________________
શ્રી. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ વ્યાકરણ સ્વર્ગનું દ્વાર છે, વાણીના દેશનું ઔષધ છે, સર્વ વિદ્યાઓમાં એ પવિત્ર, સર્વ વિદ્યાઓમાં તે ઉપર છે.” તેથી પોતાના ગુરુએ એવી માથાફોડ ન કરતાં, પૂર્વાચાર્યોએ કરેલા અર્થ સ્વીકારી લેવા કહ્યા છતાં પણ, શ્રી આત્મારામજીએ વ્યાકરણનો અભ્યાસ કર્યો અને
જ્યાં પોતાને શંકા હતી ત્યાં પોતે જ સત્યાસત્યનો નિર્ણય કરી લે એવું સંસ્કૃત સાહિત્યનું અને ખાસ કરીને ધર્મશાસ્ત્રોનું જ્ઞાન તેમણે મેળવ્યું હતું અને “અજ્ઞાનતિમિરભાસ્કર” “તત્ત્વનિર્ણયપ્રાસાદ” “જેનતવાદ” “ચિકા પ્રશ્નોત્તર ” “ જેના પ્રશ્નોત્તર” વિગેરે ગ્રંથ લખી જૈન ધર્મની શ્રેષ્ઠતા, પ્રાચીનતા અને ઉપકારકતા સિદ્ધ કરી હતી.
૫ ઈ. સ. ૧૮૯ માં અમેરીકાના શિકાગે શહેરમાં આખી દુનિયાના પ્રસિદ્ધ ધર્મોના પ્રતિનિધિઓ એકત્ર થવાના હતા. તે પ્રસંગે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે સદ્દગત વીરચંદ રાઘવજી ગાંધી, બાર–એટ–ને મોકલવાને તૈયાર કરનાર અને એ રીતે જૈન ધર્મને અમેરીકામાં પ્રસિદ્ધિમાં લાવનાર શ્રી આત્મારામજી મહારાજ હતા. જે તેઓ પોતે ત્યાં જઈ શકે એમ હોત તો તેમને માટે બધી ચગ્ય વ્યવસ્થા પરિષદના અગ્રેસર કરવા તૈયાર હતા, પરંતુ પગે ચાલીને વિહાર કરવાના અને જૈન મુનિને પાળવાના બીજા નિયમોને લીધે તે બનવાજોગ નહતું. વળી બીજા કોઈને મોકલવાને પણ મુંબઈ જેવા સ્વતંત્ર અને સુધારક ગણાતા શહેરના કેટલાક જેને, ધર્મ વિરુદ્ધનું તે કાર્ય ગણી વિરેજ કરતા હતા, તો પણ આચાર્યશ્રીએ કુનેહથી તજવીજ કરી. શ્રી જેન એસેસીએશન ઑફ ઈન્ડીઆના કાર્યવાહક મારફત રા. ગાંધીને મોકલવાનું ઠરાવી તેમને પોતાની પાસે રાખી વિશેષ અભ્યાસ કરાવ્યો અને “ચિકાગો પ્રશ્નોત્તર” નામનું પુસ્તક ખાસ આ પ્રસંગ માટે તૈયાર કર્યું. તેના પરિણામે રા. ગાંધીએ અમેરીકામાં જૈન દર્શનને ડંકો બજાવ્યું અને જેમને જેનધર્મ વિષે કાંઈ પણ માહિતી નહતી તેમને પણ જેનદર્શનનાં મૂળતા સમજાવી જેનધર્મનું ૌરવ વધાર્યું. આત્મારામજી મહારાજની જૈનધર્મ પ્રત્યે આ કાંઈ નાનીસૂની સેવા નહોતી.
૬ તેમના શિષ્ય તથા નજીકના સંબંધમાં આવેલા બીજાઓના કથન ઉપરથી જાણવામાં આવ્યું કે તેમનામાં કેટલીક ખાસ ખૂબીઓ અને વિશેષતાઓ હતી. તેઓ વ્રત-સાધનમાં અને કરેલા નિશ્ચયમાં પડાડની પેઠે અચળ રહેતા પણ તેની સાથે તેમનામાં બાળકના જેવી મધુરતા અને વિનેદશીલતા હતી. તેમની એક આંખમાં મેગીની કઠોરતા અને બીજીમાં માતાને નિર્મળ પ્રેમ દેખાતે. તેમના હદયમાં જેનશાસન-સેવાની ધગશ ચોવીસે કલાક ધગ્યા જ કરતી હતી. સંઘના ભલા માટે પોતાને યોગ્ય લાગે તેવી સૂચનાઓ આચાર્યશ્રી હંમેશ કરતા પણ તેને સ્વીકાર કરો કે કેમ ? તે સંઘની મુન્સફી ઉપર રાખતા.
૭ દીક્ષા સંબંધી કે દેવ-દ્રવ્ય સંબંધી કે એવી બીજી દેશ-કાળને અનુસરીને કરવાની સુધારાની વાત આગળ આવે કે, ધર્મ ડૂબે છે, શાસન ડૂબે છે (Religion in danger) વિગેરે પોકળ બમ અને બરાડા પાડી કેટલાક આચાર્યો ઉગ્ર વિરોધ કરે છે અને કેટલાક સાધુઘેલા શ્રાવકો પિતાને કિંમતી વખતે ખાઈ તથા દ્રવ્યને આડેઅવળે રસ્તે છૂટથી ઉપએગ કરી ઊડાહ કરવામાં તેમને ટેકો આપે છે, પણ તેઓ પરિણામે ધર્મનું રક્ષણ કરનારા નહીં પણ તેને વગોવનાર અને હલકો પાડનાર નિવડે છે. પિતાનું વ્રત બરોબર નહીં પાળનારા, ક્રોધી અને બડાઈખોર સાધુઓથી શાસનનું શ્રેય થયું નથી અને થવાનું પણ નથી, એ
શતાબ્દિ ગ્રંથ ]
: ૩૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org