રાકૃતનું ભાષાજ્ઞાન આપવાનો પ્રબંધ થયેલો છે.
*. જેમના ઉત્સાહી પુત્ર વૈદ્યરાજ વાડીભાઈ અમદાવાદમાં દવાખાનું ચલાવે છે. શતાબ્દિ ગ્રંથ ]
-
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org