________________
ག---བབབབམག་འགསབ་
જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા અને જૈન - મંદિરોનું સ્થાપત્ય
-------------
----------------------
ડૉ. પ્રિયબાળા શાહ જૈન ધર્મમાં જૈન અનુશ્રુતિ અનુસાર મહાવીરસ્વામીની પ્રતિમા તેમની હયાતી દરમ્યાન બનવા લાગી હતી. દીક્ષા લેતાં પહેલાં તેઓ પોતાના મહેલમાં લગભગ એકાદ વર્ષ પહેલાંથી ધ્યાન ધરતા હતા ત્યારે તે અવસ્થાની ચંદન-કાષ્ઠની પ્રતિમા બનાવવામાં આવેલી તે પ્રતિમા સિંધુ-સૌવીરના રાજા ઉદયને પ્રાપ્ત કરી. તેની પાસેથી એ ઉજજૈનના રાજા પ્રદ્યોત પોતાના રાજ્યમાં લઈ ગયો અને તેણે તે પ્રતિમાને વિદિશામાં પધરાવી. પ્રદ્યોતે એની કાઇ-પ્રતિકૃતિ સિંધુ-સૌવીરના વીતભય-પતનમાં રાખેલી. આ પ્રતિમા નગર વિનાશક વંટોળિયાના તોફાનમાં દટાઈ ગઈ. દંતકથા પ્રમાણે આ પ્રતિમાને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે બહાર કઢાવી આણહિલવાડ પાટણમાં મંગાવીને પધરાવી. મહાવીર સ્વામીને દીક્ષા લેવાની ઘણી પ્રબળ ઈચ્છા હતી પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા, પણ તેઓ સાધુ જેવું જીવન રાખતાં. આવી પ્રતિમા જીવંતસ્વામી તરીકે ઓળખાય છે. વિદિશા અને વીતભયપતનની જીવનસ્વામીની પ્રતિમાને લગતી કથા આવશ્યકચૂર્ણિ, નિશીથચૂર્ણિ અને વસુદેવહિંડીમાં આપેલી છે, જ્યારે આ હિલવાડ પાટણમાંની પ્રતિમાને લગતો વૃત્તાંત રાજા કુમારપાળના સમકાલીન હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' માં નિરૂપ્યો છે. જીવનસ્વામીની પ્રતિમાને લગતી આ લોકકથા છઠ્ઠી-સાતમી સદીથી સાહિત્યમાં પ્રચલિત થઈ હતી એટલુ જ નહિ, પણ આવી સાંસારિક અવસ્થાની કિરીટ તથા આભૂષણોથી વિભૂષિત પ્રતિમાના નમૂના અકોટા (વડોદરા) ની ધાતુપ્રતિમાઓમાં પ્રાપ્ત થયા છે. ડૉ. ઉમાકાન્ત પ્ર. શાહ આ ધાતુપ્રતિમાને ઈ.સ. ૪૦૦ થી ૫૦૦ ના સમય જેટલી પ્રાચીન માને છે. ગુજરાતમાંથી મળતી જૈન પ્રતિમાઓમાં આ એક અતિ પ્રાચીન મૂર્તિશિલ્પ ગણાવી શકાય.
જૈન ધર્મસંપ્રદાયની અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામી બોતેર વર્ષની વયે ઈ.પૂ. ૫૨૭માં કાલધર્મ પામ્યા હતા અને તે પહેલાં ત્રીસ વર્ષે (અર્થાત્ ઈ.પૂ. ૧૫૭માં) કેવલજ્ઞાન પામ્યા હતા. મહાવીરસ્વામીની પહેલાના તીર્થંકર પાર્શ્વનાથ મહાવીરસ્વામીની પહેલાં ૨૫૦ વર્ષ પર (અર્થાત ઈ.પૂ. ૭૭૭માં) નિર્વાણ પામેલા. પાર્શ્વનાથ ની પહેલાંના તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણ વાસુદેવના સમકાલીન હતા. એ અને તેમની પહેલાંના ૨૧ તીર્થકર લાખો કરોડો વર્ષો પર થઈ ગયા એમ મનાય છે. આ સમયાંકનને ઈતિહાસના પ્રમાણનું સમર્થન સાંપડતું નથી. ભારતમાં સહુથી પ્રાચીન પ્રતિમાઓ હડપ્પીય સભ્યતા (ઈ.પૂ. ૨૪૦૦-૧૬૦૦) ના અવશેષોમાં પ્રાપ્ત થઈ છે. એમાં હડપ્પામાં મળેલી નગ્ન ખંડિત પાષાણપ્રતિમા તીર્થકરની હોવાનું અનુમાન થયું છે. વળી મોહેજો-દડોની એક મુદ્રામાં
૧૬૦
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org