________________
● साषांलोनिधि श्रीमत्पूप पाह यात्री मामी रामकनुं
મહિલા દર્શની
પોપટલાલ ડુંગ
[ લેખક એક યુવાન જૈન ગ્રેજ્યુએટ વિચારક છે, અને સાથે સુંદર ગદ્યલેખક છે. વાંકાનેરની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કરવા સાથે અવકાશના સમયમાં શિક્ષક્રમના ગ્રંથ, સવાદે, કાવ્યા અને લેખા પોતે લખે છે. તેમણે શ્રીમદ્ આત્મારામજી આચાર્યનું વ્યક્તિદન, તેમને સાક્ષાત્પરિચય કે દનલાભ ન હોવા છતાં તેમની ક્ખી, અક્ષરદેહ તેમ જ જીવનચરિત્ર પરથી પોતાના અજબ ચિંતનની ‘ સર્ચલાઇટ ' ફેંકી જે ભવ્ય, મનેારમ અને પ્રભાવશાળી શબ્દોમાં કર્યુ છે તે સંપૂર્ણપણે વાંચી જવા યેાગ્ય છે એટલું જ નહિ પરંતુ યુવક વગે સાધુ શ્રાવક વગે-ન્હાના મ્હોટાંએ વિચારવા યોગ્ય છે.
અનેક દષ્ટિબિંદુથી, અનેક ઉપમા-અલંકારથી લેખકે સૂરિજીનું વ્યક્તિત્વ ઋણ્યું છે, શાભાવ્યું છે. કાઈક વિચાર સાથે કદાચ કોઇનો વિચારભેદ થવા સંભવ છે, પરંતુ એકદરે શ્વેતાં વિચારશ્રેણિ યથાર્થતાને પામી છે. લેખકનેા વિચાર—સંયમ પદે પદે દેખાય છે, અને તેથી તેઓ વાણીવિલાસના-શબ્દાડબરીના પ્રવાહમાં તણાયા નથી.
સમગ્ર લેખ અથેતિ વાંચી તેનું મનન કરવા અને તેમાં સુંદર પદાવલીથી આળેખાયેલા આચાર્યશ્રીના ગુણોને આદર કરવા–વનમાં મૂકવા સર્વે સુનને નમ્ર વિનંતિ છે—સ ́પાદક ]
યુગે યુગે, યુગના પ્રમાણમાં ઘણીવાર સમાજની ધારક શક્તિ પ્રમાણે યુગાવતાર જન્મે છે; કાઇ કાઇ વાર સમાજ-શક્તિથી અધિક પ્રચંડ, સમાજ ઝીલી ન શકે એવું સામર્થ્ય પ્રગટ થાય છે. એ સામર્થ્ય માત્ર યુગાવતાર જ નહિ પણ યુગપ્રધાન અવતારે છે. યુગપ્રધાન આખા યુગને દોરે છે, ફેરવે છે અને તેને પલટે આપીને તેનું નવું સર્જન કરો નાંખે છે. યુગાવતાર યુગને દોરે છે, તેને પલટા આપે છે અને તેના સરક્ષક બનીને તેને કાંઇક નવીનતા દે છે. એક હાય છે અજોડ ક્રાંતિકાર, ખીજો હાય છે સમર્થ સુધારક : બ ંને સમાજનાં ધારણાથી ખૂબ ઊંચા હોય છે.
અંતેમાં સુધારકતા અને ક્રાંતિકારત્વ હાય છે જ, પણ વધતા-ઓછા પ્રમાણમાં. નિશ્ચય, અડગતા અને સ્વતંત્રતા બન્નેમાં હાય છે, પશુ સંરક્ષક-સુધારક ક્રાંતિને પગલે ચડી છેવટ સમાજની સ્થિતિને સુધારવા મથે છે; જયારે કાંતિકાર તેને ખીલવી, પલટાવી, સારુ હાય તેને પણ નવીનતા આપી તેમાંથી ક્રાંતિ જન્માવે છે. એક સુધારા જન્માવે છે, બીજો ક્રાંતિ અવતારે છે.
શતાબ્દિ ગ્રંથ ]
*૫*
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org