SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ este studie bestestuestoskestekset.ikestestosteslesbo steskestestet de bedostoiestit sistem de stedestestostekstetsastestetske se stesse stesbesest [18 ] દ્વિતીય પદ્યમાં પાર્શ્વનાથનું રૂપ અનુપમ હોવાનું કથન છે. ચતુર્થ પદ્યમાં રુચિર લક્ષણથી એમને દેહ અલંકૃત હેવાનું, પાંચમા પદ્યમાં તીર્થકરેગેત્રકમ વડે ઉપાર્જિત ગેત્રવાળા હેવાનું, અગિયારમામાં કુળના રક્ષક હોવાનું, બારમામાં એમને વર્ણ “ઈન્દ્રનીલ મણિ” જે અને વાણી અમૃત સમાન હોવાનું કથન છે. સોળમમાં પ્રભુ અનંત ચતુષ્ટયવાળા હોવાનું કહ્યું છે. સત્તરમા પદ્યમાં ‘શુભસાગર દ્વારા કર્તાએ પોતાનું કલ્યાણસાગર નામ સૂચવ્યું છે. પદ્ય ૧-૧૬ પૈકી પ્રત્યેક પદ્યના ત્રણ ત્રણ અંશે કરાયા છે અને દરેકને અંત અનુપ્રાસથી અલંકૃત છે. છઠ્ઠા પદ્યમાં કલ્યાણના બે અર્થ અને નવમા પદ્યમાં ૨ (સૂ)રના બે અર્થવાળે શબ્દ છે. દશમા પદ્યમાં ત્રણ અર્થમાં “વિશ્વ” શબ્દ જાય છે. એવી રીતે બારમા પદ્યમાં “સુવર્ણ'ને બે અર્થમાં અને પંદરમાં પદ્યમાં “સારંગ ને ત્રણ અર્થમાં પ્રયોગ કરાય છે. આમ આ ગીતમાં અનેકાર્થક શબ્દો વપરાયા છે. (૧૩ – ૨૦) ચિંતામણિ પાર્શ્વનાથ સંતવન : આ ૧૧ પદ્યની કૃતિમાં પાર્શ્વનાથને “ચિન્તામણિ પાર્શ્વનાથ તરીકે પદ્ય ૩, ૫, ૮, ૧૦ એમ વિવિધ પદ્યમાં ઉલ્લેખ છે. પદ્ય ૧–૧૦ શાર્દૂલવિકીડિત છંદમાં છે, અને ૧૧મું અંતિમ પદ્ય માલિની છંદમાં છે. પ્રથમ પદ્યમાં તીર્થકરના દેહને અંગે ૧૧ પ્રશ્નો રજૂ કરાયા છે. જેમ કે, શું એ કપૂરમય છે? શું એ અમૃતના રસમય છે? ચન્દ્રનાં કિરણોમય છે ? વગેરે. દ્વિતીય પદ્યમાં એમના યશને હંસ કહી એ યશ કે છે તે બાબત સાત કૃદન્ત દ્વારા રજૂ કરાઈ છે. તૃતીય પદ્યમાં “ઉ” અન્તવાળા સાત શબ્દો જાયા છે. આ ત્રણે પદ્ય કાવ્યરસિકેને આનંદજનક થઈ પડે તેવાં છે. પાંચમા પદ્યમાં “કલિ” કાળનો ઉલ્લેખ છે, તે નવમામાં શાકિનીને અને વેતાલ, દશમામાં કલ્પવૃક્ષ, કુમ્ભ અને ચિન્તામણિ રતનનો. પદ્યો ૭-૮ યુગ્મરૂપ છે. એ દ્વારા આ મન્ત દર્શાવાયું છે. ૩% શો કરું ન૩િ... - આ મંત્ર આપવાની વિશેષતા સમગ્ર સંસ્કૃત ભક્તિસાહિત્યમાં જોવા મળે છે. આ મંત્રનું ધ્યાન કેવી રીતે ધરવું તે બાબત આઠમા પદ્યમાં જણાવતાં કહ્યું છે કે “ચિન્તામણિ પાર્શ્વનાથનું ગીઓ હૃદયકમળમાં સ્થાપીને, લલાટ, ડાબી ભુજા, નાભિ, બને હાથ, જમણી ભુજા અને અષ્ટકમળમાં એમ સાત સ્થળે ધ્યાન ધરે છે. ૧૧મા પદ્યમાં પાર્શ્વનાથની પડખે પાર્ધયક્ષ હોવાનું કહ્યું છે. અમ શ્રી આર્ય કલયાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ ઝS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy