________________
યુગપુરુષને અર્ધાંજલિ
થઈ. આ આચાર્યો શ્રીપૂજ્ય તરીકે ગણાઈ, પાલખીમાં મોટા રસાલા સાથે વિચરી, પિતાને લાગે ઉઘરાવતા હતા જેનધર્મના સાધુના કડક આચાર અને સંયમને તિલાંજલિ આપી હતી. યતિઓ કે જેમણે ઘણું રીતે શાસનસેવા બજાવી છે તે જ્યોતિષ, વૈદક, મંત્રતંત્ર કરી વ્યવસાય કરતા હતા અને જાગીર પણ રાખતા હતા. સ્થાનકવાસી જૈન સાધુઓએ દરેક સ્થળે ઉગ્ર વિહાર કરી, પોતાના કડક આચારપાલનથી સામાન્ય લોકોમાં અસર કરી અનેક મૂત્તિપૂજકોને પોતાના સંપ્રદાયમાં લીધા હતા. જે પંજાબ દેશમાં આપણું ચરિત્રનાયકનો જન્મ થયો હતો ત્યાં સ્થાનકવાસી સાધુઓ ઉપરાંત શ્રી દયાનંદે જબરો પ્રભાવ પાડ્યો હતો. દા. ત. જેનો જન્મ સ્થાનકવાસી કુળમાં થયે એ નરસિંહ પંજાબકેસરી રાજકીય નેતા લાલા લજપતરાયે આર્યસમાજની દીક્ષા લીધી હતી.
આચાર્ય વિજયસેનના શિષ્ય આચાર્ય વિજયસિંહના હસ્તદીક્ષિત શિષ્ય સત્યવિજય કે જેને “
કિદ્ધારક તરીકે ગણવામાં આવે છે તેની શિષ્ય પરંપરામાં પદ્મવિજય+ થયા. તેમના રૂપવિજય–કીર્તિવિજય-કસ્તુરવિજય-શ્રીમણિવિજય-બુદ્ધિવિજય (બુરાયજી) અને તેના લઘુશિષ્ય તે આત્મારામજી. (જુઓ તેમનું જેનમતવૃક્ષ) શ્રીમાન્ મુનિરાજ શ્રી બુરાયજી (બુદ્ધિવિજયજી)એ ગુજરાત દેશમાં આવીને સંવેગ માર્ગને વિશેષ દીપાવ્યા અને ચાર મુખ્ય શિષ્ય (મુનિરાજ શ્રી મૂળચંદજી, વૃદ્ધિચંદજી, નિત્યવિજયજી ને આત્મારામજી) કરી ધર્મરૂપી મહેલના ટેકા માટે ચાર સ્તંભ ઊભા કર્યો. પ્રથમના ત્રણેના કાળ થયા બ આત્મારામજીએ કાળ કર્યો. હજુ જૈન સમુદાયમાં અનેક મુનિઓ ચારિત્રના ખપી છે, જ્ઞાનક્રિયામાં તત્પર છે પણ આ ચાર મુનિઓની જોડ આધુનિક સમયમાં જોવામાં આવતી નથી. ( શ્રી જૈનધર્મપ્રકાશ ૫૦ ૧૨, અંક ૩, સં. ૧૯૫૨ ના જેઠ સુદિ ૧૫ નાં અંક પૃ. ૩૪ થી ૪૦ પર “મુનિ મહારાજશ્રી આત્મારામજીને અત્યંત ખેદકારક સ્વર્ગવાસ” એ નામનો લેખ.)
શ્રી આત્મારામજીનું શરીર શ્રી દયાનંદ જેવું ભવ્ય, કદાવર અને કાંતિમય હતું. બંને આજન્મ બ્રહ્મચારી હતા. (જ્યારે શ્રી રામકૃષ્ણ પૂર્વાવસ્થામાં ગૃહસ્થાશ્રમ સેવ્યા હતા.) વિર્યવાન શરીરદ્વારા લાક્ષણિક સંસ્કાર અને ગુણે પ્રકાશ પામે છે એ, તેમજ શરીર, બુદ્ધિ, હૃદય અને કર્મશક્તિના યુગપત વિકાસ વિના ઉદ્ધાર નથી એ બંનેએ બતાવ્યું.
મૂર્તિપૂજાના નિષેધક એવા સ્થાનકવાસી છે. જૈન સાધુ તરીકે સત્તર વર્ષની ઉમરે દીક્ષા લઈ, પછીનાં બાવીસ વર્ષમાં જિનાગમને અભ્યાસ કરી, મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત લાગતાં
+ સત્યવિજય-કપૂરવિજય–ક્ષમાવિજય-જિનવિજય–ઉત્તમવિજય-પદ્યવિજય એ સર્વનાં વૃત્તાંત મારી સંપાદિત ‘જેન ઐ. રાસમાળા' ભાગ ૧ લા (પ્ર. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ)માંથી જોઈ લેવાં.
6 તેમના જીવનવૃત્તાંત માટે જુઓ આ. સ્મારક ગ્રંથના ગુજરાતી પ્રથમ વિભાગ પૃ. ૬૭–૭પ પર મુનિ શ્રી ન્યાયવિજયને લેખ.
* તેમના જીવન માટે જુઓ “જેન” પત્ર તા. ૧૫-૧૨-૩૫ નો અંક પૃ. ૧૧૫૫–૧૧૫૯. જે તેમના જીવનચરિત્રની પડી શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે.
*: ૧૧૪ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org