________________
શ્રી. વીરચંદભાઈના પત્રો
છે તે ચિકા વુમન્સ કલબ નામની તદ્દન સ્ત્રીઓની સભા છે તેમના આમંત્રણથી તેમના સ્ત્રી સભાસદ સમક્ષ “ગાયન વિદ્યા” ઉપર ભાષણ આપ્યું હતું. Southside Woman's 'Club સમક્ષ “અમેરિકાની સ્ત્રીઓએ ટોપીઓમાં પક્ષીનાં પીંછાઓ પહેરવા નહી
જોઈએ” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. - 23 જેમ લંડન શહેરમાં National Liberal Club છે અને તે ઘણી પ્રખ્યાત તથા વગવાળી રાજદ્વારી સભા ગણાય છે તેમ અહીં Union League Club છે. તેની અંદર સાત હજાર મેંબર છે. તેમના વાર્ષિક મેળાવડા વખતે મને આમંત્રણ થયું હતું અને "Influence of recent social legislation on American Politics." He que ઉપર ભાષણ આપવા જણાવ્યું હતું તે પ્રમાણે ભાષણ આપ્યું હતું. એ સિવાય બીજા ઘણું ભાષણ આપ્યા હતા. જેમકે Ladies Press I,eague સમક્ષ “Relation between press and stage ” એટલે “ન્યૂસપેપર તથા નાટક વચ્ચે સંબંધ” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. થીયેસૅફીકલ સોસાઈટી સમક્ષ સાત આઠ ભાષણ આપ્યા હતા. સ્પીરીચુઅલ સોસાઈટી સમક્ષ ત્રણ ભાષણ આપ્યા હતા. યુનીવર્સલીસ્ટ ચર્ચમાં પાંચ ભાષણે આપ્યા હતા.
એ પ્રમાણે ગયા એપ્રીલ માસ સુધી કામ કર્યા પછી અહીંથી હું ગ્રાંડ વીડ્ઝ નામનું શહેર ૧૬૦ માઈલ દૂર છે ત્યાં જઈ એક મહિને રહ્યો હતો તે દરમિયાન ચાલીશ ભાષણે જુદા જુદા વિષય ઉપર આપ્યા હતા. આ જિ. આ સઘળા વખતમાં મારી સ્ત્રીની તબિયતને અહિંની હવા બીલકુલ અનુકૂળ પડી નહતી અને તેને હિંદુસ્થાન મોકલવાની જરૂર પડી, તેથી તા. ૨ જુનના રોજ ન્યુયોર્કથી મારી સ્ત્રીની સાથે રવાને થઈ લંડન આવ્યો અને ત્યાંથી તા. ૧૧ જુનના રોજ મારી સ્ત્રીને હિંદુસ્થાન તરફ રવાને કરી હું લંડનમાં થોડા દિવસ રહ્યો. એ વખતે બારીસ્ટરની પરીક્ષા માટે ટર્મ ભરવાનો વખત હતો તે મને અનુકૂળ હોવાથી મેં એક ટર્મ Gray's Inn નામના બારીસ્ટરોના ઈન્સ્ટીટયુશનમાં ભર્યું. બધા મળી બાર ટર્મ ભરવા જોઈએ અને છ પેપરની પરીક્ષા આપવી જોઈએ. આવતે વર્ષે બીજા બે ટર્મ ભરીશ અને બે પેપરની પરીક્ષા આપીશ. ધીમે ધીમે અનુકૂળતા પ્રમાણે બધા ટર્મ ભરી દઈશ અને પરીક્ષા પણ આપીશ. એને માટે મોટી ફી આશરે ૨૫૦૦ રૂપિયા આપવા પડે છે. અગાઉથી થોડા આપ્યા છે. બાકીનાને માટે જામીન આપે છે તે છેવટની પરીક્ષા વખતે રુપિયા આપવા પડશે. - લંડનથી તા. ૨૬ જુનના રોજ રવાને થઈ તા. ૩ જુલાઈના રોજ ન્યુયોર્ક આવ્યો ત્યાંથી ચિકાગો આવી અહીંથી ૨૦૦ માઈલ ચાર્લીટ નામનું શહેર છે ત્યાં ભાષણે આપવા ગયા. ત્યાં કેટલાએક ભાષણ આપી તા. ૧૭ જુલાઈના રોજ અહીં હું પાછો આવ્યો શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org