________________
AAAAAAAAAAAAAAAAAAAAA
પ. પૂ. દાદાસાહેબ અચલગચ્છાધિપતિ દ3 શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.નાં ગુણગાન
- પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા
(રાગ : રાખનાં રમકડાં) કે દુર્લભ દર્શન ગુણીવર ગુરુવર, સ્મરણે પાવન થઈએ રે;
ગુરુ ગૌતમસાગરસૂરિના ગુણ, ગાઈ ભવાદધિ તરીએ રે. દુર્લભ મરૂભૂમિના પાલી શહેરમાં, વિપ્ર શ્રીમાળી જ્ઞાને; પ્રસવ્યો પુત્રરત્ન ધીરમલ્લ, સ્ત્રી ક્ષેમલદે માત રે. દુર્લભ૦ ૧ ગુલાબમલ નામે એ બાળક, પાંચ વર્ષના થાવે; પંડિત દિવસાગર પતિવરને, વડીલ વહોરાવે ભાવે રે. દુર્લભ૦ ૨ સંવત શત ગણીશ ચાલીશે, વીશ વર્ષના થાવે; મુંબઈ માહીમ નગરે ત્યારે, દીક્ષા લીધી ભાવે રે. દુર્લભ૦ નિત્ય એકાશણ તપ કરતા ગુરુ, પવિત્રા ચારિત્ર પાળે;
આંતરે આંતરે ઉગ્ર તપો કરી, કઠિન કર્મને બાળે રે. દુર્લભ૦ ૪ દેશ વિદેશે વિચરે, ઉપદેશ આપે બોધ પમાડે, મિથ્યામતિ ઉરછેદી કેકને, આત્મભાવમાં રમાડે રે. દુર્લભ૦ ૫ બહુ જીવે વૈરાગ્ય રંગથી, દીક્ષા લે ગુરુ પાસે; અચલગચ્છ મુનિનાયક ગુરુનાં, દર્શને પાપો નાસે રે. દુર્લભ૦. મહિયલમાં જનમંદિર-શાભનંડારો ગુરુ કરાવે; શાનદાનની પરબ મંડાવે, દીદ્ધાર કરાવે રે. દુર્લભ૦ ૭. દર્શન, શાન, ચારિત્ર પ્રચારી, ભવિના ભવ ભય કાપી; જિનશાસનની ઉન્નતિ કરતા, ગુરુવર મહાપ્રતાપી રે. દુર્લભ૦ ૮ ગુણસાગર પાઠકને પટ્ટધર સ્થાપી, મુનિગણ આપે; સુંદર સંધ વ્યવસ્થા કરીને, આત્મરમણે મન સ્થાપે રે. દુર્લભ૦ ૯ બે હજાર ને નવની સાલે, વૈશાખ સુદી ત્રયોદશીએ; ભૂજનગરે થયા સ્વર્ગવાસી, શિવનગરે જઈ વસીએ રે. દુર્લભ૦ ૧૦ દાદાસાહેબ મહા યોગીશ્વર, ગુણનિધિ સુવિહિતરાય; સ્વાર કલ્યાણક દયાનિધિ ગુરુ, સંધ નમે ગુણ ગાય રે. દુલર્ભ૦ ૧૧
કઈ જાણી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org