________________
શ્રીમદ્ આત્મારામજી તરફથી પત્રો
તા. ૧૩-૧૦-૮૮ [ આસો સુદ ૯ સં. ૧૯૪૪ ] મુમુંબાઈ શ્રાવક પુન્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શા. મગનલાલ દલપતરામ યોગ્ય શ્રી મેહસાણાથી લી. મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદાનંદસૂરિજી ( આત્મારામજી ) આદિ સાધુમંડળ ઠાણાં ૧૫ ના તરફથી ધર્મલાભ વાંચજે.
જત લખવાનું કે સાહેબનો કાગળ તા. ૭ મીન લખે આવ્યો છે તે આ કાગલની સાથે મેકલ્યા તે વાંચી પાછો મોકલી દેજે. એમાં જે ઉત્તર એમને (B) મંગાવ્યા છે તે હમ આજરોજે તૈયાર કરી કાલે મોકલી દેઈશું તે જાણજે.
તમે એમને કાગળ લખી દેજે બીજું અત્રેથી આજરોજે જૈન તત્વદર્શની પડી રજીછર કરીને મોકલાવી છે તે બદલ પણ લખજો–બીજું લખજે કે યૂરોપ દેશના છાપાનું પુસ્તક—“ રિગવેદસંહિતા ” હમારે ખપ છે માટે મંગાવીને મોકલે અને એની કીમત શી તે પણ લખી જણાવે.
પ્રથમ કીમત લખી મંગાવો, પછી હમોને લખજે એટલે જે મંગાવવાની મરજી હશે તો મંગાવીશું.
( આ શ્રી વલ્લભવિજયજીના હસ્તાક્ષરમાં છે. સાહેબ એટલે હૈંર્નલ સાહેબ.સંપાદક) )
[ તા. ૧૭-૧૦-૮૮ આસો સુદિ ૧૩ સં. ૧૯૪૪. ] મુ. મુંબાઈ શ્રાવક...વાંચજે ( ઉપરના પત્ર પ્રમાણે )
કાગળ તમારો આવ્યો તે પહોંચ્યો છે. વાંચી સમાચાર સર્વ જાણ્યા છે. આજ રોજે સાહેબને ઉત્તર તૈયાર કરી ટપાલ મારફતે મોકલ્યા છે તે જાણો.
શ્રાદ્ધવિધિ અહીંના ભંડારમાં સારી છે અને લહીએ શ્રીનાથ અમદાવાદમાં શુદ્ધ લખે છે વાસ્તે લખાવવી હોય તે લખજે–સાહેબને લખજે કે શ્રાદ્ધવિધિ પ્રકરણ તથા શ્રાદ્ધવિધિ કૌમુદી બે ય એક જ ગ્રંથ છે.
તમે શાંતિવિજયજીને લખજે એટલે એ ખંભાતી કાગળનાં પાનાં પડાવી લીઆ શ્રીનાથને લખવા આપશે–અને હમો અત્રેથી પરત તમારો કાગળ આવેથી મોકલી દેઈશું.
સાહેબને લખજે કે માહારાજજીને હવે ચોમાસામાં થોડા દિવસ રહ્યા છે અને ચોમાસા બાદ એક જગાએ રહેવાનું નથી, માટે માહારાજજીની નજર આગળ લખાય શતાબ્દિ મંચ ]
: ૧૨૩ :.,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org