________________
ઉલ્લેખ મળતો નથી.
(૧૫) પ્રબોધચિંતામણિમાં પુણ્યરંગ પાટણ નગરના વર્ણનમાં નિયમ, બંધન, શૌચ, સંતોષ, તપ, અને સ્વાધ્યાયરૂપી ઊંચો કિલ્લો છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સુકૃતરૂપી મહાગઢ છે.જુઓ :
સુકૃત મહાઢિ પોલિવિયારિ...૧૬૩ (૧૬) પ્રબોધચિંતામણિમાં પુયરંગ પાટણના વર્ણનમાં વ્રતરૂપી કાંગરાનો ઉલ્લેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સદાચરણરૂપી જુઓ:
સદાચરણ કોસીસ કોડિ... ૧૬૩ (૧૭) પ્રબોધચિંતામણિમાં બ્રહ્મચર્યના અઢારભેદરૂપી અઢાર વર્ગો મર્યાદાથી પુણ્યરંગ પાટણ -નગરમાં વ્યવસ્થા પૂર્વક રહે છે એમ જણાવ્યું છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં બ્રહ્મચર્યરૂપી સરોવરની નવ પાળો છે એમ નિર્દેશ કર્યો છે. જુઓ:
- બંભ સરોવરિ નવ સર પાલિ.૧૬૨ (૧૮) પ્રબોધચિંતામણિમાં પુયરંગ નગરીની વિરતિ નામની પાદર દેવી છે એવો ઉલ્લેખ કર્યો છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં જયાણા નામની પાદરદેવીનો ઉલ્લેખ છે. જુઓ:
પાદવ તિ જયણા ભાગઉ... ૧૬૨ (૧૯) પ્રબોધચિંતામણિ માં પુણ્યવાસનારૂપી ખાઈનો ઉલ્લેખ છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં વિરતિરૂપી ખાઈનો ઉલ્લેખ છે. જુઓ:
વિરતિ ન પાઇ આવઇ, ડિ.૧૬૩ (૨૦) પ્રબોધચિંતામણિમાં વિવેકરાજાને લક્ષ્મી અને લજ્જારૂપી વારાંગનાઓ ચામર વીઝે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં સિદ્ધિ અને બુદ્ધિ એ બે ચામર વીઝે છે. જુઓ :
સિદ્ધિ બુદ્ધિ બે ચામરહારિ...૧૭૩ (૨૧)પ્રબોધચિંતામણિમાં વિવેક રાજાને આચારરૂપી અમર વીંઝવામાં આવે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ચામરના નામનો ઉલ્લેખ નથી.
(૨૨) પ્રબોધચિંતામણિમાં ગુરુના આદેશરૂપી જેતછત્ર છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ગુરુ ઉપદેશરૂપી છત્રનો ઉલ્લેખ સાંપડે છે. જુઓ :
છત્રુ ધરઈ સિરિ ગુરુ ઉપદેસ...૧૭૨ (૨૩) પ્રબોધચિંતામણિમાં સવ નામના સિંહાસનનો નિર્દેશ થયો છે. ત્રિભુવનદીપક પ્રબંધ માં સત્ય નામના સિંહાસનનો ઉલ્લેખ જોવા મળે છે. જુઓ:
સત્ય સિંહાસણિ બસસઇ રાઉ...૧૭૫
૨૧૧
ત્રિભવન દીપક પબંધ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org