________________
અવસરિ બોલિઉંમાણસ ગમઇ, પામઇ પુષ્ટિ જ અવસરિ જિમઇ, અવસરિ વાલ્ડ વૂઠઉ મેહ, અવસર આવિ સગઈ સિમેહ. ૨૬૯ ગિઈ ફાગુણિ આબંઉ ગહગદઈ, ગિ (ઇ) ચીષ્યિ નઇ પૂરિ વહાં;
બહુલ પક્ષ પૂહિં શશિ વૃદ્ધિ, આર અનંતર સાગર રિદ્ધિ. ૪૨૭ જૈન સાધુ કવિઓ કેવળ મનોરંજનાર્થે કૃતિનું સર્જન કરે એવું ન બને. કોઇક વિશિષ્ટ ઉદ્દેશથી જ તેમનું સાહિત્ય રચાતું રહ્યું છે. શ્રી જયશેખરસૂરિએ આ રૂપકકથામાં સ્થળે સ્થળે ત્યાગ, વૈરાગ્ય, સંયમ, ઉપશમ, સમતા વગેરેને મહિમા દર્શાવતી પંકિતઓ લખી છે. ઉદાહરણ તરીકે નીચેની કેટલીક પંકિતઓ જુઓ :
સેવીતા સવિરસ વિરસ, ઇકકાઈકિક જોઇ; નવમઉ જિમજિમ સેવીઇ, તિમ તિમ મીઠઉ હોઇ. ૭
મકરિ અજાણી સ્ત્રી વીસાસ, સ્ત્રી કહીઈ દોરીવિગ પાસ; દિવડાં દિલઇ એ સીયલી, પણ તાપ વિસિઇ જિમ સીયલી. ૨૩
સઉકિ ભણિ હું ન કહઉં સ્વામિ, બીયાબારઉંતુમહારઇ નામિ; જે સીપામાર તીણઇ કહી, ભરિયા ધડા ઉપર તે વહી. ૨૪
પરમેસર આગુસર મોહ તાગઉ અંદોઢ ઇંડિ6; સમતા સધલી આદરઉ, મમતા મુંકઉપૂરિ; આરિ હણી પાંચઈ જિણ, ખેલ સમરસ પૂરિ. ૪૧૫ કલ્પદ્રુમ કામધેનુ એ હોઇ, ચિંતામણિ એ અવર ન કોઇ; એહ જિ સિદ્ધિપુરિ નઉ પંથ, એહ જિ જીવન સિવહઉ ગ્રંથ. ૪૩૧
ત્રિભુવનદીપક પ્રબંઘ ગુજરાતી સાહિત્યનું ઉત્તમ રૂપકકાવ્ય છે. કવિએ એને પ્રબંઘ તરીકે ઓળખાવ્યું છે. સામાન્ય રીતે પ્રબંધ શબ્દ કિંવદંતિ સહિત ઐતિહાસિક કથાના પ્રસંગોનું નિરૂપણ કરતા કાવ્યપ્રકાર માટે વપરાય છે. આ કાવ્યકૃતિમાં કોઈ ઐતિહાસિક કથાવસ્તુ લેવાયું નથી, એટલે એ દૃષ્ટિએ પ્રબંધ શબ્દ આ કાવ્યકૃતિ માટે કેટલો ઉચિત છે તેવા પશ્ન થાય, પરંતુ આ કાવ્યમાં રાજા, રાણી, રાજકુમાર, મંત્રી,દુશ્મન રાજા, યુદ્ધ વગેરેના પ્રકારની (ભલે કાલ્પનિક) ઐતિહાસિક ઘટના જેવી ઘટનાઓનું નિરૂપણ થયું હોવાથી આ કાવ્યકૃતિને પ્રબંધ તરીકે ઓળખવવામાં અનુચિતતા નથી એમ કહી શકાય. વળી, પ્રબંધ શબ્દ પોતે જ વિવિધ અર્થસંદર્ભમાં પ્રાચીન સાહિત્યમાં વપરાયો છે એટલે તથા કવિના પોતાના સમયમાં તે કોઈ એક નિશ્ચિત કાવ્યપ્રકાર માટે રૂઢ નહીં થયો હોય એટલે કવિએ પ્રબંધ શબ્દ પોતાની આ કાવ્યકૃતિ માટે વિચારપૂર્વક જ પ્રયોજ્યો હશે એમ કહી શકાય.
૨૧૯
ત્રિભુવન દીપક પ્રબંધ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org