________________
to do soda bioloss and d
evelose%essed offses of
stafood.ed.goooooooooooooooo.Moedese [૧૧૭]
નથી. હાથ-બનાવટના ઊંચા કાગળમાં હાથથી લખાયેલ સાહિત્ય ઘણે લાંબો સમય ટકી શકે છે.
૧૫. જૈનશાસનને વફાદાર રહી ધર્મમાગે જીવન જીવનાર ત્યાગી સાધુ-સાધ્વીઓ દરેક પિતાનાથી બની શકે તેટલું જાતે લખવાનું રાખે તેમ જ છપાવવાને બદલે લહિયાઓ મેળવીને લખાવવાનું ચાલુ રાખે. હાથનું લખેલું જ વાંચવાની ટેવ રાખે તે શાસનની સુંદર પ્રણાલિકા અવિચ્છિન્ન ચાલુ રહે.
૧૬. વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન તથા ધર્માનુષ્ઠાન વડે અધ્યાત્મ રસમાં ઝીલનારા મુનિજનેના પવિત્ર હાથથી લખાયેલ સાહિત્ય હાથમાં લેતાં જ વૈરાગ્ય અને ધર્મશ્રદ્ધા ઉત્પન્ન કરે. કારણ કે એના પવિત્ર પરમાણુની અસર એ પુસ્તકમાં હોય છે.
૧૭. પ્રચારની દૃષ્ટિએ યાંત્રિક સાધનોનું અવલંબન લેવાય છે. તેમાં યંત્રવાદનું પિષણ છે. આરંભાદિ પાય રહેલ છે. આ સંસ્કૃતિ પ્રત્યે અનાદર છે. જ્ઞાનની આશાતના વધે છે.
૧૮છાપેલ પુસ્તકમાં થયેલી એક ભૂલ પાંચસો, હજાર કે જેટલી નકલ છાપી હોય તેટલીમાં રહે છે. લખેલી દશ કે વીસ પ્રત એકઠી કરી હોય તેમાં ભૂલ હોય, તે જુદી જુદી હોય, તે પણ એમાંથી સાચે પાઠ તારવી શકાય છે.
૧૯. પ્રચારના મેહમાં આરંભનું પિપણુ અને શ્રતની વિરાધના થાય છે, એ ભૂલી જવાય છે. ગુરુ-શિષ્યભાવ જે ઉચ્ચ પ્રકારની વિનયમર્યાદા ઉપર ટકેલ હતું, તે અધિક પડતાં પુસ્તકો મળવાથી ઘટતો જાય છે. એથી નક્કર બંધ થતા નથી. આડંબર વધત જાય છે.
૨૦. અઢાર દેશના માલિક પરમાત કુમારપાળ મહારાજાએ ધર્મરક્ષા માટે હાથમાં લખેલા શાસ્ત્રના ભંડારે ગામેગામ કરાવ્યા હતા.
૨૧. વસ્તુપાળ-તેજપાળ જેવા ઉત્તમ શ્રાવોએ શ્રુતજ્ઞાનને લખાવવા અને સાચવવા માટે તે વખતમાં આઠ કરોડનો ખર્ચ કર્યો હતો.
૨૨. બીજા પણ ઘણા શાસનરાગી શ્રાવક-શ્રાવિકાઓએ પુસ્તકો લખાવવામાં પોતાના દ્રવ્યનો સદ્વ્યય કર્યાની હકીકત ઘણી પ્રશસ્તિઓમાં મળી આવે છે. શ્રાવકેના છત્રીસ કર્તવ્યને ઓળખાવનાર “મન્ડ જિણાણ” સઝાયમાં પુસ્થય લિહણ કહેલ છે. એટલે પુસ્તક લખાવવું એ શ્રાવકનું અવશ્ય કર્તવ્ય છે.
અર્શી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથકી
**
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org