________________
વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજયાનંદસૂરિવરને અક્ષરદેહ ચાલુ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિવર( પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી મહારાજ )ની “શતાબ્દિ ” નો પ્રસંગ ઉપસ્થિત થયેલ છે, જે અડગપણે એ મહાપુરુષને પુનીત પગલે ચાલનાર અને એમનાજઆજ્ઞાધારી પ્રભાવશાળી–પટ્ટધર આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જમ્યો છે.
જે મહાપુરુષની શતાબ્દિ ઉજવવાની છે તેમને લક્ષીને તેમના “સ્મારક ગ્રંથ” માં કાંઈ લખવાનું આમંત્રણ તેના ઉત્પાદક તેમજ સંપાદક તરફથી મળે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હોય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્દભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય તેમના સંબંધમાં કાંઈ પણ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દષ્ટિએ કૃત્રિમ ગણાય; તેમ છતાં બીજી દષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે મહાપુરુષે સ્થલ દેહ ભલે આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા હોય તે છતાં તેઓ સૂક્ષ્મ દેહે કહો–ચહાય અક્ષરદેહે કહો-સદા ય આ જગતમાં જીવતા-જાગતા જ હોય છે, એટલે આપણે એ મહાપુરુષને તેમના અક્ષરદેહ ઉપરથી ઓળખવા પ્રયત્ન કરીએ તો કૃત્રિમતા નહિ ગણાય.
સ્વર્ગવાસી ગુરુદેવે પિતાના જીવનમાં જે અનેકાનેક સત્કાર્યો કર્યા છે તેમાં એ ગુરુદેવની ગ્રંથરચનાનો પણ સમાવેશ થઈ જાય છે. તેઓશ્રીની ગ્રંથરચના પ્રતિપાદક શૈલીની તેમ જ ખંડન–મંડનાત્મક એમ બન્ને ય પ્રકારની છે. એ ગ્રંથને સૂક્ષ્મ રીતે અભ્યાસ કરનાર સહેજે સમજી શકે તેમ છે કે એ ગ્રંથની રચના કરનાર મહાપુરુષ કેવા બહુશ્રુત તેમજ તત્ત્વોવેષક દષ્ટિએ કેટલા વિશાળ અને ઊંડા અભ્યાસી હતા ! વસ્તુની વિવેચના કરવામાં તેઓશ્રી કેટલા ગંભીર હતા ! ! તેમ જ ખાસ ખાસ મહત્ત્વના સારભૂત પદાર્થોનો વિભાગવાર સંગ્રહ કરવામાં તેમને કેટલું પ્રખર પાંડિત્ય વર્યું હતું ! ! !
ગુરુદેવની રચનામાં તત્વનિર્ણયપ્રાસાદ, જેનતજ્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, નવતત્વ, જૈનધર્મ વિષયિક પ્રશ્નોત્તર, ચિકાગો પ્રશ્નોત્તર, સમ્યક્ત્વશદ્વાર, પૂજા-સ્તવનસઝાય-ભાવનાપદસંગ્રહ વગેરે ગ્રંથો પ્રધાન સ્થાને છે. આ બધા ય ગ્રંથ એ ગુરુદેવે જનકલ્યાણાર્થે હિંદી ભાષામાં જ રચેલા છે, જેના અભ્યાસ અને અવલોકનદ્વારા દરેક સામાન્ય મનુષ્ય જેનધર્મ તેમજ ઈતર ધર્મોનાં તત્ત્વોને અને તેના સારાસારપણાને સહેજે સમજી શકે.
સ્વર્ગવાસી ગુરુદેવની સર્વવ્યાપી યશકીર્તિને નહિ સહી શકનાર કેટલાક મહાનુભાવો, ઉપર જણાવ્યા પ્રમાણે એ ગુરુદેવે સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષામાં કોઈ ગ્રંથની રચના ન કરતાં માત્ર હિંદી ભાષામાં જ બધા ગ્રંથની રચના કરી છે, એ કારણ આપી તેઓશ્રીમાં ખાસ ઊંડા અભ્યાસ ન હોવા” ની વાતો કરી આત્મસંતેષ મનાવે છે; એ વાતને પ્રતિવાદ કરવા ખાતર નહિ પણ એ સ્વર્ગવાસી ગુરુદેવમાં વાસ્તવિક રીતે કેટલું ઊંડું જ્ઞાન, કેટલી પ્રતિભા
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org