________________
શ્રી. વીરચંદભાઈના પત્રો આ પ્રમાણે રાત-દિવસ કામમાં હું રોકાયેલો રહું છું તેથી આપણા ભાઈઓ ઉપર મારે પત્ર લખવા જોઈએ તે હું લખી શક્યા નથી. ત્યાં સર્વેને પ્રણામ કહેશે. એ જ તા. ૧૯ જુલાઈ ૧૮૯૭ સોમવાર.
વધારે સમાચાર આવતા મેલમાં લખીશ.
6 Oxford Terrace
Boston, May 10th. 1898. રા. રા. મેહેરબાન મગનલાલભાઈ દલપતરામની સેવામાં,
શ્રી અમદાવાદ. બેસ્ટનથી લિ. સેવક વીરચંદ રાઘવજી ગાંધીને પ્રણામ સ્વીકારશે. વિશેષ આપના અગાઉના પત્રો પહોંચ્યા છે, તેમ જ છેવટનો પત્ર આપને લખેલે, મનસુખભાઈ શેઠની સહીને પહોંચે છે.
શેઠ આણંદજી કલ્યાણજીને પત્ર થોડા દિવસ પહેલા આવ્યા તેમાં પણ તેઓ શત્રુ. જયના કામ માટે મને લંડન જવા લખે છે. આ વરસમાં લંડન જવાનો મારે બીલકુલ વિચાર નહોતો, પરંતુ શેઠ આણંદજી કલ્યાણજીના ફરમાનથી વિચાર બદલ્યું છે અને તા. ૨ જુનના રોજ અત્રેથી લીવરપુલ જવા રવાને થઈશ. ત્યાંથી લંડન જઈશ. શત્રુંજયના કામમાં મારાથી બનતી પેરવી કરવા ચૂકીશ નહી.
ગયા વરસના આગસ્ટ માસથી અત્યારસુધી હું મુસાફરીમાં છું. ગયે વરસે આગસ્ટ માસમાં ગ્રીનકર જઈ જૈન ધર્મ સંબંધી કેટલાક ભાષણ આપ્યા હતા. ત્યાંથી રેચેસ્ટર જઈ પંદર વીસ (દિવસ) રહી કેટલાક ભાષણ આપી વોશીંગ્ટન ગયે હતો. ત્યાં કેટલાક ભાષણે આપી નેશવલ, કોગ્રેસ ઓફ લીબરલ રીલીજ્યન એકઠી થઈ હતી ત્યાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયે હતું. ત્યાંથી ચિકાગો ગયે હતો. ચિકાગોથી પાછા વોશીંટન ગયે હતું, શીંગ્ટનથી ન્યુયોર્ક ગયો હતો.
આ વરસની શરૂઆતમાં બેસ્ટનની પાસે આવેલા કૅબ્રીજ શહેરમાં, જ્યાં હાર્વર્ડ યુનીવરસીટી આવેલી છે ત્યાં ષદર્શનના સ્વરૂપ ઉપર ભાષણ આપ્યા હતા. યુનીવરસીટીના પ્રોફેસરે સાંભળવા આવતા હતા. જેન ધર્મના ઉત્તમ સ્વરૂપથી તેઓ ઘણુ ખુશી થયા હતા. વિશેષ કરી લિસીના પ્રોફેસર વીલીયમ જેમ્સ ઘણે સંતોષ જાહેર કર્યો હતો. છે ત્યારપછી ન્યુયોર્ક ગયે હતો. ત્યાંથી અહીં આવ્યો છું. દરમિયાન રોચેસ્ટર, હાર્ટફર્ડ,
કર્સ, બ્રુકલીન, હાઇડ પાર્ક, મેલરેઝ હાઈલેંડ્ઝ, મેડફર્ડ, વોલથમ વિગેરે ઘણી જગાએ ભાષણે આપ્યા હતા. ઘણું લેકને માંસાહારનો ત્યાગ કરી છે. શતાબ્દિ મંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org