________________
ચાતુમાંસ વિનાના ક્ષેત્રોમાં પર્યુષણ પર્વમાં વ્યાખ્યાનો, પ્રતિક્રમાદિ આરાધના કરાવવા જાય છે. (૪) દર વખતના જ્ઞાનસત્રોની વ્યવસ્થામાં તથા પ્રભુભક્તિ રૂ૫ વરઘોડા કે છરી પાળતા પગપાળા જૈન સંઘ, મહત્સવ વિ.માં સ્વયંસેવક તરીકે સેવાઓ આપે છે. (૪) શક્તિશાળી યુવાનને સંગીત વર્ગોમાં પરિષદના ખર્ચે મોકલવામાં આવે છે. (પ) હિંસા વિરોધ : ગર્ભપાત, પશ કતલ, કરછમાંથી પશુઓની વિદેશ ખાતે થતી નિકાશ વિ. માટે જોરદાર ઝુંબેશ અને વિરોધ કરવામાં આવે છે. (૬) નિબંધ હરિફાઈ ફટાકડાથી નુકશાન, કચ્છનો વિકાસ, જૈન તત્વજ્ઞાન વિ. વિષય પર પ્રસંગે પ્રસંગે નિબંધ લેખનની હરિફાઇઓ રખાય છે અને સુંદર ઈનામો અપાય છે. (૭) વકતૃત્વ તાલિમ: રવિવારીય શિબિરે અને જ્ઞાનસત્રો દરમ્યાન યુવાનો અને બાળકે ધર્મ-સંસ્કૃતિના પ્રચારક બને તે માટે વકતૃત્વ તાલિમ આપવામાં આવે છે. (૮) સાહિત્ય પ્રકાશન: (૯) અચલગચ્છધિપતિશ્રીની આજ્ઞા અને મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. ના માર્ગદર્શન મુજબ અહિંસા -સંસ્કૃતિ પ્રેરક સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. “કુછને વિકાસ” અહિંસા અને ખાદી “માનવતાનું કલંક” વિ. ૧૦ જેટલી વિવિધ લધુ પુસ્તિકાઓ (લે. શ્રી વેણીશંકર) મુ. વાસુ) સેંકડોની સંખ્યા પ્રકાશિત કરી પ્રચારવામાં આવી છે. (૧૦) ગુણુભારતી માસિક : પરિષદના યુવાને આ માસિકનું સંચાલન કરે છે તેમજ આ માસિકના પ્રચાર માટે હાલ પૂ. અચલગચ્છાધિપતિ શ્રી તથા પૂ. કલાપ્રભસાગરજી મ. ની પ્રેરણાથી અલગ ટ્રસ્ટ રચવામાં આવેલ છેઆ માસિક દ્વારા સમ્યગ જ્ઞાન, અહિંસા, અને સંસ્કૃતિને સુંદર પ્રચાર થાય છે. આ માસિકના હાલ ૩૦૦૦ સભ્ય છે. (૧૧) દેરાસર શુદ્ધિના કાર્યમાં પણ યુવાને સારો ભોગ આપે છે બે વરસ સુધી પ્રમુખ તરીકે શ્રી દીપક આર. ગાલા વિ. યુવાનેએ સુંદર ભેગ આપ્યો હાલ છેલ્લા બે વરસથી શ્રી રામજી શામજી ધરેડ પ્રમુખ તરીકે તથા શ્રી જતીન છેડા શ્રી કીરણ ૩ વિજય ઘેલા વિ. યુવાનો સુંદર સેવા આપી રહ્યા છે. તથા કરછ પણ રક્ષા સમિતિ વિભાગમાં શ્રી ચુનીલાલ દેઢીઆ શ્રી બીપીન ઘરેડ સુંદર સેવા આપી રહ્યા છે. આ પરિષદની શાખા તરીકે પણ અનેક સ્થળેના યુવક મંડળ જોડાયા છેપર્યુષણ પર્વબાદ આરાધના કરાવવા ગયેલ યુવાને તથા ઔષધ, અઠ્ઠાઈ આદિ આરાધના કરનારા યુવાનોનું વિદ્યાપીઠ અને પરિષદ વતી જાહેરમાં બહુમાન કરાય છે. કચ્છપશુ રક્ષા સમિતિના પ્રયત્નથી વિદેશ જતું પશુધન બચી ગયું.
આ રીતે ધાર્મિક જ્ઞાનસત્રો અને યુવક પરિષદના માધ્યમથી કચ્છી જૈન સમાજમાં આધ્યાત્મિકતાની અનેરી ઝલક આવી છે.
હે અરિહંત ભગવતિ ! આપ અનુગહની હેલીઓ વર્ષ ! હે ગુરુદેવ ! આપનું અપૂર્વ ગબળ રેલાવો ! ! હે વડીલો ! અમારા ઉત્સાહમાં આશીષે એપ ! અને પ્યારા યુવાને ! તમે તમારી યુવાતાકાત ને જિનશાસન, અહિંસા અને સંસ્કૃતિની રક્ષામાં લગાવી દો !
જ્ઞાનસત્ર પરિષદના યુવાને પતી લિ. જતીન મેરારજી છેડા
જયેશ પ્રેમજી સાવલા અજય રાઘવજી સેની દિનેશ દેવજી ગાગરી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org