________________
3. હીરાનંદ શાસ્ત્રી અને શ્રી સારાભાઇ મણિલાલ નવાખ
૩ ગુરુમૂર્ત્તિ-ગુરુમહારાજ લાકડાના બાજોટ ઉપર પદ્માસને પ્રવચન મુદ્રાએ હાથ રાખીને બેઠેલા છે. તેઓના શરીરના વણુ પીળે અને કપડાંને વર્ણ સફેદ છે. જમણા પગની પલાંઠી ઉપર આઘા રાખેલે છે.
૪ વૈરાટ્યા–શરીરને વર્ણ શ્યામ, મસ્તક ઉપર ત્રણા, ઉપરના અને હાથમાં સર્પ, નીચેના જમણા હાથ વરદમુદ્રાએ તથા ડાબે હાથ ખાલી છે. તે ભદ્રાસનની બેઠકે બેઠેલી છે. ચિત્રમાં તેણીની એળખાણુ માટે કોઇપણ જાતનું ચિહ્ન ચોતરવામાં આવ્યું નથી પણુ વાસ્તવિક રીતે ત્યાં અજગરનું ચિહ્ન ચિત્રકારે ચીતરવુ જોઇતુ હતુ, જે શરતચૂકથી રહી ગયું હાય તેમ લાગે છે.
ઉપર્યુક્ત ચાર ખૂણાના ચાર ચિત્ર ઉપરાંત ચિત્રકારે નવગ્રàા તથા નવનિધાન અને તેના અધિષ્ઠાયકનું ચિત્ર પણ ચિત્રપટમાં ચીતરેલું છે, જે આ પ્રમાણે છેઃ—
ઉપરના ભાગની જમણી બાજુએથી અનુક્રમે સૂર્ય અને ડાબી બાજુએ ચંદ્ર, પટની ડામી બાજુએ મધ્યભાગના છેડા ઉપર અનુક્રમે મંગળ અને બુધ, નીચેના ભાગમાં અનુક્રમે ગુરુ અને શુક્ર તથા પટની જમણી માજુએ મધ્યભાગના છેડા ઉપર શિન, રાહુ અને કેતુની સ્થાપના કરીને ચારે બાજુએ મળીને નવગ્રહેાની સ્થાપના ચિત્રકારે કરેલી છે. ઉપરાંત પૂર્ણ કલશના તળીઓના ભાગમાં નવકુભાકૃતિએ ચીતરીને ચિત્રકારે નવિનધાનની તથા તેના અધિષ્ઠાયક પાંચ ફણાવાળા શેષનાગની પણ રજુઆત કરેલી છે. વળી પૂર્ણ કલશના ઉપરના મુખના ભાગમાં ગણેશનું તથા કલ્પવૃક્ષનાં પાંદડાંઓનું ચિત્ર ચીતરીને ચિત્રપટ સંપૂર્ણ કરેલે છે.
સ્વર્ગસ્થ પુણ્યશ્ર્લાક પ્રાતઃસ્મરણીય મહાત્મા શ્રીમદ્વિજયાનદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ સાહેબે ભારતીય સ ંસ્કૃતિના રક્ષણ અને પ્રચાર સારું સારો ચ જિંદગી દરમ્યાન જે અથાગ પ્રયત્નો સેવ્યા છે તેને માટે કેવળ જૈન સમાજ નહિ પણ દરેકે દરેક હિંદુ તેઓના સદાને માટે ઋણી હાવા જોઇએ એવી અમારી માન્યતા છે.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
* ૧૩ *
www.jainelibrary.org