SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. સુશીલ બેલગોલમાં એમને જન્મ થયો હતો. ઈ. સ. ની સાતમી સદી–પ્રથમાધે, એમને જન્મસમય મનાય છે. એમ કહેવાય છે કે તેઓ રાજપુત્ર હતા. ધર્મની શોધમાં એમણે પિતૃગૃહનો ત્યાગ કર્યો હતો. ઈ. સ. ૭૫૩-૫૪ માં રાષ્ટ્રકૂટરાજ દક્તિદુગે, ચાલુકને હરાવી કાંચીનગરીને કબજે લીધે હતા. અકલંકદેવ એ વખતે વિદ્યમાન હતા. દાર્શનિક તરિકેની એમની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ ચૂકી હતી. દંતિદુર્ગની પછી જ્યારે કૃષ્ણરાજ (પ્રથમ) શુભતુંગ ગાદી ઉપર આવ્યો ત્યારે પણ અકલંકદેવ પિતાનું ઉચ્ચ સ્થાન જાળવી રહ્યા હતા. - કાંચીરાજ હિમશીતલના સમયમાં, રાજસભામાં જ બૌદ્ધો સાથે ઘણો મોટો શાસ્ત્રાર્થ થયો હતો અને બૌદ્ધો એમાં હારી ગયા હતા. વધુમાં એમ પણ કહેવાય છે કે શાલીવાહન શક ૭૧માં હિમશીતલના સમયમાં, ઉત્તરાપથથી ઘણા જેને કાંચીમાં આવીને વસ્યા હતા. એ વખતે કાંચી અરણ્ય જેવું જ હતું. જેનેએ અરણ્ય કાપીને સાફ કર્યું અને વસવાટ શરૂ કર્યો. એ જ અરસામાં, શાસ્ત્રાર્થમાં બૌદ્ધોને અકલંકદેવે હરાવ્યા. પહેલાં તો એવો ઠરાવ થયો હતો કે બૌદ્ધો જો હારે તો એમને ઘાણીમાં ઘાલી પીલી નાખવા, પરંતુ રાજા પોતે દયાળુ હોવાથી એમને સિંહલદ્વીપમાં નાસી જવાની પરવાનગી મળી. અકલંકે, સામન્તભદ્ર નામના જૈન દાર્શનિકની “ તમીમાંસા” ઉપર અષ્ટશતી ટીકા લખી છે. એ સિવાય “ લઘીયઐય” “ ન્યાયવિશ્રય” “અકલંકસ્તોત્ર” “સ્વરૂપસંબોધન ” “ પ્રાયશ્ચિત્ત” “દેવામસ્તોત્રન્યાસ” “પ્રમાણરત્નપ્રદીપ” અને “તત્વાર્થવાર્તિક' નામના ગ્રંથ ઉપર તત્ત્વાર્થ વાર્તિક વ્યાખ્યાનાલંકાર નામે ટીકા પણ લખી છે. કાનડી ભાષામાં “જૈન વર્ણાશ્રમ” નામે એક ગ્રંથ પણ એમણે રચે છે. આપ્તમીમાંસા વિષે બીજી “અષ્ટસહસ્ત્રી” ટીકા લખનાર શ્રી વિદ્યાનંદ અથવા પાત્રકેસરીએ શ્રી અકલંકદેવનો નામોલ્લેખ કર્યો છે–પોતે એમના જ પગલે ચાલ્યા છે એમ એમણે સ્વીકાર્યું છે. માણિકયનંદીએ પિતાના “પરીક્ષામુખ” માં અને પ્રભાચંદે ‘પ્રમેયકમલમાર્તડ'માં આ અકલંકનો ઉલ્લેખ કર્યો છે. * ન્યાયમદ-ચન્દ્રોદય નામક અકલંકરચિત લધીયઐય ગ્રંથની ટીકામાં એમણે પોતાને એમના શિષ્ય તરિકે ઓળખાવ્યા છે. १ जीयाच्चिरमकलंकब्रह्मा लघु हव्व नृपतिवरतनयः' अनवरतनिखिलविद्वजननुत विद्यः प्रशस्तजनहृद्यः इति तत्त्वार्थवार्तिकव्याख्यानालंकारः प्रथमोऽध्यायः એક “ દિગંબર કથા કેષમાં ” નિષ્કલંક તથા અકલંકને, માન્યખેટના શુભતું. રાજાના પુત્ર તરીકે ઓળખાવ્યા છે. શ્રી ભાંડારકર માને છે કે એ રાજા પ્રથમ કૃષ્ણ હોવો જોઈએ. ૨ શ્રવણબેલગોલાના એક શિલાલેખમાં મહિલસેન કહે છે કે અકલંકદેવે મહારાજ સાહસતું ગની સભામાં ત્રણ લોક ઉચ્ચાર્યા. ત્રીજા કલેકમાં ધેના પરાજયને પ્રસંગ વર્ણવાયેલો છે – नाहंकारवशीकृतेन मनसा न द्वेषिना केवलम् , नैरात्म्यं प्रतिपद्य नश्यति जने कारुण्यबुध्ध्या मया । राज्ञः श्रीहिमशीतलस्य सदसि प्रायोविदग्धात्मनो. बौद्धौघान् सकलान् विजित्य सुगतः पादेन विस्फोटितः * अकलंकवचोम्भोधे ऋने येन धीमता. न्यायविद्यामृतं तस्मै नमो माणिक्यनन्दिने શતાબ્દિ ગ્રંથ ] * ૩૯ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy