________________
એક આદર્શ મુનિ તે સંબંધી કંઈ માહિતી મેળવવાને પ્રસંગ, વડોદરા રાજ્ય તરફથી નિમાયેલી અગ્ય દીક્ષાપ્રતિબંધક સમિતિના પ્રમુખ તરીકે મને મળ્યો હતો. આથી તેઓશ્રી પ્રત્યે અને તેમના અનુયાયીઓ પ્રત્યે હું ઘણા માનની લાગણી ધરાવું છું. વિશેષમાં હાલ રા. સુશીલે લખેલું અને શ્રી આત્માનંદ જેન સભા તરફથી પ્રસિદ્ધ થયેલું તેઓશ્રીના જીવનચરિત્રનું એક લઘુ પુસ્તક વાંચવાની મને તક મળી છે, તેથી સદ્દગત આચાર્યશ્રીએ શ્રીસંઘ સમસ્તના હિતાર્થે શું શું કર્યું હતું તે સંબંધી મને જે વિશેષ માહિતી મળી છે તેથી તેમના પ્રત્યેની મારી પૂજ્યબુદ્ધિમાં ઘણું વધારે થયે છે.
૩ બાળપણમાં દીરા અથવા દેવીદાસ નામે ઓળખાતા, આત્મારામજી સ્થાનકવાસી સાધુઓના સહવાસમાં આવતાં, સામાયિક, પ્રતિકમણ, નવતત્વ વિગેરેના પાઠ શીખી ગયા હતા અને બાળક મટી યુવાન થયા પછી, પૂરી સમજે, સ્વેચ્છાથી, દીક્ષા તરફ તેમનું મન વળ્યું હતું. જેમની પાસે દીક્ષા લેવા તે ગયા હતા તે *આચાર્ય, માતાપિતા કે વાલીની સંમતિ છે કે નહીં? ઉમેદવારમાં લાયકી છે કે નહીં? તેની સ્થિતિ અનુસાર તેનાં વૃદ્ધ માતાપિતા, સ્ત્રી અને નાનાં પુત્ર-પુત્રીઓના નિર્વાહને પ્રબંધ કરેલો છે કે નહીં? એ વિગેરેની ખાત્રી કર્યા વગર ગમે તેને દીક્ષા આપવાને બહાને મુંડી નાંખે એવા ચેલા-ચાપટના લોભી નહોતા. તે કુમળી વયના બાળકોના ભેળપણને લાભ લે તેવા નહોતા. સંમતિ વગર બાળકને તે શું પણ મોટી ઉમરનાને પણ દીક્ષા આપે એવા તે નહોતા. જ્યારે દી વૈરાગ્ય શું છે એ સમજે છે અને તેનાં માતા તથા પાલક પિતાની સંમતિ છે એવી તેમની ખાત્રી થઈ ત્યારે જ તેમણે જાહેર રીતે વિધિપૂર્વક તેને દીક્ષા આપી હતી. દીત્તે પણ દીક્ષા લીધી એટલા જ ઉપરથી પિતાનામાં પુરું જ્ઞાન આવી ગયું અને પૂજ્ય ગણાઈ સુખચેનમાં દહાડા કાઢવાનો વખત આવ્યા છે, એમ સંતોષ માની બેસી રહે એ નહોતો. તેણે તો ખૂબ મહેનતથી શાસ્ત્રને અભ્યાસ કરવા માંડ્યો અને તેનું ખરું રહસ્ય સમજવા માંડયું.
૪ પિતાના ધર્મ અને તેને અનુકૂળ શાસન વિષે જૈન લેખકોએ પિતાના ગ્રંથે ઘણે ભાગે સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષામાં લખ્યા છે અને તે ઉપર તેમણે પોતે અથવા તેમના શિષ્યોએ અગર બીજાઓએ ટીકા લખી છે. દીક્ષા લીધા પછી પોતાના અભ્યાસ દરમ્યાન શ્રી આત્મારામજીને જણાયું કે શાસ્ત્રીનાં કેટલાંક ફરમાનેને અર્થ જુદા જુદા સાધુઓએ જુદી જુદી રીતે કરે છે અને તેવા જુદા અર્થને મેળ પાડવાને ચાર-પાંચ અગ્રગણ્ય સાધુઓએ તેને “પંચાયતી” અર્થ પણ ઉપજાવી કાઢે છે. પણ આવા પંચાયતી અર્થથી સંતોષ માનીને બેસી રહે એવા શ્રી આત્મારામજી પોતે નહોતા. તેમણે જોયું કે ખરો અર્થ સમજવાને વ્યાકરણના જ્ઞાનની જરૂર છે. કહ્યું છે:
तद्वारमपवर्गस्य वाङ्मलानां चिकित्सकम् ।
पवित्रं सर्वविद्याना-मधिविद्यं प्रचक्षते ॥ * સ્થાનકવાસીના જે સાધુઓ પાસે શ્રી આત્મારામજીની ઢંઢકદીક્ષા થઈ તેઓ આ વિચારના હતા કે નહીં એની ખાત્રી નથી, પણ દીક્ષા તે જરૂર આજ્ઞાપૂર્વક જ થઈ છે. શ્રી હરિભદ્રસૂરિજીના ધર્મબિંદના આધારે જૈન દીક્ષાનો વિધિ તો એ જ પ્રમાણે છે. વલ્લભવિજય.
•“રૂર ?'
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org