________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ પણે વિહાર કરે છે, પંચાવન દિવસે સ્વામીને કેવલજ્ઞાન થાય છે એટલે દેવ અસુરો મળીને સમવસરણ રચે છે.
૮૧ નેમિસ્તુતિ, ૮૨ સમવસરણમાં ત્રણ ગઢ દે રચે છે તે રવિચંદ્ર જેવા કાંતિના ભંડાર છે. ત્યાં જિનેશ્વરે ચાર પ્રકારને ધર્મ (દાન, શીલ, તપ, ભાવનારૂપી) પ્રકા, આથી કૃષ્ણને આનંદ થયે. પીયુ પાસે રાજીમતી પણ મનમાં આનંદિત થઈને સંજમભાર ગ્રહણ કર્યો-દીક્ષા લીધી અને નેમિને છોડી રાજેમની પહેલી મોક્ષે સીધાવી. પછી નેમિનાથ મેક્ષે ગયા.
૮૫–૮૭ આમ રામતી અને યદુકુલશણગાર નેમિનાથ જે કારણે અવતર્યા તે સિદ્ધ કર્યું ને ત્રિભુવનમાં તેમનો (કીર્તિન) વિસ્તાર છે. તે સ્ત્રી-પુરૂષને ધન્ય છે કે જે ગિરિનાર પર્વત પર ચડીને ગજેન્દ્ર કુંડમાં પાણીથી જિનને (જિનમૂર્તિને) —વડાવે છે અને મનના આનંદથી નવનવી આંગી રચીને પૂજે છે, ગુણેનું સ્તવન કરે છે ને સ્તુતિ કરે છે કે તું અકલ, મલ રહિત, સર્વજ્ઞ છે, તને નમનારને ધન્ય છે, તું પાવન અને સ્વાભાવિક સનાતન છે, તારો જય હે. ૮૭ નેમિસ્તુતિ. કવિને ઉપસંહાર. ૮૮ સરસ્વતીની કૃપાથી અંતરના ભાવ અને નાદથી આ ચરિત્ર રચ્યું છે, તે લક્ષ્મીના વિલાસની લીલાનું કમળરૂપ છે, તેને સાંભળતાં મેહ જાય છે અને કલિકાળના મેલને તે નાશ કરે છે.
માણિજ્યસુંદરસૂરિ એ રચનારનું નામ છે. તે સુંદર ગુણના ભંડાર નેમનાથના ચરણકમલને ઉપાસક ભ્રમર છે. (પછીની કડીઓ નથી. હવે બીજી પ્રતોની કડીઓ લઈએ) યાદવકુલના અલંકાર હીરા, મેઘ સમ ગંભીર, મદનને રોકનાર વીર (નેમિપ્રભુ !) તું અમારે સ્વામી શ્યામ અને ધીર છે, હાથી જેવો સબલ, પ્રકૃતિથી સિંહ સમાન, અને સૂર્ય જેવી કાંતિવાળા શરીરવાળે છે. ૯૦ જેણે આંતરિક શત્રુને સહેલાઈથી જીત્યા છે, વિષમ મહમદને રણમાં હણ્યા છે એવા નેમીશ્વરનો આ સંવાદ છે. તે યદુકુલમાં મણિરૂપ રાજીમતી રાણી તું તો અમારી મા છો અને એક મહાન યોદ્ધાની ગૃહિણું જગમાં પ્રસિદ્ધ છે અને મોક્ષરૂપ મહેલમાં તારું નિશ્ચલ સ્થાન છે. ૯૧ રચનારના નામમાં જે “ક” જોડાક્ષર છે તેમાં બે અક્ષર મળ્યા છે તે પ્રમાણે નેમિનાથ અને રાજીમતી બંને ત્યાં મોક્ષમાં મળ્યા છે અને સુંદર પરમબ્રા સાથે ભળ્યા છે અને ત્યાં દુ:ખ રહિત વિલાસ કરે છે. આ નેમિજિનનું ચરિત સારા છંદમાં રસથી અને આનંદથી સુન્નો ભણે ને સાંભળે તે તેનું મંગલ હંમેશાં થાય છે. આ કડીમાં “ક” અને “સુંદર એ બેથી કવિ પિતાનું નામ “માણિજ્યસુંદર” એક રીતે બતાવી આપે છે.
શાબ્દિ ગ્રંથ ]
* ૬૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org