________________
શ્રી આત્મારામજી અને શ્રી દયાનંદજી બંનેને ઓછા-વધતા પ્રમાણમાં વિદ્વત્તા વરે છે અને તેનાં પ્રમાણપત્ર મળે છે. બંનેને યુરોપીય વિદ્વાન પણ ઓળખે છે ને શંકા–સમાધાન માટે તેમને ચરણે પડે છે. છતાં એકની પ્રસિદ્ધિ માત્ર એક નાના વર્તુળમાં જ સમાપ્તિવાળી બને છે, અને બીજાની વિખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરી રહી છે.
બંને એકબીજાને સ્વભાવે ઠીક-ઠીક મળતા, બંનેની પ્રકૃતિ લગભગ સરખી, છતાં બંને તદ્દન વિરોધી દિશામાં કાર્ય કરનાર બને છે. એક મૂર્તિપૂજન-ખંડનનાં ધાવણ પામીને મૂર્તિપૂજન-ખંડનનાં જ ખંડન આરંભે છે, બીજે એ જ મૂર્તિપૂજનનાં દૂધ ધાવીને મૂર્તિપૂજન-ખંડનનાં મંડન શરૂ કરે છે.
જ્યારે જ્યારે આર્યાવર્તની નાડ રાજકીય, શૈર્યરંગી, સામાજિક કે અન્ય ભૌતિક ધબકારામાં મંદ પડે છે ત્યારે ત્યારે તે એ બધા ધબકારાને સબળ બનાવવા ધર્મનું શરણું શોધે છે. ઈશ્વરનો ઈન્કાર થાય, ધર્મને બહિષ્કાર બને કે સામાજિક વ્યવસ્થા ને બંધનો પ્રપંચ કહેવાઈ તેને ઉદ્ધાર થવાને માટે ભલે તે ઉછેરાય, પણ આર્યની નાડીમાં જે સ્વભાવ-પ્રકૃતિ, જે ધર્મ–ધબક ધબકી રહે છે તેને ઓળખ્યા વિના અને તે પ્રકૃતિ જ સામાજિક સંયમ, સ્વસ્થતા અને સ્વતંત્રતા માટે યોગ્ય હતી, છે અને હિંદ માટે તે રહેશે, તે જાણ્યા વિના આપણે સાચો ઉદ્ધાર શક્ય નથી.
આ ઈતિહાસ ભારતમાં યુગ-યુગે પુનરાવૃત્તિ પામ્યો છે અને પામશે, કારણ કે ભારતના ધર્મવાદમાં સર્વ વાદ સમાઈ જાય છે, અને યુગપલટો એ ધર્મવાદનાં સમર્થન પામીને સબળ બને છે.
આ જ કારણે તે કાળે પણ ધર્મ—મંથન ચાલુ રહે છે. અને એ ધર્મ–મંથનમાં એક સંરક્ષક બનીને સાદ પૂરે છે; બીજે નવીન પંથ સ્થાપનનાં નવસર્જન કરીને સાથ આપે છે.
આમ બંનેના પર તે સમયનો પ્રભાવ પડી રહે છે. બંને તે સમયના સમર્થ દેહધારી છે, બંને શાંતિથી સંતોષ અનુભવતા છતાં, એ શાંતિનાં મૂળ તરફ અવિશ્વાસ ને અસંતોષથી જુએ છે અને એ મૂળ ઊંડાં જાય તે ધર્મ કચરાઈ જાય એમ માનીને એ શાંતિ–યુગને લાભ લઈને ધર્મ–જાગૃતિ માટે જ પિતાનું સર્વસ્વ હોમવા તૈયાર થાય છે. બંને સંસારને આંગણેથી, ગાઉથ્યને બારણેથી ત્રાસી નાસી છૂટે છે. એક પિતાની, કુટુંબીજનોની આશા, આજ્ઞા, સંબંધ-બધું ય વછોડી નાસી છૂટે છે, જ્યારે બીજો, પાલક માતાપિતાને અને બધાને મનાવીને દીક્ષા ગ્રહણ કરે છે.
આમ ઘણી જાતના સમાન શીલથી આ બે મહાપુરુષોનાં વ્યક્તિત્વ દીપી રહ્યાં છે, છતાં બે ય એકબીજાથી તદ્દન ઊલટી દિશામાં કામ કરે છે. એક ધર્મધુરંધર સંરક્ષક બની
: ૨૮ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org