________________
ગુજરાતની જૈન સંસ્કૃતિ આ બધાં વર્ષો દરમિયાન પિતાની લાગવગ અને મેગલ શહેનશાહની સહિષ્ણુતાને યોગ પ્રાપ્ત થતાં જેનેએ જોશભેર જીણું પ્રાસાદનો ઉદ્ધાર અને જરૂર જણાઈ ત્યાં નવાની સ્થાપના કરવા માંડી. ફરી એક વખત ભારતભરમાં જૈન પ્રાસાદનો અને તેમના અણમોલ સિદ્ધાંત-અહિંસાનો પ્રચાર થયો. આજના વિદ્યમાન જૈન પ્રાસાદે પૈકી ઘણા તે સમયના છે.
શાહજહાંને યુવરાજ ઔરંગઝેબ ધર્મઝનૂની વધારે હતો. પિતાના છત્ર નીચે પોતાની ગુજરાતની સૂબાગીરી દરમ્યાન તેણે ધર્મઝનૂનથી પ્રેરાઈ અમદાવાદમાં શાંતિદાસ નગરશેઠનું બંધાવેલું ચિંતામણિ પાનાથનું દેરાસર તોડી નાખ્યું. જેને અને તેમના નાયક નગરશેઠ આ ન સાંખી શક્યા. તેમણે બાદશાહ પાસે ફરિયાદ નોંધાવી, ઔરંગઝેબ પાસેથી નુકશાન વસુલ કર્યું અને તે પૈસામાંથી નવું ચૈત્ય બંધાવ્યું, જે આજે પણ અમદાવાદના ઝવેરીવાડમાં વિદ્યમાન છે.
અનુક્રમે મુસલમાન પણ ગયા અને મરાઠા તથા અંગ્રેજો ધીમે ધીમે જેર ઉપર આવતા ગયા. એ બસે વર્ષનો ઈતિહાસ અંધારામાં છે; પણ જે અદ્વિતીય ગ્રંથભંડારો, સુંદર કલાવશેષો, રમ્ય ચિત્ય, સ્થાપત્યના સુંદર નમૂના સમ પ્રાસાદરૂપે અસામાન્ય પ્રતિષ્ઠા અને ગૌરવનો વારસો તેઓ આપણે માટે મૂકી ગયા છે તે ચક્કસ બતાવે છે કે તેઓ પણ એટલા જ બળવાન અને પ્રતિષ્ઠાવાન હશે.
અંતમાં, જે પુણ્યપુરૂષના સ્મારક નિમિત્તે આ નિબંધ લખવામાં આવ્યો છેતેઓ શ્રીમદ્વિજયાનંદસરિ ઉર આત્મારામજી મહારાજનો તથા હાલમાં વિચરતા તેઓશ્રીના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને પણ ગુજરાતની જૈન સંસ્કૃતિના રક્ષણ અને પ્રચાર માટે ફાળ પણ કાંઈ જે તે નથી. અને આપણે ઈચ્છીએ કે તેઓશ્રીને પરિવાર જે ભિન્ન ભિન્ન વિચારોમાં વહેંચાઈ ગએલે આજે દેખાય છે તે આ પ્રમ્રપ્રસંગે એકત્ર થઈને જૈન સંસ્કૃતિના પ્રચાર અને રક્ષણ માટે કટિબદ્ધ થાય.
L• T
E
.
*
૮
.
[ શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org