________________
યુગપુરુષને અધ્ધાંજલિ યેલ તે સૂવથી આચાર્યશ્રીને ઘણે આનંદ થયો. હર્બલ સાહેબે પણ પોતાના દેહાવસાન સુધી જેન ધર્મ અને ઈતિહાસમાં રસ લીધો અને વ્યક્ત કર્યો. સૂત્ર-આગમ છપાવાય નહિ, કંઈ છપાવે તે અનુમોદાય નહિ, તેને પરદેશ મોકલાવાય નહિ, કેઈ શ્રાવક કે ગૃહસ્થથી વંચાય નહિ એવી સ્થિતિ હતી, છતાં તેમણે ધર્મની પ્રભાવના અર્થે જિજ્ઞાસુ વિદ્વાનને સહાય કરવા ગ્ય છે એમ ધારી સહાય આપી.
વળી પિતાના સમયમાં દરિયાપાર થઈ અનાર્ય દેશ-ઈંગ્લાંડાદિ દેશમાં જવા પ્રત્યે કેટલાક ભાગના જૈનમાં સખત વિરોધ હતો; છતાં સને ૧૮૯૩ની ચિકાગોની વિશ્વધર્મ– પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પિતાને આમંત્રણ મળ્યું, ત્યારે પિતાથી સાધુના આચાર પાળતા થકા દરિયાપાર જવું બની શકે તેમ નહોતું તેથી બીજા માર્ગ તરીકે સૌરાષ્ટ્રના મહુવાવાસી ગ્રેજ્યુએટ શ્રી વીરચંદ ગાંધીને જૈન ધર્મના તત્ત્વોથી પરિચિત કરી જૈન ધર્મની માહિતી પૂરી પાડનાર એક ખાસ ગ્રંથ તૈયાર કરી આપી ચિકાગોની ઉક્ત પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મેકયે જ રહ્યા. કેટલાક લોકવિરોધ સખત હતો છતાં ધર્મપ્રચાર કરવામાં તે આડે આવે ન જોઈએ અને તેથી તે વિરાધની સામે થઈ–તે વિરોધનું શમન કરી ધર્મ પ્રત્યેની લાગણું બતાવી. આથી શ્રી આત્મારામજીના સંબંધે તે પરિષદમાં ઘણું સારું કહેવાયું, એ રીતે તેમણે જૈન ધર્મને પ્રથમ પરિચય અમેરિકા જેવા દૂર-દૂરના પ્રદેશમાં કરાવ્યો, અને માન મહત્ત્વ મેળવ્યાં.
જૈનધર્મનાં શાસ્ત્રોનું ખૂબ અવગાહન કર્યા પછી તેમણે જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવવા ને પ્રસારવા માટે બીજા હિંદી ભાષામાં-જૈન તત્વાદશ, તનિર્ણયપ્રાસાદ આદિ ગ્રંથ શાસ્ત્રોના દહનરૂપે રચી જૈન સમાજની પાસે શાસ્ત્રદ્વાર ખુલ્લું કર્યું. ભક્તિને ઉલ્લાસ હિંદીભાષી જેમાં વિશેષ જાગે છે માટે હિંદીમાં કેટલીક પૂજાઓ રચી.+
વળી જૈનેતર ધર્મોનું સાહિત્ય-શ્વેદાદિ, બુદ્ધ અને મહમદ સાહેબનાં ચરિત્ર વગેરેનું વાંચન-મનન કરી પોતાની એક આચાર્ય તરીકે વિશાળ વાંચન અને તેનો પરિપાક પિતામાં હોવો જોઈએ એ બતાવી આપ્યું.
- પંજાબમાં જે જિનમંદિરે છે તે સર્વ તેમના ઉપદેશનું ફળ છે. તેમના શિષ્ય-પ્રશિષ્યાદિને* બનેલ માટે સાધુ–સમૂહ આજ આખા હિંદમાં વિચરી લેકસમાજને ધર્મોપદેશ પૂરે પાડી ધર્મક્રિયાઓ કરતા-કરાવતે, સંસ્થાઓ સ્થાપતો રહ્યો છે અને જેના ધર્મની જ્યોતિ અખંડ બળતી રાખી રહ્યો છે, એને સર્વ પ્રતાપ આપણું આ સદ્દગત
- + જેનો પરિચય શ્રી. મોતીચંદભાઈએ પોતાના લેખમાં કરાવ્યો છે. જુઓ આ ગ્રંથના ગૂજરાતી વિભાગનાં પૃષ્ઠ ૧૬ થી ૨૨.
* આ શિષ્ય-પ્રશિષ્યાદિની તેઓનાં નામ, જન્મસંવત, દક્ષાસંવત વગેરેની હકીકત સહિતની એકે સત્તાવાર “ ડિરેકટરી” કરી આ ગ્રંથમાં આપવાની અભિલાષા તૃપ્ત થઈ શકી નથી; તે પૈકી કઈ તે હવે પછી તૈયાર કરી-કરાવી બહાર પાડશે.
- ૧૧૮ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org