________________
જે પંજાબકેસરી ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ની જન્મ-શતાબ્દિ ઉજવવાની અત્યારથી તૈયારી કરાય છે તે મહાપુરુષે મારા સ્વ. પૂજ્ય પિતામહ તેમ જ પિતાજીને જૈનધર્મના રંગથી વિરોષતઃ રંગી, તેમના ઉપર સાક્ષાત્ અને મારા ઉપર પરંપરાએ અપ્રતિમ ઉપકાર કર્યો છે. એટલે એ ત્રણમાંથી હું યત્કિંચિત્ મુક્ત થઈ શકું તે માટે, એ મહાપુરુષના શાબ્દિક દેહરૂપ અનેકવિધ કૃતિઓ પૈકી જૈનતવાદ ને અજ્ઞાનતિમિરભાસ્કર મારા પ્રાથમિક ધાર્મિક અભ્યાસને આગળ વધારવામાં સહાયક નીવડેલ હોવાથી, એ મહાનુભાવની એક કૃતિ નામે નવતત્ત્વસંગ્રહનું સંપાદનકાર્ય કરવાનો મને સુયોગ મળેલ હોવાથી તેમ જ એના પ્રકાશનમાં તથા આ સ્મારક ગ્રંથની ઉત્પત્તિમાં પણ એ જ મહોદયના જમણા હાથ” તરીકે ઓળખાવાતા અને મારા ઉપર નિ:સીમ ધાર્મિક વાત્સલ્ય રાખનારા શ્રી વિજયવલ્લભસૂરિને પૂર્ણ ફાળો હોવાથી, મારી મતિ મંદ હોવા છતાં હું આ લેખન દિશામાં પ્રયાણ કરવા પ્રેરાઉં છું.
- - - A
અર્થ ને અવતાર–અવતરણને સામાન્ય અર્થ “ઉતાર” કે “ટાંચણ થાય છે. એને અંગ્રેજીમાં “Quotation” કહેવામાં આવે છે. એક રીતે વિચાર કરતાં જણાય છે કે આપણુ પ્રતિભાપૂર્ણ, પ્રામાણિક, પ્રાચીન ને પ્રતિષ્ઠિત આગમો પણ અવતરણરૂપે છે, કેમકે એ આગમે પૈકી ખાસ કરીને અંગસૂત્રે દેવાધિદેવ અરિહંત પ્રભુના અર્થની સૂત્રરૂપે ગુંથણી છે. આપણું આહત શાસનમાં નિરાધાર સ્વમનીષિકાને સ્થાન નથી એટલે આપણા પૂજ્ય મુનિવરાદિએ રચેલાં શાસ્ત્રોમાં અવતરણ ઉપલબ્ધ થાય તેમાં નવાઈ જેવું કશું નથી. પોતે જે કંઈ કહે છે તે પૂર્વ મુનીશ્વરનાં કથનને અનુરૂપ (સરખા“ના મૂરું સિતે ક્રિશ્ચિત ) છે, એ બતાવવા માટે તેમણે અવતરણે રજુ કર્યા છે. આમ કરીને તેમણે “મીંગનો ચેન જત: 8 જૂથ: ” એ ન્યાયને ચરિતાર્થ કર્યો છે, કેમકે ખૂદ તીર્થકર ભગવાન પણ અન્ય તીર્થકરોએ કહ્યું છે ને કહેશે તે જ અમે કહીએ છીએ એ ઉલ્લેખ કરે છે.
શતાબ્દિ ગ્રંથ ]
: ૭૫ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org