________________
૫૩
સ્મૃતિ ગ્રંથ : એક સમીક્ષા વિશે માgિ' અર્થાત વિવેકમાં-દશનશદ્ધિમાં ધમ કહેલો છે. તત્વની આરાધના અથે, સત્યની ઉપાસના અર્થો તેમ જ અનંત ઉપકારી તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીના વચને જીવનમાં આત્મસાત્ કરવા અર્થે જીવ કેઈ ગ૭–સંપ્રદાય વિશેષનું આલેખન સ્વીકારે તેમાં આત્મશુદ્ધિના આશયની પરિપૂતિ છે. “સિક ર સેવિકા' એ આગમતિ પર ચિન્તન કરી પિતાના સમયનાં અલ્પ શિથિલાચારને પણ ન સાંખી લેનાર યુગપુરુષ પરમાદરણીય
નાચાર્ય ભગવંત શ્રી આયરક્ષિતરિ મહારાજાએ અચલગચ્છ (વિધિપક્ષ) ની સ્થાપના કરી. તેમની પાટાનુ પાટે થઈ ગયેલા પ્રભાવક આચાર્યોની પરમ્પરાની સંક્ષિપ્ત ઝાંખી આ આ ગ્રંથના પહેલા વિભાગમાં કરવામાં આવી છે. દશનશુદ્ધિ-વિવેકથી જ આ પરમ્પરા ટકી શકે તેમ છે તેનું મહત્ત્વ સમજાવવા “તારકશ્રી સમ્યકત્વના અડસઠ પ્રકાર” એ શિર્ષક હેઠળ વૃર્તમાન અચલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે બીજા વિભાગમાં લેખ આપી મહદ્ ઉપકાર કર્યો છે.
સદ્ગુરુના સાન્નિધ્ય સિવાય આત્મવિશુદ્ધિની કલ્પના કરવી પણ અંતરથી જાગૃત થયેલા ભવ્યાત્માઓને દુગમ ભાસે છે. સદ્દગુરુને મહિમા સર્વધર્મોએ મલીને એકી સ્વરે ઉચાયે છે. ગુરુ (Guru) શબ્દને આંગ્લ શબ્દકોષમાં પણ સ્થાન મલ્યું છે. અચલગચ્છ (વિધિ પક્ષ) જૈનેતરને જૈન તનું પ્રતિબંધ પમાડનાર સમથ આચાર્યો માટે ગૌરવ લઈ શકે તેમ છે. ઉત્તમ ચારિત્ર્ય અને વિદ્વતાની સુવાસ પસરાવનાર જીવન શિલ્પનું નિર્માણ કાર્ય મંદિરના નિર્માણ જેટલું તે સહેલું નથી. વિદ્વદ્રય, કવિરત્ન પૂ. વર્તમાન અચલગચ્છાધિપતિશ્રી તથા તેમના વિદ્વાન શિષ્ય રત્નો પાસેથી સંઘને તેમજ જૈન સમાજને ઘણું અપેક્ષાઓ છે. પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સાહેબે આ મહાકાય ગ્રંથનું સંપાદન –સંશોધન કાર્ય હાથમાં લઈને સમયની માંગને પૂરી કરી છે.
રાજનીતિ, ગુન્હાઓ, અશ્લીલતા અને વિકથાથી ઊભરાતા અર્વાચીન સાહિત્યમાં અચલગચ્છ (વિધિ પક્ષ) ની અસિમતાનું પરિચાયક આ સ્મૃતિગ્રંથ જે ચિંતન જે અભિનિબોધ જૈન જૈનેતર સમાજને પુરૂં પાડશે તેનું વાસ્તવિક મૂલ્ય વિશિષ્ટ કેટિનું છે.
બીજા વિભાગમાં જૈન આચાર, તત્ત્વજ્ઞાન, કલા, ઈતિહાસ, સાહિત્ય આદિમાં જૈન ધર્મો અને શ્રી અચલગચ્છ (વિધિપક્ષે) આપેલ ફાળાને સમાવી લેવામાં આવ્યું છે. વિધવા વિવાહ, બાળદીક્ષા, અસ્પૃશ્યતા આદિ વિવાદાસ્પદ વિષયને લઈને સવ ગ્રાહ્યા અને સર્વમાન્ય મંતવ્ય સુધી પહોંચવામાં હજી વિશેષ ચિંતન થવું જરૂરી છે. પણ આ મુદાઓના લેખેને સ્મૃતિ ગ્રંથમાં સ્થાન આપીને સંપાદકશ્રીએ ખરેખર ખેલદિલી દાખવી છે. આ લેખમાં થયેલ અનેક શાસ્ત્રીય ઉલેખ દ્વારા અમુલ્ય માર્ગદર્શન સાંપડે છે. જુની જૈન કવિતાને આસ્વાદ આ વિભાગમાં માણી શકાય છે. સાહિત્ય સંરક્ષણના સૂચને તથા ભાવિ સાહિત્ય પ્રકાશન વિશેના નિદેશે ખૂબ જ સમયસરનાં તેમજ ઉપયોગી છે. સંપ્રદાય તથા સમાજને માગદશન પુરૂં પાડતા આ વિભાગમાં જે વિદ્વાનેએ લેખ આપ્યા છે તે સન્માનને પાત્ર છે સમયની મર્યાદામાં રહીને આ ગ્રંથનું સંપાદન કરવાનું હાઈને વિષય વૈવિધ્ય ને આવરી લેતું એગ્ય વગીકરણ અને અનુક્રમ સચવાયું હોત તો ઠીક થાત ! - ત્રીજ વિભાગમાં હિન્દી અને ચોથા વિભાગમાં સંસ્કૃત લેખ-
કાને સમાવેશ કરી આ સ્મૃતિગ્રંથ વિશેષ રૂચિકર બન્યું છે.
અભ્યાસ માટે આ ગ્રંથમાં ભરપૂર સામગ્રી છે. કળામય જિનાલયે, પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંતે, અપ્રાપ્ય હસ્તપ્રત અને ઐતિહાસિક શિલાલેખ ના બ્લોક (ફટાઓ) વડે સુશોભિત આ ગ્રંથ સંગ્રહી રાખવાનું મન થાય તેવું છે. સંપાદન કાર્યની કપરી કામગિરી જે અથાગ પરિશ્રમ વડે પૂર્ણ કરાઈ છે તે પ્રશંસાને પાત્ર છે. ભાવિ સાહિત્ય માટે સંપાદકશ્રી પાસે વિશેષ સંભાવનાઓ રાખી શકાય તેમ છે. –ડે, રમેશભાઈ સી. લાલન (માટુંગા)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org