________________
યુગપુરુષને અર્ધાંજલિ પણ એક વખતનો હિન્દુ પરધમ થયેલ હોય તે પણ પુનઃ હિન્દુ ન થઈ શકે એ મૂઢ અને પ્રત્યાઘાતી માન્યતા તેમણે ખસેડી. કોઈ પણ પરધમીને આર્ય બનાવે ધર્યું છે એ શુદ્ધિ–સંગઠનનો માર્ગ ખુલ્લો કર્યો. બ્રહ્મચર્ય, વ્યાયામ આદિ બાહ્ય-અને નિર્ભયતા, સાહસ, અડગપણું આદિ આંતરિક-ગુણો પર બબ ભાર મૂકો. ધર્મને નામે જડ ઘાલી ગયેલી પ્રજાને નિઃસત્ત્વ બનાવતી-ઘૂસી ગયેલી યા વર્તમાન સમયે હાનિકારક રૂઢિઓનું ખંડન કરી, ધર્મશાસ્ત્રના મૂળ તરીકે વેદને આગળ ધરી, તેના અર્થને પોતાની રીતે ઘટાવી, વેદ પર ભાગ્યે લખ્યાં અને અન્ય ધર્મોના ઉપદેશકો સામે અનેક વાદવિવાદો કર્યા. આ સર્વ પ્રવૃત્તિનું સર્વ રાષ્ટ્રમાં પ્રવર્તન કરવા અર્થે પોતાની ગુજરાતી ભાષા હોવા છતાં તે ભાષા તજીને રાષ્ટ્રભાષા-હિંદીને આશ્રય લીધે.
તેમણે આર્યસમાજ નામે સંસ્થા સ્થાપી અસંખ્ય જનોને આર્યસમાજી બનાવ્યાખાસ કરી પંજાબમાં-ઉત્તરહિંદમાં તે પોતાના મંતવ્યો ખૂબ પ્રસાર્યા. ૧૯ વર્ષની વયે સને ૧૮૮૩ માં કેઈએ આપેલા ઝેરથી તેમણે દેહત્યાગ કર્યો. તેમના કાર્ય–પુરુષાર્થથી અંજાઈ લાલા લજપતરાય, લાલા મુશીરામ કે જે પછીથી સંન્યાસી થઈ શ્રી શ્રદ્ધાનન્દ થયા, લાલા હંસરાજ, ગુરુદત્ત, રાજા મહેન્દ્રપ્રતાપ, પ્રો. રામદેવ, સરલાદેવી ચેધરાણ, લજજાવતીદેવી વગેરે અનેક સમર્થ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમની અનુગામી થઈ. પરિ. ણામે ૭૦૦ આર્ય સમાજ શાખાઓ, ૧૦૦૦ કન્યાવિદ્યાલયે, ૨૦૦ હાઈસ્કૂલ, ૧૦૦ અનાથાલય, ૨૦ ગુરુકુળ, ૪ એંગ્લો-વેદિક કોલેજ, અનેક ઔષધાલયો વગેરે નાની-મોટી સેંકડે સંસ્થાઓ વાર્ષિક એક કરોડ રૂપિઆના ખર્ચે ચાલે છે અને લગભગ પાંચ લાખ આર્યસમાજીએ પંજાબ-ઉત્તરહિંદમાં છે. વેદનાં ભાષાન્તરો અને પ્રકાશને, તેને પ્રચાર, રાષ્ટ્રભાષા હિન્દીને આગ્રહ, ગોરક્ષા, કન્યાકેળવણી, વિધવા સહાય, કેળવણી પ્રચાર, અંત્યજોદ્ધાર, પતિતોદ્ધાર-શુદ્ધિ વગેરે દિશામાં આર્યસમાજે આપેલ ફાળો ઉજજવળ છે ને રાષ્ટ્રનિર્માણમાં અતિ ઉપયોગી બન્યો છે. આનું અનુકરણ શ્રી આત્મારામજીના સ્મરણાર્થે આપણે કર્યું નથી એ અતિ શોચનીય છે.
શ્રી દયાનન્દ સરસ્વતીને જન્મશતાબ્દિ મહોત્સવ સને ૧૯૨૪ માં સમસ્ત ભારતમાં ઘણું જોરશોરથી ઉજવાઈ ગયો.
૪ શ્રી રામકૃષ્ણ પરમહંસ શ્રી દયાનન્દના જન્મ પછી બાર વર્ષે શ્રી રામકૃષ્ણ અને શ્રી આત્મારામજીનો જન્મ એક જ વર્ષમાં થયે. શ્રી રામકૃષ્ણજીના જન્મ સમયે બંગાળામાં એક તરફથી બ્રહ્મસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી નાંખી હતી (સને ૧૮૨૮), અને તેના સ્વર્ગવાસ (સને ૧૮૩૩) પછી તેના સહકર્તા કેશવચંદ્રસેન, એકેશ્વરવાદનો પ્રસાર કરી દેવ-દેવીઓની મૂર્તિપૂજા એક પ્રકારનું પાખંડ છે એમ કહી તેને સખત વિરોધ કરતા હતા. સાથે
*: ૧૧૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org