________________
પરંતુ આ કૃતિનું અંતરંગ ચોપાઈ' એવું અપર નામ કેટલીક હસ્તપ્રતોના અંતે પુષ્મિકામાં જોવા મળે છે. તે નામ કવિ જયશેખરસૂરિએ આપ્યું છે કે પછીથી કોઇ લહિયાએ કે હસ્તપ્રત તૈયાર કરનારકરાવનાર સાધુ મહાત્માએ આપ્યું છે તે વિશે કશો ખુલાસો સાંપડતો નથી. પરંતુ હસ્તપ્રતમાં આવું નામ અપાયું છે તે ઉપરથી એ નામ પણ કેટલોક સમય પ્રચલિત રહયું હશે એમ માની શકાય.
ત્રિભુવનદીપક પ્રબંધ ના આરંભમાં આઠમી કડીમાં કૃતિનાં કથાવસ્તુનો પરિચય આપતાં કવિ નીચે પ્રમાણે લખે છે. :
પુયે પાપ બે ભઈ ટલઇ, દીસઇ મુકૂખ દૂયા;
સાવધાન તે સંભલઉ હરષિ હંસ વિચાર. ૮ આ ઉપરથી પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી કહે છે કે આ દ્વારા ગ્રંથકારે ગ્રંથનું “હંસવિચાર” એવું નામ પણ સૂચવ્યું છે.* - ત્રિભુવનદીપક પ્રબંધ નું મુખ્ય પાત્ર પરમહંસ છે. અને કૃતિના સમગ્ર કથાનકનું અંતિમ લક્ષ્ય તે પરમહંસના પદની પ્રાપ્તિનું છે. માટે કદાચ હંસવિચાર એવું કૃતિનું નામ હશે, એમ અનુમાન કરી શકાય. વળી હરિષ હંસ વિચારુ એમ જુદા જુદા શબ્દો લઈ તેનો સામાન્ય શબ્દાર્થ કરવામાં આવે તો હર્ષથી આત્મા સંબંધી વિચાર ચિંતન કરે એવો અર્થ ઘટાવી શકાય. વળી વાચકને હંસ તરીકે સંબોધન કરીને તેને વિચાર કરવા માટે કવિએ ઉદ્બોધન કર્યું છે એમ ઘટાવી શકાય. આમ, કૃતિના નામ તરીકે હંસ વિચાર’ એવું નામ માત્ર તર્ક કરવા પૂરતું સંભવિત લેખાય.
હંસ વિચાર’ નામ ઉપરથી જ પંડિત લાલચંદ ગાંધીએ તેમાં સુયોગ્ય સુધારો સૂચવીને કહ્યું છે કે પરંતુ અહને પરમહંસ પ્રબંધ -આવું નામ સમુચિત સમજાય છે. આમ ત્રિભુવનદીપક પ્રબંધ અંતરંગ ચોપાઇ, હંસવિચાર અને પરમહંસ પ્રબંધ એ ચાર નામમાંથી કવિએ પોતે જ કાવ્યમાં સ્પષ્ટ પણે આપેલું ત્રિભુવન દીપક પ્રબંધ એ નામ જ યોગ્ય છે અને તે જ પ્રચલિત રહ્યું છે. - ત્રિભુવનદીપક પ્રબંધની રચના કવિએ કયા સ્થળે કરી હશે અને તે માટે તેમને કેટલો સમય લાગ્યો હશે તેનો કશો નિર્દેશ આ કૃતિમાં નથી. કવિનું વિહારક્ષેત્ર ગુજરાતમાં મુખ્યત્વે પાટણ અને અને ખંભાતની આસપાસ રહ્યું હતું તે જોતાં ગુજરાતમાં કોઇ સ્થળે રહીને તેમણે આ કૃતિની રચના કરી હશે એવું અનુમાન કરી શકાય છે.
કવિ શ્રી જયશેખરસૂરિએ એક જ વિષયનું નિરૂપણ કરતી બે કૃતિની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં “પ્રબોધ ચિંતામણિ' અને ગુજરાતી ભાષામાં “ત્રિભુવનદીપક પ્રબંધ' આ બે કૃતિઓમાથી કઇ કૃતિની રચના તેમણે પહેલી કરી હશે તેનું કોઈ નિશ્રિત પ્રમાણ મળતું નથી, પરંતુ અનુમાન કરી
જુઓ : ત્રિભુવનદીપક પ્રબંધ સંપાદક પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી, પૃષ્ઠ ૧૩.
२०२
શ્રી વિજ્યાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org