________________
[૧૦]હons occolor
othese see testsee ethere were
send sessom
s
મુસ્લિમ શાસનકાળ દરમ્યાન, પાછળથી અહીંના ગરાસિયાઓ પાસેથી સત્તાનો કબજો રાધનપુરના નવાબે લઈ લીધેલો. દેશ આઝાદ થયો, અંગ્રેજ હકૂમતમાંથી દેશને જ્યારે
સ્વતંત્રઘા મળી અને તે પછી રજવાડાનું વિલીનીકરણ થયું, ત્યાં સુધી લોલાડા રાધનપુર રાજ્યની હકૂમતમાં હતું.
કાળક્રમે ગામની જૈન શ્રાવકોની ૧૦૦ ઘરની વસ્તી ઘટીને ફક્ત ત્રણ ઘર જેટલી સીમિત થઈ ગઈ. કેટલાંક કુટુંબ ધંધાર્થે બહાર દેશ-દેશાવર ચાલ્યાં ગયાં. કેટલાંકનું નિર્વશ ગયું. પાંચ બિંબવાળા શાંતિનાથ જિનપ્રાસાદમાં ફક્ત એક જ મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુનું બિંબ રહ્યું. જન શ્રાવકેની વસ્તી ઘટી જવાથી જિન-પ્રતિમાઓને બહાર શહેરનાં દહેરાસરોમાં આપી દેવી પડેલી.
હાલમાં, લોલાડા ગામમાં જૈનોનાં આઠ ઘર છે. શ્રી શાંતિનાથ પ્રભુની અતિ પ્રાચીન અલૌકિક અને ચમત્કારિક મૂર્તિવાળું એક દહેરાસર છે. તેને ઉદ્ધાર પચાસ વર્ષ પૂર્વે અમદાવાદના શેઠ જમનાભાઈ ભગુભાઈએ કરાવેલો છે. એક ઉપાશ્રય છે. પાઠશાળા, ભોજનશાળા, આયંબિલશાળા કાળક્રમે અને આવકના અભાવે હાલમાં બંધ થઈ ગયેલાં છે.
અત્યારે લોલાડા ગામની વસ્તી ૪૦૦૦ ની છે. “સમી તાલુકામાં સમી પછીનું આ બીજા નંબરનું ગામ છે. ગામમાં બાલમંદિરથી માંડીને એસ. એસ. સી. સુધીનું શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થાઓ, સાર્વજનિક છાત્રાલય, બેંક, દવાખાનું, વીજળી, ટેલિફેન, પાણીના નળ, નળના જોડાણ સાથેનું વારિગૃહ ઈત્યાદિ આધુનિક સુવિધાઓ છે. ગામમાં જૈન કુટુંબને ઈતર જાતિઓ સાથે બહુ જ સારો ભાઈચારે અને સંપ છે. આને માટે અહીં એક જ દાખલો આપવા પૂરતું છે. ગામની વસ્તી પંચરંગી – દરેક કેમની લગભગ સરખી જેવી હોવા છતાં, લોલાડા ગામના સરપંચ પદે છેલ્લાં ૧૦ વરસથી એક જૈન ભાઈની વરણી ગામ લોકે બિનહરીફ અને ચૂંટણી વિના કરતા આવ્યા છે. ગામના આગેવાન કાર્યકર ભાઈઓનું તાલુકા, જિલ્લા અને રાજ્યમાં બહુ જ સારું માન અને વર્ચસ્વ છે.
શ્રી પાશ્વ લિખિત “અંચલગચ્છ દિગ્ગદશનમાં લેલાડા વિષે ભૂતકાલીન ઐતિહાસિક માહિતી આ પ્રમાણે આપવામાં આવી છે :
(૧) સં. ૧૨૨૪ માં લોલાડા નગરમાં રાઠોડ વંશના રાઉત દેણગરને ત્યાં શ્રી સિંહસૂરિએ પ્રતિબોધ આપી તેને જૈન કર્યો. તેના વંશજો ઓસવાળ જ્ઞાતિમાં પડાઈયા ગોત્રથી ઓળખાય છે. આ વંશમાં તિલાણી, મુળણીયા વગેરે એડકો છે. આ ગોત્રના
ત્ર
માં શ્રી આર્ય કરયાણા ગામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org