________________
પરિશિષ્ટ : ૩
કચ્છ/હાલાર દેશદ્ધારક, ક્રિોદ્ધારક, અજોડ શાસનસિતારા અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી
મહારાજ સાહેબનાં સાધુ-સાધ્વીઓની યાદી (૧)
સકલન : વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.
[આ પરિશિષ્ટમાં પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે બહુધા દીક્ષિત, તેઓશ્રીનાં આજ્ઞાવતી સાધુ-સાધવીજીઓના સમુદાયની વિગતવાર યાદી આપવા પ્રયત્ન કર્યો છે. વિદ્યમાન ગરછાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. સિવાય આ યાદીમાંનાં કઈપણ સાધુ-સાધ્વીજીઓ હાલ વિદ્યમાન નથી. આ સ્થળે દિવંગત સંયમી મહાત્માઓની સંવમાદિ ગુણોની અનુમોદના કરીએ છીએ!
પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સાહેબે સં. ૧૯૪૬માં ક્રિોદ્ધાર કર્યો. ત્યાર બાદ અચલગચ્છમાં સંવેગી, ત્યાગી સાધુ-સાધ્વીજીઓની સંખ્યામાં અભિવૃદ્ધિ થઈ હતી. અર્થાત તેઓશ્રીએ શૂન્યમાંથી વિરાટ સર્જન કર્યું હતું. શાસન અને ગછની ઉન્નતિમાં પૂજ્યશ્રીને આ સાધુ-સાધ્વીજીઓએ પણ અનેરા સાથ અને વિનય, આજ્ઞાપાલનાદિ ગુણે દાખવી સહકાર આપ્યા હતા. ત્યારે જ સુષુપ્તપ્રાય પડેલા (જિનશાસનના અવિચ્છિન્ન અંગરૂપ) એવા અચલગરછ દ્વારા સમગ્ર કચ્છમાં તથા ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્રાદિ પ્રદેશમાં ધર્મની ઉન્નતિ અને જનકલ્યાણ થવા પામ્યાં હતાં. તેનાં સુંદર પરિણામ અને લાભની પરંપરા આજે પણ ચાલુ જ રહી છે.
આ યાદી અનુસારના સાધુ-સમુદાયમાં નાની દીક્ષા નં. ૧ થી ૧૭ અને વડી દીક્ષા નં. ૧ થી ૮, ન. ૧૩ થી ૧૫ અને . ૨૦ પૂજયશ્રી ગૌતમસાગરજી મ. સા.હસ્તે થયેલી હતી. જ્યારે નં. ૧૭ થી ૨૦ આ ત્રણ લઘુ-દીક્ષા પૂજ્ય શ્રી દાનસાગરજીના હસ્તે, તથા નં. ૧૬ ની લઘુ દીક્ષા મહીસાગરજીના હસ્તે થયેલી હતી. જયારે સાલવીજીઓમાં લગભગ ૪૫ જેટલી લઘુ દીક્ષાઓ અને ૫૫ જેટલી વડી દીક્ષાઓ ૫. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સ. ના હસતે થયેલી, ૧૪ જેટલી લઘુ દીક્ષાઓ, ૭ જેટલી વડી દીક્ષાઓ પૂ. નીતિસાગરજી મ. સ. ના હસ્તે થયેલી હતી. ૫ જેટલો લઘુ દીક્ષાઓ પૂ. ધર્મસાગરજી મ. સા. ના હસ્તે થયેલી હતી. ૫ જેટલી લઘુ દીક્ષાઓ પૂ. મોહનસાગરજીના હસ્તે થયેલી; જ્યારે પ૭ થી ૬૭ સુધીની લઘુ-વડી દીક્ષાઓ પૂ. ઉપા. શ્રી ગુણસાગરજી ગણિના હસ્તે થયેલી.
પરિશિષ્ટ ૩, ૪ અને ૫ ની યાદી ક્રમાંક ૧, ૨ અને ૩ માં અચલગરછનાં સાધુ-સાધ્વીજીઓની - સચિ આપવામાં આવી છે, તેમાં આચાર્યોની વિગત સિવાયનાં સાધુ-સાધ્વીજીઓની વિગત પુનઃ ન આવી ય, તેને ખ્યાલ રાખ્યો છે. મોટી પઢાવલી ઇત્યાદિ ગ્રંથે પરથી તથા પૂ. ગચ્છાધિપતિશ્રી પાસેની સૂચિ પરથી આ યાદીઓ તૈયાર કરવામાં આવી છે.
આ યાદીમાં છેલ્લા શતકમાં (સે વરસમાં) થયેલા અચલગચ્છનાં સાધુ-સાધવીજીઓની નેધ અપાઈ છે. તે પૂ. દાદાશ્રી આરક્ષિતસૂરીશ્વરજી મ. સા. ની નવમી જન્મ શતાબ્દી-અષ્ટમી સ્વર્ગ શતાબ્દીના વરસે અચલગરછમાં કેટલાં સાધુ-સાધવીઓ થઈ ગયાં, કેટલાં વિદ્યમાન છે ઇત્યાદિ માહિતી/ઈતિહાસ સચવાઈ રહે એટલા માટે આ સ્મૃતિગ્રંથ માટે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંકલિત કરી આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org