________________
શ્રી. આત્મવિશ્વમાં
સંપતવિજયજી મહારાજની સભા ઉપર અપૂર્વ કૃપા છે. ગુરુભક્તિથી જ આ સભા આટલે દરજજે પહોંચી છે. ઉચ્ચ કોટીનું સાહિત્ય પ્રકટાવવા માટે તે સભા અને જૈન સમાજ મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના જ સંપૂર્ણ આભારી છે. તેઓશ્રીને સાહિત્ય પરત્વે પ્રેમ અને રસ, ઊંચા પ્રકારની વિદ્વત્તા, સભા ઉપર અપૂર્વ કૃપા, શરીરની દરકાર ન કરતાં ઉચ્ચ સાહિત્ય પ્રગટ થાય તેવી અભિલાષા હોવાથી જ આ સભા આટલું ઉચ્ચ પ્રકારનું સાહિત્ય પ્રકટ કરી શકે છે. છેવટે શતાબ્દિના સ્મરણાર્થે મુનિરાજ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની કૃપા અને આજ્ઞાથી શ્રી ચરણવિજયજી મહારાજના પ્રયત્ન અને કૃપાવડે શતાબ્દિ સીરીઝની શરૂઆત સભા કરી શકી છે અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા અમૂલ્ય ગ્રંથ પ્રકટ થઈ રહ્યા છે. શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર તો તેઓશ્રીની ત્રણ જ છે.
ન્યાયનિધિ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી તરતજમાં એમના સ્મરણાર્થે જે કઈ સંસ્થા સ્થપાઈ હોય તે આ શ્રી જેન આત્માનંદ સભા છે. તે માટે તેને ખરેખર અભિમાન લેવા જેવું છે. જે મહાન પુરુષના પ્રભાવશાળી નામ સાથે આ સભાની સ્થાપના સંકળાયેલી છે તે મહાપુરુષની શતાબ્દિ ઊજવવાને પ્રસંગ આ સભાને પ્રાપ્ત થાય તે ખરેખર સભાના અહોભાગ્ય છે. હાલમાં શેઠશ્રી ગુલાબચંદ આણંદજી પ્રમુખ, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ અને શેઠ હરજીવનદાસ દીપચંદ સેક્રેટરી અને અન્ય શહેર ગામના સંધ, સંસ્થા, પુણ્યશાળી જૈન બંધુઓ અને બહેનોના લગભગ સાડાચારસે સભાસદથી બિરાજમાન થયેલી અને કલકત્તાનિવાસી બહાદુર સિંહજી સિધી અને શેઠ જીવણચંદ ધરમચંદ જેવા પુણ્યાત્મા જેવા પેનીવડે શોભતી આ સભા નિરંતર નિઃસ્વાર્થવૃત્તિએ જૈન સમાજની સેવા ગુરુભક્તિથી કરે છે કે જે આ શેઠ હરજીવનદાસ દીપચંદ, સેક્રેટરી ગુરુરાજની શતાબ્દિને મંગળમય પ્રસંગ પણ આ સભાની કીર્તિમાં વધારો કરે છે. શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org