________________
સેન્ટીમીટરની છે.
આ વાવનું સ્વરૂપ ગુજરાતમાં સામાન્યતઃ પ્રાપ્ત વાતો કરતાં ભિન્ન છે. તે રાજસ્થાની સ્વરૂપની વાવ સાથે સમાનતા ધરાવે છે. એની રચનાનાં વિવિધ અંગોમાં વપરાયેલા જૂના પદાર્થો પરથી તે બંધાઈ તે પહેલાની ઈમારતના ભાગોનો એમાં થયેલો ઉપયોગ સ્પષ્ટ જણાઈ આવે છે. તેનાં સ્વરૂપ પરથી તે આશરે સોળમી સદી પછી રચના હોવાનું અનુમાન કરી શકાય.
શિલ્પો
આ દુર્ગ અને નગરના અવશેષોમાં કેટલાંક શિલ્પો મહત્વનાં છે. તે પૈકી અજિતનાથના હાલમાં વપરાતા દરવાજાની અંદરના ગણેશ અને વિષ્ણુનાં પથ્થરનાં શિલ્પા શેલીની દૃષ્ટિએ નવમી-દશમી સદીનાં છે. તેવી રીતે અજિતનાથના દહેરાસરના મુખ્ય પ્રવેશમંડપની જમણા હાથની દેવકુલિકાની અંદર સ્થાપન કરેલી પદ્માવતી દેવીની લગભગ આ સમયની અત્યંત મનોહર પ્રતિમા છે. તેની સાથે દહેરાસરના કોટની ઉત્તરની ભીતમાં ગોખમાં ગોમુખ યક્ષની આરસની પ્રતિમા પણ બારમી સદીના પૂર્વાર્ધની શૈલીને અનુસરે છે. તદુપરાંત સોમનાથ મહાદેવના મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ ખારા પથ્થરની ઈશાન અને વાયુ દિપાલની પ્રતિમાઓ પણ બારમી સદીથી પ્રાચીન છે.
આ ઉપરાંત દુર્ગની ભીતોમાં જડાયેલાં શિલ્પો, પૂર્વના દરવાજા પાસેની ચૌહાણની કુલદેવી આશાપુરીની મહિષમર્દિની પ્રતિમા અને તેનાથી થોડે દૂર પડેલી ઘસાયેલી, ઊભેલી પ્રતિમા આદિ અહીનાં પ્રાચીન દેવસ્થાનોના અવશેષો હોય એમ સૂચવે છે.
આ શિલ્પો ખારા પથ્થર, આરસ તથા પારેવાના પથ્થરનું છે. તેમાં ખારો પથ્થર હાથમતી નદીના વિસ્તારનો, પારેવાનો પથ્થર ડુંગરપુર તરફનો અને આરસ ચંદ્રાવતી તરફનો કે મકરાણાનો છે. આ પથ્થરો અહીં બહારથી લાવવામાં આવ્યાં હતા. તે અહીંનાં લોકની પ્રવૃત્તિ દર્શાવે છે.
૧૭૩
જૈન તીર્થ તારંગા : એક પ્રાચીન નગરી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org