________________
sevest-boosteveshotstepsad stopposbobbooooooooooooosbestoboosebeesebebes૩૩૩
કખાણ આદિ ધામિક આચારે સેવાતા જ હોય છે. અને એ દ્વારા જ સહજ રીતે સાધુજીવનની તાલીમ મળી જતી હોય છે. એને બીજાઓની જેમ જૈન સાધુજીવનની કઠોર ચર્યા કઠણ લાગતી નથી. તેવા આત્માઓને પૂર્વનાં પુણે અથવા સારા સંસ્કાર જાગે છે. અને તેથી જૈન કુળમાં જન્મ અને નાની વયમાં ઉપરોકત કેટલાક નિયમોનું પાલન સુલભ બને છે. તેવી જ રીતે બાળવયમાં દીક્ષા લેવાના કોડ જાગવા એ પૂર્વનાં સંસ્કાર અને પુણ્ય છે. જે ભાવ બીજાને જાગતે નથી યા તે મુશ્કેલીથી જાગે છે, તે જૈન કુળના ધર્મિષ્ઠપણાનું સૂચન કરે છે. ધનાઢ્ય ક્રોડપતિએ પણ દીક્ષા લે છે, તે કઈ સંસારની અનેકવિધ સામગ્રીઓ પોતાને અનુકુળ મળી હોય, છતાં પણ દીક્ષા લેવા સજ્જ બનતા હોય છે. આજકાલને ઈતિહાસ જ એ પ્રગટ કરી આપે છે કે, દીક્ષાનું સ્થાન કેવું ઊંચું છે! ધામધૂમથી પ્રભાવનાપૂર્વક દીક્ષાઓ લેવાય છે. સંસારી કાય પ્રસંગોએ તે કદાચ મિત્રો શુભેચ્છકો કે સગાસંબંધીઓ જ ભાગ લે છે, પણ દીક્ષા વખતે તે સકલ સંઘ અને વિરાટ માનવમહેરામણ પણ ભાગ લે છે, દીક્ષા લેનાર બાળક, યુવાન કે વૃદ્ધ હોય તે પણ, તેના પ્રત્યે સૌ કઈ આદરભાવથી જોતા હોય છે.
બાલ દીક્ષિતાની દીક્ષા સફળ:
એ તે પ્રસિદ્ધ જ છે કે, જે આચાર કે જ્ઞાન નાની ઉમ્મરમાં શિખવાય, તે દમૂળ થઈ ને મોટી ઉમ્મરે બળવાન દેખાય છે. દાખલા તરીકે નાની ઉમ્મરે અંગ્રેજી
ડું પણ શીખેલ મોટી ઉમ્મરે અંગ્રેજી કડકડાટ બોલી શકે છે, તે સૌના અનુભવની વાત છે.
સંસારના વિવિધ ભાગે અને તેની ભેગમય હવામાં દૂષિત થયેલા ચિત્તવાળો દીક્ષા લે, તેની દીક્ષા કરતાં બાલદીક્ષિતની દીક્ષા સુગમ બને છે, તેથી તે દીક્ષા ભુકતભેગ દીક્ષિત કરતાં વધારે સફળતાને વરે એ સિદ્ધ વસ્તુ છે. આ કારણથી જ જૈન શાસનની આયપરંપરાની ઉજ્વલ શ્રમણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે જ્ઞાની ભગવતેએ આઠ વર્ષ વટાવી ગયેલા બાળકને દીક્ષા લેવાની છુટ આપી છે. એટલું જ નહીં, પણ તેના પર ખાસ ભાર મૂક્યો છે. પૂર્વે જે જે સમર્થ પ્રભાવક આચાર્ય ભગવતે કે મુનિપુંગવ થઈ ગયા છે, તેમનાં જીવનચરિત્ર તપાસશે. તે તમને એ બાબત અચૂક માલમ પડશે કે પ્રાયઃ તેઓ ૮ થી ૧૬ વર્ષની ઉમ્મરે દીક્ષિત થયેલા હશે. સંસાર ભગ વિને દીક્ષા લેવા કરતાં બાલવયમાં લેવાતી દીક્ષા જીવનમાં અને આનંદ અને સ્મૃતિ
શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org