________________
Je
t
hnohibitious, emotionsolememesterdoses.footed..which he haltitude
ઘર પ્રતિ પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં એક માણસ મળે. તેણે પૂછ્યું : “કેમ ભાઈઓ ! નૃત્ય જેઈ આવ્યા? નૃત્ય કે હતે?” ત્યારે આંધળાએ કહ્યું : “ આજે ફક્ત ગીત ગાવાનું થયું છે. નૃત્ય તે આવતી કાલે થશે. ત્યારે વચ્ચે જ બહેરે છેઃ “અરે ! આજ તે. ફક્ત નાટક જ થયું છે. ગીત ગાવાનું તે આવતી કાલ પર હશે !” આમ બને જણ પિતાના તાનમાં આવી ગયા. એટલું જ નહીં પણ “હું જ સાચે, તું ખોટો” આમ ગયા. એટલું જ નહીં પણ “હું જ સાચે, તું ખેટો” આમ નાહક વાદવિવાદમાં ઊતરી મારપીટ સુધી પહોંચતા વાર ન લાગી.
અનેકાંતવાદ એ જ કહે છે કે, એક દષ્ટિકોણ પોતાનું કરી આંધળાબહેરા ના બને. બીજાનું પણ સાંભળે. બીજા શું કહે છે તે સાંભળી દષ્ટિબિંદુઓને પણ દેખે. તે પર ચિંતન કરે. હકીકતમાં નૃત્યમાં થઈ હતી અને વસ્તુઓ. નાટક પણ અને ગીત ગાન પણ! પરંતુ આંધળો નૃત્ય નહોતે દેખી શકતે. જ્યારે બહેરે ગાતે નહેતે સાંભળી શકતે. આજે ગાવાનું જ થયું છે, યા નૃત્ય જ થયું છે. આ “જ”કારમાં કલહ-મારપીટમાં પડી બન્ને જણા ઝઘડ્યા. જે બન્ને જણ એકબીજાને સમજી લેત અને
પણ”ની વાતમાં (કદાચ આમ પણ હશે) માનીને પોતાપણું ન કરત, તે ઝઘડવાને પ્રશ્ન જ ન રહેત. આવી રીતે અનેકાંતવાદ પરસ્પરમાં કલહવિવાદ ઉત્પન્ન કરવાવાળા જકારનું ઉમૂલન કરીને તેના સ્થાન પર “પણ”...ને પ્રવેગ કરવાની મહાન પ્રેરણા આપી જાય છે.
અનેકાંતવાદી (સ્યાદ્વાદી) અને ન્યાયાધીશ બંને સરખા ગણી શકાય છે. ન્યાયાધીશ જે રીતે વાદી-પ્રતિવાદીની જુબાની લઈ, તેમનાં દૃષ્ટિબિંદુઓ તપાસી કેસનો ફેંસલે આપે છે, તેવી જ રીતે સ્યાદ્વાદી પણ વિરોધીઓનાં દૃષ્ટિબિંદુ અવલોકી તેમાંથી સારાંશ તારવી વસ્તુસ્થિતિને નિર્ણય કરે છે અને સાથે સમન્વય કરાવે છે. આમ, ન્યાયાધીશ કરતાં પણ તે એક ડગલું આગળ વધે છે.
આ માટે જૈન શાસ્ત્રોમાં છ અંધ પુરુષ અને હાથીનું દષ્ટાંત આપવામાં આવ્યું છે.
એક વખત એક ગામમાં કોઈ જન્મથી આંધળા એવા છે પુરુષ હાથી પાસે ગયા. તેઓએ હાથીને કદી જોયેલે જ નહીં, તેથી માંહમાંહે આ પ્રમાણે વિવાદ કરવા લાગ્યા;
જેના હાથમાં હાથીને પગ આવ્યો. તેણે કહ્યું : “હાથી થાંભલા જેવો છે. જેના હાથમાં કાન આવ્યું. તેણે કહ્યું : “હાથી સુપડા જેવો છે. જેના હાથમાં સૂઢ આવી, તેણે કહ્યું : હાથી સાંબેલા જેવો છે. જેના હાથમાં પેટ આવ્યું, તેણે કહ્યું : “હાથી પખાલ જેવો છે.”
ર
ન થાઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org