SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ . હાલચંદભાઈ સંઘવીને પણ જૈન રત્ન' ના ખિતાબથી નવાજ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માટે થરાદના શ્રી ચંદુલાલ દલસુખભાઈ પરીખનું પણ ઘણું સારું યોગદાન હતુ તે ઉપરાંત આ મહોત્સવ સફળ બનાવવા માટે મધ્ય પ્રદેશરાજસ્થાન અને ગુજરાત સર્વે સંઘોના પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ સારી જહેમત ઉઠાવી મહોત્સવને સફળ બનાવવા માટે સારો ફાળો આપ્યો હતો. એકવીસ ટાઈમની નવકારશી અને દશ દિવસનો મહોત્સવ ઘણા જ આનંદ ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો. આ આયોજન પાછળ પૂ. ગુરુદેવશ્રીમદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિવદિ ધાર્યા કરતાં ઘણી વધુ સફળતા મહોત્સવને મળી હતી. પૂ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે આ પ્રસંગને સફળ બનાવવા અથાગ પરિશ્રમ કર્યો હતો. અર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂ. સ્વ. ગુરુદેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીયારનું જીવનચરિત્ર ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ ન હોઈ આ લેખના લેખક કીર્તિલાલ હાલચંદ વોરાએ લખીને વિરલ વિભૂતિ' નામથી પ્રકાશિત કર્યું. જેનો સંપૂર્ણ ખર્ચ થરાદના પરીખ શ્રી ચંદુલાલ દલસુખભાઈ પરીખે આપ્યો હતો. એ ‘વિરલ વિભૂતિ પુસ્તક આજે ઉપલબ્ધ નથી. મોત્સવ વખતે તેનું મહદ્ અંશે વિતરણ થઈ ગયુ હતું (હવે એ પુસ્તક વિસ્તૃત રૂપે સંખીને પ્રકાશિત થશે) રાજગઢ નિવાસી દરેક સંપ્રદાયના જૈન ભાઈઓ અને જૈનેતર ભાઈઓએ પણ આ મહોત્સવને સફળ બનાવવા માટે ઘણી જહેમત ઉઠાવી રાત દિવસ માનત કરી હતી. ઇન્દોર, ઉઇન, ભોપાલ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા ઝાબુઆ, ધાર, ખાચરોદ, કુકશી, જાવરા, વિ. સ્થળોએથી પણ ઘણા જૈન ભાઈઓ આ પ્રસંગે આવી ખડે પગે મહેનત કરી રહ્યા હતા આ લેખમાં શ્રીમદ્વિજય - રાજેન્દ્રસૂરીશ્વરજી અર્ધશતાબ્દી મહોત્સવનું ટુંક વિવરણ એટલા માટે લખ્યું છે કે સં ૨૦૧૦ માં શ્રી ભાગવતી પ્રવજ્યા (દીક્ષા) અંગીકાર કરી ત્રણ જ વરસ પછી આપણા કથા નાયક મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજને આવો મહાન પ્રસંગ સાંપડ્યો કે જે પ્રસંગે પૂ. વર્તમાનાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તેમને આવા મહોત્સવો ઉજવવાનો અનુભવ મળ્યો (જે અનુભવના આધારે આવા ઘણા પ્રસંગો તેમણે પાર પાડ્યાનું આપણે આગળ ઉપર જોઈશું) શ્રી જયંત વિજયજી - જયંત - મધુકર પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ મુનિરાજશ્રી જયંતવિજયજીને 'જયંત' ના હુલામણા નામે સંબોધન કરતા અને પોતાનાં અંગત લખવાના કાર્યો પત્રવ્યવહાર વિ. મુનિરાજશ્રી જયંતવિજયજીને સોંપવામાં આવ્યું. પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી પણ તેમના સરખી ઉંમરના ગુરુભાઈ હતા. પૂ મુનિરાજશ્રી દેવેન્દ્ર વિજયજી પોતે પણ પૂ. વર્તમાનાચાર્યની નિશ્રામાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા મુજબ દરેક કાર્યોમાં રસ લેતા હતા. પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી શ્રી. જયશ્વસેનસૂરિ અપના ગંગુજરાતી વિભાગ fers them the top into th Jain Education International તથા પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી બંને ઉપર પૂ. ગુરુદેવશ્રીને ઘણી આશાઓ હતી. (પરંતુ પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ નાની ઉમરે કાળધર્મ પામ્યા જેથી પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્વિજય યતીન્દ્રસૂરીારા પછી પૂ. મુનિરાજશ્રી વિધાવિજયજી મહારાજ 'પથિક' જેઓ પૂ. ગુરુદેવશ્રીના પટ્ટશિષ્ય હતા તેમને આચાર્ય પદવી એનાયત કરવામાં આવી અને તેમનાં કાળધર્મ બાદ આપણા કથા નાયક મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજને આચાર્ય પદવી સમસ્ત શ્રી ત્રિસ્તુનિક સંધે આપી. ડિ પૂ. મુનિરાજ શ્રી જયંતવિજય મૃદુભાષી અને શાસ્ત્રમાં લગની ધરાવતા હોવાથી તેમણે પૂ. વર્તમાનાચાર્યશ્રીની હાજરીમાં શાસ્ત્રોનો સારો એવો અભ્યાસ કર્યો. અમદાવાદમાં ખાસ પંડિતો પાસે રહીને ધાર્મિક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી - ભમરી. જેમ દરેક ફૂલમાંથી મધ ચુસતો જાય છે છતાં ફુલ જેમનું તેમ રહે છે એવા 'સાચું એ મારું" ના સિધતિ ને વનમાં ઉતારી જૈન સિદ્ધાંતોના સત્યરૂપ મધને ગ્રહણ કરનાર આપણા કથા નાયકે જે “મધુકર' નુ ઉપનામ ધારણ કર્યું તે ખરેખર યોગ્ય જ પુરવાર થયું જયંતવિજય એટલે મધુકર અને મધુકર એટલે જયંતવિજય એવો શબ્દ પર્યાય પ્રત્યેક જૈન સ્ત્રી પુરુષોના દીલમાં વસી ગયો એવા પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી ‘મધુકર' અર્ધશતાબ્દી મહોત્સવ પછી પૂ. ગુરુદેવ સાથે જ વિચરવા લાગ્યા. - પૂ. ગુરુદેવશ્રી સાથેના વિહારો- ચાર્તુર્માસ અને મહોત્સવ પ્રસંગો 514 સે. ૨૦૧૪ માગશર મહિનામાં મુનિરાજશ્રી જયંતવિજયજીને આહોર નગરમાં ધામધૂમપૂર્વક વડી દીક્ષા આપવામાં આવી અને તે પછી મુનિરાજશ્રી પોતાના ગુરુદેવની વૈયાવચ્ચનો અપૂર્વ લાભ મેળવતા મેળવતા પૂ. ગુરુદેવશ્રીને સાહિત્યોપાર્જનમાં સહાયક બનવા લાગ્યા. અને એ રીતે ખરેખર તો પૂ. ગુરુદેવશ્રીના અંતેવાસી શિષ્ય તરીકે તેઓની પ્રતિભા ઉપસી આવી અને પૂ. ગુરુદેવશ્રીના તેઓશ્રીને અખંડ આશીવિંદ હતા. અને એ આશીર્વાદ જે કામ કર્યું તે આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ- પૂનમચંદમાંથી મુનિશ્રી જતવિજયજી અને મુનિશ્રી યંત્તવિજયમાંથી પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી રૂપે આજે સમસ્ત અખિલ ભારતીય બૃહત્તપાગચ્છિમ ત્રિસ્તુતિક જૈન સંઘનું સતાપૂર્વક નેતૃત્વ સંભાળી ઉગ્ર વિહાર કરતા સમગ્ર દેશમાં જૈન શાસનનો - જૈન દર્શનનો - તત્વજ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. સ ૨૦૧૪ - મોહનખેડા તીર્થની નજીકમાં જે આવેલ રાણાપુર. ગુજરાત મધ્ય પ્રદેશની સરહદ પર લગભગ આવેલ છે. અને અર્ધશતાબ્દી મહોત્સવમાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજીની સાથે અથાગ મહેનત ઉઠાવી મહોત્સવની સફળતા થઈ તેમાં કરેલ પરિશ્રમથી થાકેલ પૂ. ગુરુદેવશ્રી સાથે આપણા વર્તમાનાચાર્યશ્રીનું સં ૨૦૧૪ નું ચાતુર્માસ રાણાપુરમાં થયું જે પ્રસંગે ધર્મના અનેક તપ જપ કરાવી જૈન જૈનેતરમાં ધર્મની અભૂતપૂર્વ જાગૃતિ લાવી.સં ૨૦૧૫ જ્યાં આપણા પ્રાતઃ સ્મરણીય For Private & Personal Use Only ईर्ष्या द्वेष बढ़ा जहाँ, बात बात में क्लेश । जयन्तसेन मिले नहीं, वहाँ आत्म सुखलेश ॥ www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy