SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ see f૧૩૫ ઇને tempedesed ested for step by shooseberdeepesterone પૂજન કર્યું અને રૂ ભરેલા વહાણમાં મૂર્તિનું મુખ ચગ્ય દિશામાં રાખી તેઓ જામનગર આવવા રવાના થયા. વહાણે જામનગરના બંદરે નાંગર્યા. વહાણોમાંનું રૂ ઉતારવામાં આવ્યું. ત્યાર બાદ ખૂબ ધામધૂમપૂર્વક મૂતિને શહેરમાં લાવવામાં આવી. ભગવાન શ્રી નેમિનાથની આ ભવ્ય મૂર્તિને શેઠે પોતાના ઘરમાં રાખી અને ? હંમેશાં પવિત્ર ભાવનાથી તેની પૂજા ભક્તિ કરવા લાગ્યા. આમ એક દિવસ તે ભગવાનની મૂર્તિની પૂજા કરી રહ્યા હતા, ત્યાં તેમના ભક્તિભાવથી ભરપૂર હૃદયમાં એક વિચાર જાગ્યો કે શ્રી વીતરાગદેવ તરફથી મને મળેલી આ અમૂલ્ય પ્રસાદી રૂપે મૂર્તિને મારે શિખરબંધ દેરાસરમાં જ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ અને તેના માટે મારે તેવું દેરાસર પણ બંધાવવું જરૂરી છે, શુભ દિવસે શેઠ તરફથી દેરાસરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. પણ ત્યાં આગળ દરરોજ ચમત્કાર સર્જાવા લાગ્યા. દિવસ દરમ્યાન જેટલું ચણતરકામ થયું હોય, તે રાત્રિના પહેલા પહોરમાં જ જમીનદોસ્ત થઈ જતું. પણ, બીજે દિવસે જરા પણ કંટાળ્યા. વગર મુહણસિંહ શેઠ કડિયા અને સલાટને ચણતરકામ કરવા આજ્ઞા આપતા જેટલું ચણતર થયું હોય તે રાત્રિ દરમ્યાન કડકભૂસ થઈ જતું. સાત વાર આવી રીતે થવાથી શેઠ જ્યોતિષીઓ, યેગી, મહારાજે, સંત અને ફકીરો વગેરેને આમ થવાનું કારણ પૂછવા લાગ્યા અને તેમને જે કંઈ નિરાકરણ બતાવવામાં આવતું તે મુજબ કાર્ય કરતા. પણ જે બનતું આવતું હતું, તેનું જ પુનરાવર્તન રાત્રિ દરમ્યાન થતું અને આ જિન દેરાસરનું કામકાજ આગળ વધતાં અટકતું હતું. મુહણસિંહ શેઠ આથી ખૂબ વિચારમાંચિંતામાં રહેવા લાગ્યા અને દેરાસરનું કાર્ય આગળ કેમ વધે તેના ઉપાય શોધવા લાગ્યા. નગરમાં વસતા શેઠ તેજસિંહ શાહની આગ્રહભરી વિનંતીથી નગરમાં પધારેલ મહાન તેજસ્વી જ્ઞાની અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સૂરીશ્વરજી મહારાજની સલાહ લેવાનું મુહણસિંહ શેઠે નક્કી કર્યું અને ઉપાશ્રયે ગયા. ત્યાં આગળ મહારાજશ્રીને વંદના કરી પોતે શા માટે આવ્યા છે તે તમામ વાત મહારાજશ્રી આગળ રજૂ કરી. વાત સાંભળી મહારાજશ્રીએ મધુર વચનથી શેઠને બીજે દિવસે આવવા જણાવ્યું. વંદના કરી મુહણસિંહ શેઠે મહારાજશ્રીમાં શ્રદ્ધા મૂકી અને પોતાના દૈનિક કાર્યમાં જોડાયા. - રાત્રિ દરમ્યાન પૂ. આચાર્ય ભગવંત ધર્મમૂર્તિ સૂરીશ્વરજી મહારાજે અચલગચ્છની અધિષ્ઠાયિકા મહાદેવી શ્રી મહાકાલીજીનું સ્મરણ શરૂ કર્યું અને તે જ ક્ષણે દેવીજી ઉપસ્થિત થયા. પૂ. મહારાજશ્રીને વંદન કરી પોતાને આ રીતે યાદ કેમ ર્યા છે તેનું મા શ્રી આર્ય કલ્યાણરાગોતHસ્મૃતિ ગ્રંથ BOSS . . " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy