________________
1734
sesteste stastestostestadtestostesteste stastastestostobosstoestetstestedastesteste testedade de ses cosastosta odotestostestestestostestastastestes deste
જીર્ણોદ્ધાર થયેલા, ભવ્યતાથી શોભતા શ્રી શાંતિનાજના દહેરાસરને નિહાળી, તે સમયના પ્રતિષ્ઠિત આગેવાન શ્રાવક શ્રી નેણશી શાહ અને તેમના પુત્ર સર્વશ્રી રામસિંહ, સેમસિંહ, કર્મસિંહ ઈત્યાદિ મળીને એક શિખરબંધ દહેરાસરનું નિર્માણ કાર્ય શરૂ . કરાવ્યું. તેમાં ચૌમુખ પ્રાસાદ વગેરે તૈયાર કરાવ્યા અને તૈયાર થયેલા દહેરાસરને પિતાના ભાઈ રાજસિંહ શાહના (નેણસિંહ શાહના ભાઈ) બંધાવેલા દહેરાસરા સાથે જોડી દેવામાં આવ્યું. આ દહેરાસરમાં ભગવાન શ્રી સંભવનાથજીની સમાન પ્રમાણુવાળી ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક કરવામાં આવી. રાજસિંહ શાહના દહેરાસરમાં જવા માટે જે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું, તેની નજીક નેણસિંહ શાહે પ્રવેશદ્વાર તૈયાર કરાવી એક જ પ્રવેશદ્વારમાંથી બંને મંદિરમાં જવાય એ રીતનું બાંધકામ કરી, બંને દહેરાસરને એક કરી નાખ્યાં. શ્રી નેસિંહ શાહ અને તેમના પુત્રોએ એ દહેરાસરના બાંધકામમાં ત્રણ લાખ મુદ્રિકાઓ ખરચી હતી.
રાજસિંહ શાહે આ ઉપરાંત હાલારમાં માંઢા તથા ભલસાણ ગામમાં બે જૈન દહેરાસરે બંધાવેલાં હતાં, તેમ જ મયાંતર અને કાસાવડમાં બે ઉપાશ્રયે બંધાવી આપેલા હતા.
વિ. સં. ૧૬૫૦ માં કચ્છના રહેવાસી શાહ સોદાગર શેઠ વર્ધમાન શાહ અને તેમના લઘુ બંધુ પદ્ધસિંહ શાહે ભદ્રાવતી (કચ્છ)નો એક મોટો સંઘ કાઢયો. આ સંઘ વહાણોમાં બેસી નાગનાથ બંદરે (નવાનગર–જામનગર) ઊતર્યો. આ સંઘ સાથે મહાન જ્ઞાની આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરિજી અને તેમનું શિષ્યવૃંદ પણ જમીનમાર્ગે–રણમાર્ગેથી ભળીને સાથે ગયું હતું. તેઓ તમામ પગે ચાલતાં ચાલતાં કચ્છનું રણ પાર કરીને જામનગર આવી પહોંચ્યા.
આ સંઘ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા પૂરી કરી જામનગર પાછો ફર્યો, ત્યારે મહારાધિરાજ જામસાહેબ શ્રી જશવંતસિંહજીએ સંઘનું ભવ્ય સ્વાગત કર્યું. શહેરનું વાતાવરણ આ સંઘના મંગલ પ્રવેશથી ભવ્ય લાગવા માંડયું. રાજવીએ અને સંઘપતિએ નગરની પ્રજાને ભાવતાં ભેજન જમાડયાં. આ મંગલ પ્રસંગે નામદાર જામશ્રીએ વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહને મૂલ્યવાન વસ્તુઓની પહેરામણી આપી અને તેની સામે બને ભાઈઓએ જામશ્રીને ચરણે એથી યે વધુ કિંમતી વસ્તુ ધરી.
જામનગરમાં રહી વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહ કરોડો રૂપિયા વ્યાપારમાં કમાયા. આથી જામસાહેબે તેમને રાજ્યના પ્રમુખ મંત્રીઓના હોદ્દા અર્પણ કર્યા.
Eા શ્રી આર્ય કયા ગૌતમસ્મૃતિગ્રંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org