SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ - એક ક્ષના માનીએ તો જ, સુખદુઃખાદિ ભિન્ન અવસ્થાઓ અને પરિવર્તનો તેમજ પુણ્ય-પાપ, બંધ-મોક્ષ આત્મામાં ઘટી શકે છે. જો આત્માને એકાન્ત અનિત્ય માનવામાં આવે તો, એક ક્ષણના પર્યાય જે કાર્ય કર્યું, તેનું ફળ બીજી ક્ષણના પર્યાયને મળ્યું. આને કૃતનાશ અને અકૃતાગમ દોષ કહેવામાં આવે છે, કૃતનાશ એટલે જે કર્યું હોય તેનું ફળ કરનારને મળે તે. અકૃતાગમ એટલે જેણે જે કર્યું નથી તેનું ફળ તેને મળવું. એકાન્ત ક્ષણિકવાદમાં સુખ-દુઃખ, પુણ્ય-પાપ અને બંધ-મોક્ષ આત્મામાં ઘટી શકતાં નથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. શ્રી ' વીતરાગ સ્તોત્ર ' માં આ બંને પક્ષોનો યોગ્ય સમન્વય આ રીતે સમજાવે છે. गुडोऽपि कफ हेतु स्यान् - नागरं पित्तकारणम् । द्वयात्मनि दोषोऽस्ति ગુડનાર મેષને || ૬ || ગોળ કફ કરે છે. સૂંઠ પિત્ત કરે છે. પરંતુ તે બંનેનું યોગ્ય મિશ્રણ થાય તો કોઈ દોષ રહેતો નથી. તેમ એકાન્ત નિત્યવાદ કે એકાન્ત અનિત્યવાદ સદોષ છે. નિત્પાનિત્યવાદ નિર્દોષ છે. એ કવિત થાય છે. દુનિયાના તમામ દોષોને નાબુદ કરવાની તાકાત અનેકાન્તવાદમાં સમાયેલી છે. તમામ વાદોના અંત લાવવાની અમોઘ શક્તિ સ્યાદવાદમાં છે. ગોળ કફનું કારણ છે અર્થાત્ ગૉળ કફોત્પાદક છે. સુંઠ પિત્તનું કારણ છે. અર્થાત્ પિત્ત કરે છે, જ્યારે આ બંને જુદા જુદા હોય, ત્યારે દોષપ્રદ બને છે, પરંતુ જ્યારે બંનેનું એકીકરણ થાય છે ત્યારે બંનેના દોષો નાબુદ થાય છે. અલગતા દોષ છે ત્યારે ઐક્ય દોષઘ્ન બને છે. સપ્તભગી જૈન દર્શનમાં કોઈ પણ પ્રશ્નના ઉત્તરમાં જુદી જુદી સાત કથનરીતિઓનો આશ્રય લેવાય છે. તેને ‘ સપ્તભંગી કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. ૧. ‘અસ્તિ' એટલે છે. ૨. નાસ્તિ’ એટલે નથી. ૩ અસ્તિ-નાસ્તિ’ એટલે છે, છતાં નથી. ૪. 'લવક્તવ્ય’ એટલે ન કહી શકાય તેવું ૫. ‘સ્તિ-વ્યવક્તવ્ય એટલે છે, એમ કહી શકાય તેવું નથી. ૬. “નાસ્તિ-પ્રવક્તવ્ય એટલે નથી, એમ કહી શકાય તેવું નથી. ૭. ‘ગસ્તિ-નાસ્તિ ઝવવક્તવ્ય' એટલે છે, કે નથી કે છે એ કહી શકાય તેવું નથી. આ સાતેય કથનરીતિઓ સાથે ‘કંચિત્’ એટલે અમુક અપેક્ષાએ એ શબ્દ જોડવો પડે છે. શ્રીપદ યસન અભિનેત્રી રાની વિભાગ . પ્રથમ ભંગથી વસ્તુ શું છે ? તે દર્શાવાય છે જેમકે વસ્તુ 'અસ્તિ સ્વરૂપે જ છે પરંતુ અમુક અપેક્ષાએ એટલે કે સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી છે. દ્વિતીય ભંગથી વસ્તુ શું નથી ? એ દર્શાવાય છે, જેમ કે વસ્તુ નાસ્તિ જ છે પણ અમુક અપેક્ષાએ, એટલે કે પદ્રવ્ય પરક્ષેત્ર પરકાલ અને પરભાવથી નથી. ત્રીજા ભંગથી વસ્તુ શું છે ? અને શું નથી ? તે અનુક્રમે દર્શાવાય છે. ચતુર્થ ભંગથી વસ્તુ અવકતવ્ય છે તેમ દર્શાવાય છે. વસ્તુના કેટલાક ધર્મો અજ્ઞાત હોય છે. અનુભવમાં આવી શકે છતાં થોગ્ય શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે તેવા હોય છે, તેથી વન અમુક Jain Education International ત્યારે અસ્તિ અપેક્ષાએ અવકતવ્ય છે, એમ કહી શકાય છે. અવકતવ્યની સાથે અસ્તિ મળવાથી પાંચમો ભંગ થાય છે. અવકતવ્યની સાથે નાસ્તિ મળવાથી છઠ્ઠો ભંગ થાય છે, અવક્તવ્યની સાથે અસ્તિ નાસ્તિ બંને મળવાથી સાતમો ભંગ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં “ સિઅ અત્યિ સિઅ નત્યિ સિઞ અવત્તત્ત્વે " એમ ત્રણ ભંગ દર્શાવાયા છે. સપ્તભંગી એ આ ત્રણ ભંગની વિશેષ વ્યાખ્યા છે. જીવને આશ્રીને-ઉદ્દેશીને સપ્તભંગી નું ઉદાહરણ આપણે જોઈશું. ૧. ‘જીવ સત્ છે' (સ્વ દ્રવ્યાદિની અપેક્ષાએ) ૨. ‘જીવ અસત્ છે’ (પરદ્રવ્યાદિની અપેક્ષાએ) ૧. વ તુ છે અને અસત્ છે. ૪. જીવ સત્ અસત્ બંને યુગપત્ છે, પરંતુ બંને ધર્મ યુગપત્ એકીસાથે કહી ન શકાય, તે માટે અવકતવ્ય છે. ૫. “જીવ સત્ હોવા છતાં એક સાથે સતુ અસત્ હોવાથી સતુ અવકતવ્ય છે. ૬. જીવ અસનુ હોવા છતાં એક સાથે સતુ અસનુ છે, માટે અસત્ અવકતવ્ય છે. ૭. જીવ ક્રમે કરી સત્ અસત્ હોવા છતાં સત્ અસત્ છે માટે સત્ અાનું અવકતવ્ય છે. • વિધિ-નિષેધ પ્રકારની અપેક્ષાએ વસ્તુના દરેક પવિષ (પગ) માં સાત અંગોનો જ સંભવ છે, કેમકે દરેક ધર્મ અંગે સાત જ પ્રશ્ન થઈ શકે, એથી વધારે નિહ. એટલે વસ્તુના પ્રત્યેક ધર્મ એક, એમ અનંત ધર્મ અંગે અનંત સપ્તભંગી થઈ શકે. છે. ( પ્રમાણ નય નવાબીકાળુંકાર ૭-૩૮, ૩૯ ) પાંચ સમવાય કારણો જૈન દર્શનમાં કાર્યકારણનો સિદ્ધાંત, સ્યાદ્વાદને સુંદર રીતે પ્રકટ કરે છે. કોઈ પણ કાર્ય માટે પાંચ સમવાય કારણોનો સ્વીકાર, એ કાર્ય કારણનો સિદ્ધાંત છે. ૧ કાળ ૨ સ્વભાવ ૩ (પૂર્વ) કર્મ ૪ ઉદ્યમ ૫ નિયતિ. ૧ કાળ એટલે ? કાર્ય સિદ્ધિ માટે કાળ મર્યાદા. કરેલા શુભાશુભ કર્મો કાળ પાકે ત્યારે ઉદયમાં આવે છે. દા. ત. આંબો વાવ્યા પછી ફળ માટે સમયની રાહ જોવી પડે છે. ૨ સ્વભાવ- એટલે ? વસ્તુનો સ્વભાવ, જડ અને ચેતન પોતાના સ્વભાવ મુજબ વર્તે છે. દા. ત. બાવળનું ઝાડ વાવ્યુ હોય તો બાવળ જ ઊગે, આંબો નહિ. ૩ પૂર્વ કર્મ- એટલે ? પ્રાણીઓની સુખ દુઃખની ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ પાછળ કામ કરતો કર્યોદય કર્મની અસરથી જ રાજા ને ટ્રંક, મૂર્ખ ને બુધ્ધિમાન બળવાન ને નિર્બળ,રોગી ને નિરોગી, એવા જુદા જુદા ભેદો જોવા મળે છે. ૪ ઉદ્યમ– એટલે જીવની પ્રવૃત્તિ. જીવ શુભાશુભકર્મ બાંધે છે તેમાં તેનો ઉદ્યમ રહેલો છે. અશુભ કર્મ શુભકર્મમાં અને શુભ કર્મ અશુભમાં ફેરવાય છે. તેમાં પણ જીવનો ઉદ્યમ જ રહેલો છે. જીવની પુરુષાર્થ શક્તિ તેને મોક્ષ સુધી પહોંચાડે છે. વર્તમાન યુગની ભૌતિક વિજ્ઞાનની શક્તિ જીવની ઉદ્યમ શક્તિનું ઉદાહરણ છે. ૫ નિયતિ- એટલે ? જે બનવાનું નક્કી જ છે તે ભાવિભાવ. ધાર્યું પરિણામ આવે તેવી તમામ સંભાવના હોય છતાં, છેલ્લી ૫૮ For Private & Personal Use Only भोगी बन कर मानवी पाता कष्ट महान | जयन्तसेन तन बल धन, तीनों खोवत जान ॥ www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy