________________
છે
I[B[L)
જિનપૂજાનો ક્રમ [એક મનનીય વિચારણા] – શ્રી માણેકલાલ છગનલાલ મહેતા
[‘નવજીવન ગ્રંથમાળા ' (ગારિયાધાર – સૌરાષ્ટ્ર) જે “જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ – પૂનાની શાખારૂપ છે. તેમના તરફથી પ્રકાશિત થયેલા “જિજ્ઞાસા” પુસ્તક જેના શ્રી માણેકલાલ મહેતા લેખક છે, તેમાં તેમણે જિનેશ્વર પરમાત્માના બિંબની નવાંગ પૂજા અંગે પણ એક પ્રશ્નોત્તર લખેલ છે. વર્તમાનમાં પણ અંચલ (વિધિપક્ષ) ગ૭ના શ્રાવક – શ્રાવિકાઓ જિનપ્રભુની નવાંગ પૂજા કરતાં નીચે ન ઊતરતાં ઊંચે ચઢે છે, પૂ. શ્રી મેઘરાજ મુનિ ત “પૂજા’ વર્તમાન કાળમાં ઉપલબ્ધ પૂજા સાહિત્યમાં સૌથી પ્રાચીન અને પ્રથમ મનાય છે. શ્રી મહેતાનો આ પ્રશ્નોત્તર મનનીય હોઈ અહીં આપેલ છે.
– સંપાદક]
પ્રશ્નઃ શું ચાલતી આવતી નવ અંગની પૂજાને કમ બરાબર છે?
ઉત્તરઃ અત્યારની પ્રથા અનુસાર નવ અંગના દુહા પ્રમાણેઃ ૧. ચરણ, ૨. ઢીંચણ, ૩. કાંડુ, ૪. ખભા, ૫. શિર, ૬. ભાલ, ૭. કંઠ, ૮. હદય, ૯. નાભિ. એમ કમ રાખીને પૂજા કરવામાં આવે છે. આ રીતે નવે અંગ દ્વારા તીર્થંકર પરમાત્માએ અનંત ઉપકાર કરેલ છે, તેને આપણે યાદ કરીએ છીએ.
પરંતુ, આપણે સૌથી ઊંચું એક્ષપદ (મુક્તિપદ) પ્રાપ્ત કરવું છે. ત્યાંથી ફરી આ સંસારમાં આવવાનું જ નથી. જ્યારે આપણે તે શિર ઉપર પાંચમું તિલક કરી પાછા નીચે ઊતરીએ છીએ. તે મારી માન્યતા મુજબ બરાબર લાગતું નથી.
પૂજ્ય શ્રી મેઘરાજ મુનિ કૃત “સત્તર ભેદી પૂજાની બીજી પૂજામાં કહ્યું છે : “પૂજિયે નવ અંગે, ચરણ, જાનુ – કર, અંસ (નાભિ), હદિ, બાહુ બેઉ અપાર; કંઠ લલાટ, શિર વિલેપતાં રંગભર, પામીએ રે ભવતણે એમ પાર.”
આ પદ અનુસાર ઃ ૧. ચરણ, ૨. ઢીંચણ, ૩. હાથ (કાંડાં), ૪. નાભિ, ૫. હૃદય, ૬. બાહુ (ખભા), ૭. કંઠ, ૮. લલાટ, ૯. શિર.
આ રીતે શિર ઉપર છેલ્લું તિલક કરવું એમ સ્પષ્ટ દેખાઈ આવે છે, અને તે જ ગ્ય હોવું જોઈએ.
OFા શ્રી આર્ય ક યાણા ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org