________________
૩૮
આ સમારોહની શરૂઆતમાં પૂ. અચલગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ના મંત્રોચ્ચારના પવિત્ર સ્વનિ સવારના સ્ટા. તા. ૧૧-૩૧ મીનીટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી કુંવરજી માલશીં હરીયાએ સંસ્થાના નવા મકાનનું ઉદ્ધાટન કરેલ હતું. આ સમારોહના પ્રમુખ સ્થાને સંસ્થાના ટ્રસ્ટી શ્રી રવજી ખીમજી છેડા હતા. અતિથિ વિશેષ તરીકે શ્રી ઉમરશી ખીયશી પિકડીયા અને ભુજના બાબુભાઈ . જાદવજી ઘીવાલા હતાં.
આ ભવ્ય પ્રસંગે જેને આગેવાન અને કોંગ્રેસ કાર્યકર શ્રી ઝુમખલાલ મહેતાએ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે માંડવી તાલુકા આધ્યાત્મિક ક્ષેત્રે પણ આગળ છે. કલેકટર શ્રી શેખવા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. આ ઉદઘાટનના ભવ્ય પ્રસંગે પ્રસંગોચિત પૂ. ગચ્છાધિપતિશ્રી પૂ. મુનિવર્ય શ્રી કલાપ્રભ સાગરજી મ, બીદડાના શા કલ્યાણજી માવજી પટેલ, પંડિત શ્રી હરિનારાયણ મિશ્ર, ભક્ત કવિ ચંદુભા જાડેજા, મનહરભાઈ, રવજી ખીમજી છેડા, વિગેરેએ ટુંકમાં સંસ્થા વિષે વાત કર્યા હતાં. આ પ્રસંગે કુંવરજી માલશી હરિયાદેવપુરવાલા તરફથી સ્વામિ વાત્સલ્ય જમણ પણ થયેલ. જૈન આગેવાનો ઉપરાંત પૂ. સાધુ-સાવીજીઓની હાજરી પણ ગણનાપાત્ર હતી.
આમ આ જૈન તત્વજ્ઞાન સંસ્થાનું મુખ્ય કાર્યક્ષેત્ર મેરાઉથી બંધ થયા બાદ નાગલપુર (વીંઢ) મળે બન્યું. આ સ્થાન મેરાઉ કરતાં ઘણું મોટું છે. લગભગ સળંગ એક જ લાઈનમાં ૪૫ રૂમો છે, રૂમોની સામે જ એક જ કંપાઉન્ડમાં મોટી વાડી છે જેમાં દાડમ-નાળીયેર–બદામ–આંબા-કેળા-ચી-જાયફળ– આદિના અનેક નાના મોટા ઝાડો છે. વાડીના મધ્યમાં વિશાળ ૨ માળનો બંગલ છે જેમાં જ્ઞાન ભંડાર ઊપાત્ર આદિની વ્યવસ્થાથ ઈ શકેલ છે. અહિં જિનાલય પણ સુશમિન છે. કુલનાયકશ્રી આદિનાથ-શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓથી યુક્ત છે. શાંત અને શુદ્ધ વાતાવરણમાં વિદ્યાથીઓ ૫ણ જાણે જુના જમાનાના ઋષિ મુનિઓના આશ્રમ જે સ્થળ મેળવી વિનય વિવેકથી વતી સ્વજીવન આનંદમય પસાર કરે છે.
આ નૂતન છાત્ર વિદ્યાપીઠમાં મકાનના રૂમ પર નામે જોડવાની તેમજ આરસની તકતી લગાડવાની શરતે દાન લેવા જૈન સમાજ આગળ સંસ્થાએ અપીલ કરેલ, જેને સમાજે પૂર્ણ પણે “આવકારી અને પૂ. આચાર્યદેવશ્રી તથા સાધુ સાધ્વી શ્રીજી મ. સા. ના સદ્દઉપદેશથી તે કાર્ય જલ્દીથી પૂર્ણ પણ થયેલ.
ઈ. સ. ૧૯૭૪ માં નાંગલપુરમાં આ વિદ્યાપીઠનું ઉદ્દઘાટન થતાં પૂ. આચાર્યશ્રીએ સંસ્થાના વહીવટ કરનારા આગેવાની વિનંતિથી સમુદાય સહિત ત્યાં પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યાં પણ તેઓશ્રીએ તલસ્પર્શી દેખરેખથી અને સાકળ દોરવણીથી અવિરત કાર્ય કરી સંસ્થાને ચિર થાયી બનાવી. ગામ અને વિદ્યાપીઠનું અંતર બહુ દૂર નથી ફક્ત બંનેના વચ્ચે નાનકડી એવી નદી છે જે બધાને સંસ્કાર–સાનનો સંદેશ દેતી જાય છે. આ વિદ્યાપીઠ સૌ કોઈને ગમે છે એ જ તેની અપૂર્વ વિશેષતા છે.
અત્રે પૂ. અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી મ. સા. ના ચાતુર્માસ દરમ્યાન વિદ્યાપીઠના સુસંસ્કારે જોઈ ગામના ધમપ્રમી ભાઈશ્રી રામજી લાલજી ફુગાવાલા (ગોરેગામ-મુંબઈ) એ છાત્રોને-શંખેશ્વરજી મહાતીર્થની યાત્રા કરાવેલ યાત્રાએ જતા માર્ગે આવતા ભદ્રેશ્વરજી તથા કટારીયાજી તીર્થના દર્શનનો ૯લા પણ અપાયેલ.
આ સંસ્થાને આગળ વધારવા તથા અનેક પ્રકારે સહાયભૂત થવામાં શેઠશ્રી મેઘજી સેજપાળ, ચુનીલાલ માણેકચંદ, કુંવરજી માલશી, ચાંપશી પદમશી, વજી ખીમજી, ખીમજી શીવજી, ટોકરશી ભુલા, ગાંગજી મેરારજી, ઉમરશી ખવશી, રવજી પૂંજાભાઈ, સામજી જખુભાઈ, મોરારજી નાનજી, મુલચંદ કરમશી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org