________________
શ્રીમદ વિજયાનંદ સુરીશ્વરને અમર કાવ્યદેહ હવે તમે “આઈ સુંદર નાર કર કર શંગાર” ગાઓ કે “નાચત સુરવૃંદ છંદ, મંગલ ગુણકારી-નાચત સુર” ગાઓ. પ્રત્યેક પદ્ય તમારા હૃદયની અંદર ઊતરી જશે, વિશિષ્ટ દશાને અનુભવ કરાવશે અને કાનમાં ગુંજારવ કરાવશે. આવા પ્રકારની ડોલનશક્તિ અને પ્રતિભા જે કવિમાં હોય તેને કયું સ્થાન ઘટે તે કહેવા કરતાં કલ્પી લેવું વધારે યોગ્ય થઈ પડશે.
“મેરે જિમુંદકી ધૂપસું પૂજા, કુમતિ-મુગંધી દૂર હરી રે'આ કવનમાં એવી મજા છે કે એને પચાસ વાર ગાઓ તો પણ તમને તૃપ્તિ થાય નહિ અને દરેક વખતે તમારા અંતરમાં નવા નવા ભાવ પ્રકટે, ઉછળે અને તમને પ્રમેહ કરાવે. આનું નામ તે કાવ્ય. ખાલી જેડકણું કરીને છેવટે પિતાના નામનો ઉલ્લેખ કરવો એમાં કવિતા નથી, ગેયતા નથી, માધુર્ય નથી, રસ નથી અને ઊર્મિનું સંચલન નથી.
એમના કાવ્યથી જે એમને અંતરાત્મા ઓળખી શકાતું હોય તે એ અતિ ઉદાત્ત ભાવમાં સર્વદા મસ્ત રહેતે હશે એમ લાગ્યા વગર રહે તેમ નથી. વાણું અંતરદશાને આવિર્ભાવ છે, શબ્દ-ચિત્ર અંતરાત્માનું પ્રદર્શન છે, અને પ્રાણુને સમજવા માટે એના હદયનો ફેટોગ્રાફ છે. આ રીતે શ્રી આત્મારામજી મહારાજને સમજવા માટે તેમનું એક કવન સુંદર પ્રસંગ પૂરો પાડે છે. તેઓશ્રી શત્રુંજય ગિરિ પર યાત્રા માટે પધાર્યા ત્યારે તેમણે ગિરિમંડન શ્રી આદિનાથ સન્મુખ ઊભા રહી એક સ્તવન-કવન ઉચ્ચાર્યું છે. એ પ્રથમથી બેસીને ઘડી રાખ્યું હોય તેવું નથી, પણ અંદરથી તે જ વખતે નીકળી ગયું હશે એમ જણાય છે. એમાં જાણે પોતે અને ભગવાન બે જ આત્માઓ દુનિયામાં હોય તેમ એકાગ્રતા કરીને તેમણે ભગવાન સાથે વાત કરી છે, તેમાં તેમણે અંતરપ્રાણ રેડ્યા છે. એ કવનની આખી ભાષા કુદરતી, સાહજિક, મર્મગ્રાહી હાઈ તેઓશ્રીને યથાસ્વરૂપમાં બતાવે છે અને બહુ સંક્ષેપમાં એમની આખી જીવન–ભાવના વ્યકત કરે છે. મનરી બાતાં દાખાજી મહારાજ હે, ખભજી થાને મનરી બાતાં દાખજી મહારાજ.”
આવી રીતે શરૂઆત કરી શ્રી આદિનાથ-2ષભદેવ સન્મુખ મનની વાતો કરવા લાગી જાય છે. પછી પિતે કયાં કયાં રખડી-ભટકીને અહીં શાંતિ મેળવવા આવ્યા છે તેને મુદ્દામ અહેવાલ આપે છે. જેનધર્મ અને તત્વરૂચિની પ્રાપ્તિ પિતાને થઈ એ જાણે મહાન સામ્રાજ્ય મળ્યું હોય એવી રીતે હકીકત રજુ કરી, પછી એક અતિ સુંદર કબૂલાત કરે છે. ભગવાનને કહે છે કે-“સાહેબ ! આમ મારાં સર્વ કાર્ય સફળ તે થઈ ગયા, પણ મન-મર્કટ હજુ માનતો નથી, સમજાવ્યા સમજતો નથી અને જ્યાં ત્યાં દેવાદેડ કરી મૂકે છે.” એમણે એમાં ચાર અગત્યની વાત કરી છે –
૧. મન હજુ ઇંદ્રિયના વિષયે તરફ લાલચુ રહ્યા કરે છે. ૨. મન હજુ માયા-મમતા છોડતું નથી.
: ૧૮
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org